લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
ठणका મહત્ત્વનું
ठसका દ્રઢ
ठळक ઉધરસ
ठाऊक વેદના
ठाम માહિતગાર

ઓળખાણ પડી?
ફૂલનો રસ પીવા આવેલી મધમાખીના પગે ચોંટી ગયેલી પુષ્પરજ અન્ય ફૂલના સ્ત્રીકેસર પડે એ પ્રક્રિયા ગુજરાતીમાં કયા નામથી ઓળખાય છે એ કહી શકશો ?
અ) હવાગમન બ) ફૂલકરણ ક) પરાગનયન ડ) અવાન્તરણ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના એકમાત્ર સગા જેઠાણીના એકમાત્ર સગા દિયરની બહેન એ સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજી બ) ભાણેજ ક) દીકરી ડ) દોહિત્રી

જાણવા જેવું
પાણીમાં થતી જાંબુડિયા અને ધોળાં ફૂલની એક વેલ નારી તરીકે પણ ઓળખાય છે. અમુક જગ્યાએ એનો ઉલ્લેખ કીડામારી તરીકે પણ કરવામાં આવે છે. આ વેલના પાંદડાં આંગળ જેટલા પહોળાં અને બે ત્રણ આંગળ લાંબાં હોય છે. તેનાં પાંદડાંને અર્ધચંદ્રાકૃતિ એક મોટો ખાંચો હોય છે એ કારણસર તેને ચાંદવેલ પણ કહેવામાં આવે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં મીઠું મીઠું બોલતા પોપટનો પર્યાય સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
મારા દેશનો સૂડો સારો, જે પરદેશીની કરે પ્રીત.

નોંધી રાખો
જીવનમાં ઘણી વાર એવો સમય આવે છે કે શું કરવું એ સૂઝતું નથી કે કઈ દિશામાં આગળ વધવું એ સમજાતું નથી. આવા સમયે તમે પ્રયત્ન તો જરૂર કરી શકો છો, ખરું ને!

માઈન્ડ ગેમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૯૩૨માં લોર્ડ્સ મેદાન પર રમાયેલી સર્વ પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન કોણ હતા એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ડગ્લસ જાર્ડિન ૨) વોલી હેમન્ડ ૩) ફ્રેન્ક વૂલી ૪) લેન હટન

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
अलोट અપરંપાર
अर्धचंद्र હકાલપટ્ટી
अलमारी કબાટ
अवघड મુશ્કેલ
अवांतर વધારાના

ગુજરાત મોરી મોરી રે
મામી

ઓળખાણ પડી?
જેમ્સ વોટ

માઈન્ડ ગેમ
પી. કૃષ્ણમૂર્તિ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શિખા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…