લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
डुलकी નિરંકુશ
डोकं સાવધ
डोळस માથું
डौलदार ઝોકું

डोईजड કમનીય

ઓળખાણ પડી?
ભારતીય લશ્કરમાં આગવી છાપ પાડી રાજ્યપાલના ભારતના પ્રથમ મહિલા એડીસી બનવાનું બહુમાન મેળવનારા જાંબાઝ મહિલાની ઓળખાણ પડી?

અ) પ્રેરણા દેવસ્થળી બ) મનીષા પાંધી ક) શૈલજા ધામી ડ) દીપિકા મિશ્રા

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના એકમાત્ર ભાણેજના પિતાના સાળા એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) મામા બ) ભાઈ ક) બનેવી ડ) સાઢુભાઈ

જાણવા જેવું

પ્રાણીઓના શરીરમાં રહેતા માંસમાં રહેલો તૈલી ચીકટ પદાર્થ એવી ચરબીની સમજણ શબ્દકોશમાં આપી છે. ચરબી શરીરને માંસલ બનાવે છે એ વાત સાચી, પણ જો એનું પ્રમાણ ન જળવાય તો શરીર મેદસ્વી અને બેડોળ બની જાય છે. શારીરિક હલનચલનમાં ઘટાડો એટલે ચરબીમાં વધારો એવું સાદું ગણિત છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં આકાશ સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.

અમે નીકળીએ જો નભમાં, તો સાત ઘોડા લઈ.

નોંધી રાખો

કોઈના સારા સમયમાં તાળી જરૂર પાડો, પણ કોઈના ખરાબ સમયમાં એના ખભા પર મુકેલો હાથ સફળતાની તાળીઓ કરતાં પણ વધુ મૂલ્યવાન હોય છે.

માઈન્ડ ગેમ
આ દાયકામાં મહિલા ક્રિકેટ પ્રગતિ કરી ખાસ્સી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. મહિલા ક્રિકેટની સર્વપ્રથમ વર્લ્ડ કપ સ્પર્ધાનું આયોજન કયા વર્ષમાં થયું હતું?
અ) ૧૯૬૯ ૨) ૧૯૭૩

૩) ૧૯૭૭ ૪) ૧૯૮૦

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
संगनमत ખાનગી મસલત
संगोपन પાલનપોષણ
समशेर તલવાર
समंजस શાણું

सांगड તરાપો

ગુજરાત મોરી મોરી રે

ભાણિયો

ઓળખાણ પડી?

મનિકા બત્રા

માઈન્ડ ગેમ

પીટર પેથ્રિક

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button