પુરુષલાડકીસ્પેશિયલ ફિચર્સ

ફોકસઃ અશ્લીલતા માત્ર એક ધારણા નથી, પરંતુ ગંભીર અપરાધ છે

-પ્રભાકાંત કશ્યપ

આપણે એવી વાતો અનેક વખત સાંભળીએ છીએ કે અશ્ર્લીલતા તો આંખોમાં હોય છે. જોકે કાયદાની દૃષ્ટિએ આ એક અપરાધ છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૪ હેઠળ કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થાનો પર કોઈ અશ્લિલ ચેનચાળાં કરતું દેખાય તો તેને જેલવાસ અથવા તો દંડ થઈ શકે છે કાં તો બન્નેની સજા ભોગવવી પડી શકે છે. કલમ ૨૯૪ પ્રમાણે ત્રણ મહિનાના જેલવાસની જોગવાઈ છે. અશ્ર્લીલતા માત્ર એક ધારણા નથી, પરંતુ ગંભીર અપરાધ છે.

અશ્ર્લીલતા ફેલાવવા માટે દોષી પુરવાર થાવ તો કોર્ટ તમને સજા ફટકારી શકે છે. આવા કેસમાં પોલીસે તરત પગલાં લેવાનાં હોય છે. મેજિસ્ટ્રેટની સામે પીડિતને એ સાબિત કરવાનું હોય છે કે તેને અશ્ર્લીલ ચેનચાળા કે પછી અશ્ર્લીલ શબ્દોથી તકલીફ થઈ છે. એના આધારે આરોપીને સજા આપવામાં આવે છે.

તો બીજી તરફ નાગા સાધુઓનું નગ્ન રહેવું એ અશ્ર્લીલતાની હદમાં નથી આવતું. માત્ર અશ્ર્લીલ શબ્દનો ઉચ્ચાર કરવો જ પૂરતું નથી. જો કોઈએ કોઈની વિરુદ્ધ અશ્ર્લીલતાનો આરોપ લગાવ્યો હોય તો એનાથી તેને શું તકલીફ થઈ છે એ પણ એને સાબિત કરવાનું હોય છે. સાર્વજનિક સ્થળોએ જો કોઈ પરસ્પર લડે કે ઝઘડો કરે અને એમાંથી એક કે બન્ને અશ્ર્લીલ ભાષાઓ બોલવા માંડે તો એની તેમને ભારે કિંમત ચુકવવી પડે શકે છે. માત્ર ઝઘડા કરનારી એક વ્યક્તિ જ નહીં, પરંતુ ત્યાં હાજર અન્ય કોઈ વ્યક્તિ પણ તેમને કોર્ટ સુધી ધસડી શકે છે કે તેમના શબ્દોથી તેને માનસિકરૂપે ઈજા પહોંચી છે.

કયા છે સાર્વજનિક સ્થળો?
સાર્વજનિક સ્થળો એટલે કે એક એવું સ્થાન કે જ્યાં આવવા-જવા માટે કોઈ પરમિશનની જરૂર નથી હોતી. સાર્વજનિક પરિવહનો પણ એ દાયરામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬માં પણ આવા જ અપરાધિક કૃત્યોને આવરી લેવામાં આવ્યા છે. ૫૦૬ની કલમ ત્યારે લાગુ થાય છે જ્યારે આવી હરકત કરનાર વ્યક્તિ અન્યને મારી નાખવાની ધમકીઓ આપે છે.

સાર્વજનિક સ્થાન જેવા કે રસ્તા, પાર્ક, બજાર, રેલગાડી, બસ અથવા તો શૈક્ષણિક સંસ્થાનોમાં આવું કરવું ભારે પડી શકે છે. આવી વ્યક્તિને ત્રણ મહિનાનો જેલવાસ અથવા તો આર્થિક દંડ કાં તો બન્નેની સજાની જોગવાઈ છે. અશ્લીલ ચેનચાળાની સાથે જો કોઈએ મારી નાખવાની ધમકી પણ આપી તો જેલવાસ બે વર્ષનો વધી શકે છે.

આવા કેસને કોર્ટમાં રજૂ કરવા માટે એક અનુભવી વકીલની જરૂર પડે છે. એનાથી અપરાધીને સરળતાથી સજા મળી શકે છે. આ સિવાય અશ્લીલ સામગ્રી વેચવી પણ દંડનીય અપરાધ છે. સાથે જ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવે અથવા તો ગંદા ઈશારા કરવામાં આવે તો ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ હેઠળ સજા કરવામાં આવે છે. અનિચ્છનિય શારીરિક સ્પર્શ પણ આ કલમ અંતર્ગત અપરાધ ગણવામાં આવે છે.

આ પણ વાંચો…..અર્જુન કપૂરનું દિલ આ હિરો માટે ધકધક થાય છે, શું મલાઇકા સાથેના બ્રેકઅપનું આ કારણ છે?

જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાનું અપમાન કરવાની સાથે સાથે અશ્લીલ ઈશારા કરે અને એને સાર્વજનિક રૂપે અપમાનિત કરે તો તેના પર કલમ ૫૦૯ હેઠળ અપરાધ દાખલ કરવામાં આવે છે.

સાથે જ કોઈ અશ્લીલ સામગ્રીઓ છાપવા અથવા પ્રદર્શિત કરવી પણ અપરાધ છે જેના પર કલમ ૨૯૨ લગાડવામાં આવે છે. કુલ મળીને અશ્લિલતા ફેલાવવી અથવા અશ્લિલ શબ્દોનો ઉપયોગ કરવો કાયદાકીય દૃષ્ટિએ એક દંડનીય અપરાધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button