લાડકી

સમર કૂલ, વાઈટ એન્ડ વાઈટ

ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર

વાઈટ એન્ડ વાઈટ એ ખૂબ જ કલાસિક કોમ્બિનેશન છે. ક્લાસિક કોમ્બિનેશ એટલે કે, જે કોમ્બિનેશન ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતું નથી. અથવા આ તો એમ કહી શકાય કે વાઈટ ઇઝ ફોર ક્લાસ નોટ ફોર માસ. ઘણી મહિલાઓ વાઈટ એન્ડ વાઈટ કોમ્બિનેશનને એક ક્લાસી વેર તરીકે પહેરે છે તો અમુક મહિલાઓ વાઈટ કોમ્બિનેશનને સોગિયું ગણે છે. વાઈટ ડ્રેસ માત્ર અમુક ઇવેન્ટ સુધી જ પૂરતો નથી રહ્યો પરંતુ તમારે જો એક ચોક્કસ ઈમપ્રેશન પાડવી હોય તો વાઈટ કલર એ એક પરફેક્ટ ઓપશન છે, વાઈટ કલર માત્ર એક સિમ્પલ કુર્તા પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ વાઈટ કલરમાં જે ગારમેન્ટ બને છે તે ક્યારેક બીજા કલરમાં સારા પણ નથી લાગતા.વાઈટ કલર એ સૌમ્યતાનો કલર છે જે પહેરવાથી સૌમ્ય તો લાગે જ છે પરંતુ સામે જોવામાં પણ આંખને ઠંડક આપે છે. ચાલો જાણીયે વાઈટ કલરના આઉટફિટ કઈ રીતે પહેરી શકાય અને કઈ કાળજી રાખવી જોઈએ. કેઝ્યુઅલ: વાઈટ કલરના કુર્તા કેઝ્યુઅલી પહેરવા માટે એક બેસ્ટ ઓપશન છે .વાઈટ કલરના ફેબ્રિકમાં પુષ્કળ વેરાઈટી આવે છે. તમે તમારી ચોઈસ મુજબ વાઈટ ફેબ્રિકની પસંદગી કરી શકો.વાઈટ કલરના કુર્તા ડેનિમ સાથે પહેરી શકાય. એટલે કે એન્કલ લેન્થનું ડેનિમ હોય અને તેની સાથે વાઈટ કલરનો કુર્તો એક સ્માર્ટ લુક આપશે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે એન્કલ લેન્થના ડેનિમ સાથે ની લેન્થનો કુર્તો પહેરી શકો.અથવા તો એન્કલ લેન્થના ડેનિમ સાથે કાફ લેન્થનો ચિકનકારીનો કુર્તો પેહરી શકાય.જો તમને ડેનિમ ન પહેરવું હોય તો, તમે જેગિંગ સાથે પણ વાઈટ કુર્તા ટિમ અપ કરી શકો. અથવા તો, પ્રિન્ટેડ પ્લાઝો સાથે વેસ્ટ લેન્થની વાઈટ કુર્તી પહેરી શકાય.

