લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
झाडणे ઊંઘ
झकास વેગવાન
जलद ઠપકો આપવો
जिवलग સરસ, સુંદર

झोप વહાલું

ઓળખાણ પડી?
સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનારાં મહિલા સર્જકની ઓળખાણ પડી? ઉમદા સાહિત્ય સર્જન માટે તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અ) સુચેતા કૃપલાની બ) ઈશમત ચુગતાઈ ક) અમૃતા પ્રીતમ ડ) પદ્મા સચદેવ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના પૌત્રના દાદીની મમ્મીની એકમાત્ર દીકરી એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) માસી બ) પત્ની ક) સાળી ડ) બહેન

જાણવા જેવું

ત્રણ પ્રકારનાં બળ ગણાયા છે: સહજબળ, કાલકૃતબળ અને યુક્તિકૃતબળ. શરીર અને મનના કુદરતી બળને સહજબળ કહે છે. અવસ્થાને લઈને આવતા બળને કાલકૃતબળ કહે છે. ખોરાક દ્વારા અગર તો કસરત દ્વારા યા તો કોઈ પણ દવા મારફત મેળવેલા બળને યુક્તિકૃતબળ કહે છે. ગાંધીજી કહી ગયા છે કે બળ રાક્ષસી શરીર મેળવવામાં નથી, પણ મનની મજબૂતીમાં, આત્માની ઓળખમાં, મોત પ્રતિની નીડરતામાં રહેલું છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં હાથ સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસની બાળ કવિતાઓ ખૂબ મજેદાર છે.

નોંધી રાખો

જીવનમાં અનેક પ્રકારના ત્યાગ જોવા મળે છે. સૌથી મોટો અને મહત્ત્વનો ત્યાગ છે અહંકારનો ત્યાગ. જે કોઈ અહંકારનો ત્યાગ કરી શકે છે એ ઘણું બધું મેળવી શકે છે.

માઈન્ડ ગેમ
૧૪૭ વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં કઈ ટીમએ પહેલી વાર એક ઈનિંગ્સમાં ૯૦૦ રન કરવાની અસાધારણ સિદ્ધિ મેળવી અનોખો વિક્રમ રચ્યો હતો એ જણાવો.

અ) ઓસ્ટ્રેલિયા બ) વેસ્ટ ઈન્ડિઝ ક) ઈંગ્લેન્ડ ડ) સાઉથ આફ્રિકા

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
फडका લૂગડાનો કકડો
फडतूस તુચ્છ, નજીવું
फणी કાંસકી
फतर પથ્થર

फंड પ્રપંચ, કાવતરું

ગુજરાત મોરી મોરી રે

સાળો

ઓળખાણ પડી?

સુમતિ મોરારજી

માઈન્ડ ગેમ

વેંકટરાઘવન

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રજ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…