એલિગન્ટ કોટા
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર
કોટા ફેબ્રિકને કોટા દોરિયા પણ કહેવામાં આવે છે. કોટા ફેબ્રિક રાજસ્થાનમાં આવેલા કોટા શહેરમાં ઉદ્ભવે છે. કોટા ફેબ્રિક કોટન અને સિલ્ક મિશ્રણથી બનાવવામાં આવે છે. કોટા ફેબ્રિકમાં ખાસ કરીને નાના નાના ચેક તાહ્ય છે. એક તાર કોટનનો અને બીજો તાર સિલ્કનો. કોટનનો તાર સુતરાવ અને હલકી ફીિંલગ આપે છે જયારે સિલ્ક તાર ફેબ્રિકને એક શાઇન આપે છે. કોટા દોરિયા ફેબ્રિક પહેરવામાં ખૂબ જ હલકું, ટકાઉ અને સુંવાળું લાગે છે. ખાસ કરીને ગરમ હવામાનમાં પહેરવા માટે ખૂબ જ અનુકૂળ છે. કોટા દોરિયા ફેબ્રિકનો ઉપયોગ સાડી, ડ્રેસ અથવા દુપટ્ટા તરીકે કરી શકાય.
સાડી- કોટા દોરિયા ફેબ્રિકની સાડી ખૂબ જ સુંદર અને એલિગન્ટ લુક આપે છે. કોટા સાડી જોવામાં જ અલગ પડે છે.સાડીમાં આવેલી ચેક્સની ડિઝાઇન સાડીને અલગ પાડે છે. ચેક્સની સાઈઝ ખૂબ ઝીણી અને એક સરખી હોય છે. સાડીની વીિંવગ પેટર્ન થોડી અલગ હોવાને કારણે સાડીનું ટેક્સ્ચર થોડું રફ હોય છે, છતાં પહેરવામાં સુંવાળું લાગે છે. કોટા ફેબ્રિક શરીરને ચોંટતું નથી. અને પહેર્યા પછી શરીરથી અળગું રહે છે તેથી એક એલિગન્ટ લુક આવે છે. કોટા દોરિયા સાડીમાં લહેરિયા પેટર્ન ખૂબ જ પ્રખ્યાત છે. અને કોટા દોરિયા ફેબ્રિક બ્રાઇટ કલરમાં હોવા છતાં ટ્રાન્સપરન્ટ અને અટ્રૅક્ટિવ લુક આપે છે. કોટા સાડીમાં અલગ અલગ પ્રિન્ટ આવે છે. તમારી બોડી ટાઈપ અને સ્કિન ટાઈપ મુજબ તમે પ્રિન્ટની પસંદગી કરી શકો. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો કોટા સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ ટ્રાય કરી શકાય.
કોટા દોરિયા કુર્તા – કોટા દોરિયા ફેબ્રિક ટ્રાન્સપરન્ટ હોવાને કારણે જો કોટા દોરિયા ફેબ્રિકમાંથી જો કુર્તો બનાવવો હોય તો લાઇનિંગનો ઉપયોગ કરવો પડે. કોટા દોરિયા ફેબ્રિકમાંથી એ-લાઈન અથવા કલીદાર કુર્તા સારા લાગી શકે. કોટા ફેબ્રિક શરીરથી અળગું રહે છે. લાઇનિંગ નાખવાથી ફેબ્રિક થોડું સ્ટીફ થઇ જાય છે. લાઇનિંગ એટલે કે, અસ્તર. કોટન અને બટરક્રેપ એમ બન્ને ફેબ્રિકના અસ્તર નાખી શકાય. કોટા દોરિયા ફેબ્રિકમાંથી કલીદાર કુર્તો ખૂબ જ સુંદર લાગશે. જો યોકવાળો ડ્રેસ હોય તો, માત્ર યોકમાં