ઇન્ડિયન વેર: ઈન્ડિયન વેર માટે વાઈટ કુર્તામાં ઘણી વેરાઈટી આવે છે. જેમકે, સ્ટ્રેટ ફિટ, એ- લાઈન, કલીદાર યોક વાળા ડ્રેસ વગેરે. ઇન્ડિયન વેર માટે કુર્તા સાથે બોટમમાં લેગિંગ્સ, પેન્ટ કે પ્લાઝો તમારી બોડી ટાઈપ પ્રમાણે પહેરી શકો. એ જ રીતે કુર્તાની પસંદગી પણ તમારા બોડી ટાઈપ પ્રમાણે થવી જોઈએ જેમકે,જો તમારા કમર અને પેટનો ભાગ વધારે હોય તો તમારે યોક વાળા ડ્રેસ પહેરવાનું ટાળવું જોઈએ. તેની બદલે તમે એ લાઈન ડ્રેસ પહેરી શકો. અથવા ઍ-લાઈન કે કળી વાળા ડ્રેસ પહેરી શકાય. અને કુર્તાની લેન્થ લાંબી રાખવી જેથી ઓવર ઓલ લુક બલ્કિ ન લાગે. વાઈટ કલરમાં કલીદાર ડ્રેસ ખૂબ જ ગ્રેસફુલ લાગે છે. જો તમે પોતાની રીતે વાઈટ કલરનો ડ્રેસ બનાવવા માગતા હોવ તો, તમે વાઈટ કલરમાં જ ફેબ્રિકનું વેરિએશન આપી શકો. અથવા તો, વાઈટ કલરના ડ્રેસમાં જ વાઈટ કલરની કોટન લેસ એક અટ્રેક્ટિવ લુક આપે છે. વાઈટ કલરના ડ્રેસમાં કંઈ વધારે પડતી પેટર્નની જરૂર નથી હોતી માત્ર સ્ટાઇલિંગ જ ડ્રેસને એક ક્લાસી લુક આપે છે. વાઈટ કલરમાં જે પ્રિન્ટેડ ફેબ્રિક આવે છે તેમાંથી ટોપ અને બોટમ સેમ કોમ્બિનેશનમાં પણ ડ્રેસ પહેરી શકાય.વાઈટ ફેબ્રિક પર જે પ્રિન્ટ આવે છે તેની પસંદગી તમારા બોડી ટાઈપ મુજબ કરી શકાય.

વેસ્ટર્ન વેર: વેસ્ટર્ન વેર માટે વાઈટ ડ્રેસમાં પેટર્નની સાથે ફેબ્રિકના પણ ઘણા ઓપશન અવેલેબલ હોય છે. જેમકે ઘણી યંગ યુવતીઓ વાઈટ ડેનિમ પહેરવાનું પસંદ કરે છે. વાઈટ ડેનિમ ચોક્કસ પ્રકારની પર્સનાલિટીને જ શોભે છે. વાઈટ ડેનિમ કયા પ્રકારનું પહેર્યું છે તે ખૂબ જ મેટર કરે છે જેમકે,નેરો ફિટ,સ્ટ્રેટ ફિટ,ફલેરી ડેનિમ કે પછી બેલ બોટમ ડેનિમ. ડેનિમની સ્ટાઇલ તમારા બોડી ટાઈપ અને હાઈટ વાઇસ સિલેક્ટ કરી શકાય.અથવા તો બ્લુ ડેનિમ સાથે વાઈટ કલરના ફ્લોઈ ફેબ્રિકના ટોપ્સ એક પરફેક્ટ લુક આપી શકે.

આપણ વાંચો:  વાત અરજીની… વાત લાંબી રજાની!

વાઈટ એન્ડ વેઇટમાં કોર્ડ સેટ ખૂબ જ સુંદર લુક આપે છે. વાઈટ કલરમાં લીનનના કોર્ડ સેટ એક આગવી છાપ ઊભી કરે છે. જો તમને લીનનના ડ્રેસ ન પહેરવા હોય તો તમે પ્યોર ચીફોન અથવા રેયોનના કોર્ડ સેટ પહેરી શકો કે જેની પર લાઈટ એમ્બ્રોડરી હોય કે પછી લાઈટ અથવા ડાર્ક કલરની પ્રિન્ટ હોય તેવા ડ્રેસ પહેરી શકો. અથવા તો જો તમારે કઈ ટ્રેન્ડી પહેરવું હોય તો, વાઈટ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેરી એક ટ્રેન્ડી લુક આપી શકાય. વાઈટ સ્કર્ટ કઈ લેન્થનું લેવું તે તમારી પર્સનલ ચોઈસ અને હાઇટ પર આધાર રાખે છે. કોઈ પણ વાઈટ ગાર્મેન્ટમાં જેટલી ઓછી ડિઝાઇન હશે તેટલી જ એલિગન્સી વધારે લાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button