લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
ઔષધીય ગુણધર્મો માટે જાણીતા એક જાતના કાંટાવાળા ઝાડના ફળની ઓળખાણ પડી? એ લગ્ન, જનોઈ વગેરે પ્રસંગે ઉમેદવારને જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલી બાંધવામાં આવે છે.
અ) જેઠીમધ બ) કુંડળ ક) કડુ ડ) મીંઢળ

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
उगाच છીછરું
उडी અછત
उणीव કૂદકો
उथळ સમુદ્ર
उदधि વિના કારણ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના સાસુની માતાની નણંદનો એક માત્ર પુત્ર એ સ્ત્રીને સગપણમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકાજી બ) મામાજી ક) ફૂવાજી ડ) સસરાજી

જાણવા જેવું
વડનું વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે
જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યા પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ
પરથી નવાં મૂળ ફુટે છે જે “વડવાઇ કહેવાય છે. આ
વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ
જાય છે. ક્યારેક તો આને કારણે આ વૃક્ષને અનેક
થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી
નથી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં તાજા દૂધને ગરમ કર્યા બાદ જામતી મલાઈની પોપડી સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ વિશ્ર્વપતિનો વાસ.

નોંધી રાખો
જીવનમાં ઘણી બાબત આપણને ગમતી થાય તો ક્યારેક એવી બાબત પણ બને જે આપણે ગમાડવી પડે. ગમા અને અણગમાનું ગણિત જો સમજાઈ જાય તો જીવનમાં વધુ સરળતા રહે છે.

માઈન્ડ ગેમ
સૂર્યના કિરણોના આગમનથી ધરતી પર પ્રકાશ મળે છે. અંધારાને ભગાવતા પ્રકાશના કિરણની ઝડપ પ્રતિ સેક્ધડ કેટલી છે એ કહી શકશો?
અ) ૯૯૦૦૦ માઈલ ૨) ૧,૪૭,૦૦૦ માઈલ
૩) ૧,૮૬,૦૦૦ માઈલ ૪) ૧,૯૮,૦૦૦ માઈલ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
संच સાધન, સામગ્રી
संग्राम લડાઈ
संगोपन ઉછેર
संग्रहणी ઝાડો, અતિસાર
संघटक આયોજક

ગુજરાત મોરી મોરી રે
દાદા

ઓળખાણ પડી?
રામણદીવો

માઈન્ડ ગેમ
આર્યભટ્ટ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નાતાલ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડયા (૬) નીતા દેસાઈ (૭) શ્રદ્ધા આશર (૮) ખુશરૂ કાપડિયા (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) પુષ્પા પટેલ (૧૬) હર્ષા મહેતા (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) મહેશ દોશી (૨૩) સુરેખા દેસાઈ (૨૪) વિણા સંપટ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) દિલીપ પરીખ (૨૭) વિજય ગરોડિયા (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) અંજુ ટોલિયા (૩૧) ભાવના કર્વે (૩૨) પ્રવીણ વોરા (૩૩) કલ્પના આશર (૩૪) તાહેર ઔરંગાબાદવાલા (૩૫) શીરીન ઔરંગાબાદવાલા (૩૬) અબદુલ્લા એફ. મુનીમ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) હિના દલાલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button