લાડકી

ફોકસ : સ્ત્રીઓમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ પુરુષ કરતાં વધુ કેમ હોય છે?

-ઝુબેદા વલિયાણી

ઉત્સવોને આપણે ધાર્મિક રીતે જોઈએ કે સામાજિક રીતે, પરંતુ એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સ્ત્રીઓ જે ઉત્સવમાંથી હટી જાય અને ઉત્સવ ઉત્સવ નથી રહેતો.

  • આનંદનો કોઈપણ પ્રસંગ હોય,
  • મેળાવડો હોય,
  • કોકટેલ પાર્ટી હોય કે
  • જ્ઞાતિભોજન, લગ્નપ્રસંગ હોય કે ધાર્મિક ઉત્સવ!
  • એ ઉત્સવને દીપાવે છે સ્ત્રી.
  • પુરુષ કદાચ આનંદને સ્ત્રી જેટલી મોકળાશથી માણી શકતો નથી અથવા તો એને આનંદ શું એની ખબર જ નથી એવું આપણા દેશના બધા
  • પર્વો,
  • ઉત્સવો,
  • તહેવારો,
  • મેળાઓ,
  • મેળાવડાઓ જોયા પછી લાગતું હતું.
  • પરંતુ હવે તો વિશ્ર્વવિખ્યાત માનસશાસ્ત્રીઓ એવા તારતમ્ય પર આવ્યા છે જે આનંદની અનુભૂતિ કરવા-કરાવવામાં સ્ત્રી જેટલી મુક્ત વિચાર ધરાવે છે એટલા પુરુષો પછાત છે. પછી એ તરણેતરનો મેળો હોય કે ફાઈવ સ્ટાર હોટલની પાર્ટી.
  • આ તહેવારો જો હજી ટકી રહ્યા હોય તો એનું કારણ સ્ત્રી છે. નહીં તો પુરુષોએ આ તહેવારોને પણ પંદરમી ઑગષ્ટ અને 26મી જાન્યુઆરી જેવા સોગીયા બનાવી દીધા હોત.
  • માણસજાતને ઉત્સવ પ્રિય છે, પણ કોઈપણ પ્રસંગને સ્ત્રી જ ઉત્સવમાં ફેરવી શકે છે.
  • સાવ નાનકડી વાત લઈએ તો ઘરમાં બાળકનો બર્થ ડે હોય તો બાપ એ દિવસ કઈ રીતે ઉજવવાનું કહેશે અને મા કેવી યોજના કરશે એ અલગ અલગ કાગળ પર લખાવો.
  • બાપ લખશે-
  • સવારે સંતાનને મીઠું મોઢું કરાવવું,
  • બપોરે સરસ લંચ,
  • સાંજે બાળકોની પાર્ટી અને પછી
  • ફેમિલી સાથે ક્વાએટ ડિનર.
  • મા લખશે-
  • સવારે સંતાનને ખૂબ સરસ રીતે તૈયાર કરીશ.
  • પછી બધા વડીલોને પગે લાગવાનું
    કહીશ.
  • પછી એને ભાવતી ચીજ નાસ્તામાં
    આપીશ.
  • પછી એના મિત્રો સાથે રમવા મોકલીશ.
  • બપોરે લંચ વખતે કુટુમ્બ ખાનગી ઉત્સવ લંચ લેશે, એ વખતે અમે બધા એને ભેટ
    આપીશું,
  • પછી સાંજે પાર્ટી. એમાં બધા જ ખૂબ સરસ રીતે તૈયાર થાય, આનંદપૂર્વક ભાગ લે…!
  • જોયું ને? લખાણમાં આટલો ફેર હોય તો ઉજવણીમાં કેટલો ફરક પડી જાય એ કહી શકશોને?
  • એક રશિયન કહેવત છે કે તમે પુરુષોને કોઈ પણ આનંદ આયોજનની જવાબદારી સોંપો એમાં બેફામ બનવાનું જ વિચારશે. પણ સ્ત્રી એ જ પ્રસંગને કાયમી યાદમાં બદલી નાખવાનું વિચારશે.
  • અમેરિકામાં પણ કહે છે ને કે મેઈલ બીગ્ઝ ફેસ્ટિવિટી ટુ ઍન્ડ… બટ ફિમેલ મેઈક ઈટ ગો…
  • આપણે ત્યાં પણ યુગો યુગોથી એવું જ શું નથી બનતું આવ્યું.
  • મહાભારતમાં કૌરવ-પાંડવ ભેગા થઈને આનંદમાં તો જુગાર જ રમતા હતા ને?
  • રામાયણમાં રાવણની ઉત્સવપ્રિયતાનો અંત તો સીતા જ હતી ને?
  • એની સામે આપણી દિવાળી,
  • ઈસમાઈલી અને પારસીભાઈઓના નવરોજ,
  • મુસ્લિમ બિરાદરોની ઈદ,
  • શીખોની નાનક જયંતી કે
  • ખ્રિસ્તીઓની નાતાલ જુવો.
  • તમને આ બધા જ ઉત્સવોમાં પુરુષ મોખરે દેખાશે અને આનંદની વહેંચણી કરવામાં સ્ત્રી!
  • કારણ સ્ત્રીને
  • સૌન્દર્ય,
  • કલા,
  • સંસ્કૃતિ,
  • સંસ્કાર,
  • સભ્યતા બધા સાથે ગર્ભનાળનો સંબંધ છે.
  • એની ઋજુતા,
  • એની ઉત્સવપ્રિયતા,
  • એની સૌન્દર્ય ઉપાસના બધું જ સર્જનાત્મક છે.
  • હા,
  • જ્યારે પણ એનો ખોટો ઉપયોગ થાય છે ત્યારે દોષિત શોધવા જવો પડતો નથી.
  • ઉત્સવની સ્ત્રીઓ આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે એના અનેક કારણ છે જેમાના કેટલાંક કારણો પર રોશની પ્રસ્તુત લેખના આવતા અંકના બીજા ભાગમાં વાંચીશું.

આપણ વાંચો:  કથા કોલાજ : હું હારીને સંસારથી નિવૃત્ત નથી થઈ મેં સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button