ફન વર્લ્ડ | મુંબઈ સમાચાર

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
उशी એઠું
उशीर હેડકી
उष्टा ઓશીકું
उजवा મોડું

उचकी જમણું

ઓળખાણ પડી?
૧૯૮૯માં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં નિમાયેલા પ્રથમ મહિલા ન્યાયાધીશની ઓળખાણ પડી?

અ) સુધા મિશ્રા બ) સુજાતા મનોહર ક) ફાતિમા બીબી ડ) આર. ભાનુમતિ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના સાળાના સસરાની એકમાત્ર દીકરીના સસરા એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) મામાજી બ) કાકાજી ક) પિતા ડ) સસરા

જાણવા જેવું

દેવોને યજ્ઞભાગ પહોંચાડવાની જવાબદારી અગ્નિ પાસે છે. એની વતી એની સ્ત્રી સ્વાહા યજ્ઞભાગ લે છે અને પોતે પહોંચાડે છે. દરેક આહુતિ વખતે સ્વાહાને સંબોધાય છે. અગ્નિનું બીજું નામ મિત્ર છે. અગ્નિનાં ઘણાં નામ છે: વહ્નિ, અનલ, પાવક, વૈશ્ર્વાનર, અબ્જહસ્ત, ધૂમકેતુ, હુતાશ, હુતભુજ, શુચિ, શુક્ર, રોહિતાશ્ર્વ, છાગરથ, જાતવેદ, સપ્તજિહ્વ, તોમરધર.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં હોડકું સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.

ખરાબ બનાવ બને ત્યારે એ રોકી શકાતો નથી.

નોંધી રાખો

તમે કશું ખોટું ન કર્યું હો અને સાચા હો તો કશું સાબિત કરવાની કોશિશ નહીં કરતા. સત્યને વળગી આગળ વધો, સમય જ બધું સાબિત કરી દેશે.

માઈન્ડ ગેમ
બીજા વિશ્ર્વ યુદ્ધને ભડકાવવામાં નિમિત્ત બનેલું જાપાનનું પર્લ હાર્બર પરનું આક્રમણ જાણીતું છે. પર્લ હાર્બર કયા દેશમાં છે એ કહી શકશો?

અ) જર્મની બ) ફ્રાન્સ ક) ઈટલી ડ) યુએસએ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
अंगज પુત્ર
अडथळा અવરોધ
अडाणी ગમાર
अंथरूण બિસ્તરો

अंशुमानी સૂર્ય

ગુજરાત મોરી મોરી રે

પિતા

ઓળખાણ પડી?

રોબિન સિંહ

માઈન્ડ ગેમ

તાંબું – જસત

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

મણ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) નંદકિશોર સંજાણવાળા (૭) લજિતા ખોના (૮) ભારતી બુચ (૯) પુષ્પા પટેલ (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હર્ષા મહેતા (૧૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૩) મીનળ કાપડિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) ભાવના કર્વે (૧૭) અંજુ ટોલિયા (૧૮) સુરેખા દેસાઈ (૧૯) રજનીકાંત પટવા (૨૦) કલ્પના આશર (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) અબદુલ્લા એફ મુનીમ (૨૪) વિણા સંપટ (૨૫) મહેશ દોશી (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) જ્યોત્સના ગાંધી (૨૮) હિના દલાલ (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) રમેશ દલાલ (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) દિલીપ પરીખ (૩૩) નિતીન બજરિયા (૩૪) મહેશ સંઘવી (૩૫) નયના ગિરીશ મિસ્ત્રી (૩૭) અરવિંદ કામદાર

સંબંધિત લેખો

Back to top button