જ લાઇનિંગ આવે અને યોકથી નીચે કળી આપીને ડ્રેસમાં ફ્લેર આપવાનો. યોકની નીચે પણ લાઇનિંગ તો આવશે જ, પરંતુ તે લાઇનિંગ કળી સાથે અટેચ નહીં હોય. જયારે કોટા દોરિયા ફેબ્રિકને લાઇનિંગ સાથે અટેચ ન કરીયે ત્યારે કોટા ફેબ્રિક કંઈક અલગ જ લુક આપે છે. કોટા ફેબ્રિકનો પોતાનો એક ફોલ હોવાથી એક રિચ લુક આવે છે. અને જો આખો જ ડ્રેસ કળીદાર બનાવવો હોય તો લાઇનિંગ અટેચ ન કરવું. અલગથી ડ્રેસના સ્ટાઈલની સ્લીપ પહેરવી. લાંબી પાતળી યુવતીઓ પર આ પેટર્ન ખૂબ જ સુંદર લાગશે. કોટા દોરિયા દુપટ્ટા – પ્લેન ડ્રેસ સાથે કોટા દોરિયા દુપટ્ટા એક એલિગન્ટ લુક આપે છે. જ્યારે પ્લેન ડ્રેસ હોય ત્યારે પ્રિન્ટેડ દુપટ્ટો પહેરવાથી તે ડ્રેસની શોભા વધી જાય છે.ઘણી વખત પ્રિન્ટેડ દુપટ્ટો પહેર્યા પછી તે દુપટ્ટો ખુલેલો રહેતો જ નથી અને આખો ચોળાઈ જાય છે. જ્યારે કોટા દોરિયાના દુપટ્ટાને તમને ગમે તે રીતે સ્ટાઇલ કરી શકો. જેમકે શોલ્ડર પર એક પિન મારીને છુટ્ટો મૂકી શકાય. લેફ્ટ શોલ્ડર પર પ્લીટ્સ વાળીને પિન મારવી અને બીજી સાઈડ રાઈટ હેન્ડ પર દુપટ્ટાને પાથરી હોલ્ડ કરી શકાય. બન્ને શોલ્ડર પર પિન મારી આખો દુપ્પટો ખુલ્લો રાખી શકાય. દુપ્પટ્ટાનો પોતાનો ફોલ હોવાથી ખૂબ જ સુંદર લાગે છે. દુપટ્ટો ખુલ્લો રહેવાથી એક રોયલ લુક આવે છે. કોટા દોરિયા દુપટ્ટા ખાસ કરીને કલીદાર ડ્રેસ પર વધારે સારા લાગે છે. તમારા બોડી ટાઈપ અને સ્કિન ટન મુજબ તમે દુપટ્ટાની પ્રિન્ટ સિલેક્ટ કરી શકો. ઘણા દુપટ્ટમાં કોર્નર પર ગોલ્ડન બોર્ડર પણ આવે છે. દુપટ્ટો હેવી પહેરવો છે કે લાઈટ એ તમે ઇવેન્ટ અનુસાર નક્કી કરી શકો. કોટા દોરિયા દુપટ્ટા તમે બે રીતે પહેરી શકો. જેમકે સેલ્ફ ટુ સેલ્ફ, એટલે કે જો લાઈટ પિન્ક કલરનો ડ્રેસ હોય તો તેની સાથે પિન્ક કલરનો જ દુપટ્ટો. અથવા તો લાઈટ કલરના ડ્રેસ સાથે એટલે કે લાઇમ ગ્રીન ડ્રેસ સાથે લાઈટ યેલો કલર અથવા લાઈટ પિન્ક અથવા અવેઇટ દુપટ્ટો. સવારે જવાનું છે કે પછી નાઈટ ઇવેન્ટ છે.ઈન ડોર કે પછી આઉટ ડોર. ઇવેન્ટ પ્રમાણે, તમારા સ્કિન ટોન અને બોડી ટાઈપ પ્રમાણે તમે ડ્રેસની પસંદગી કરી શકો… જો તમને અટ્રૅક્ટિવ લુક લેવો હોય તો બ્લેક કલરના કળીદાર ડ્રેસ સાથે મરૂન અથવા બેજ દુપટ્ટો, કે પછી રાની કલરના ડ્રેસ સાથે ગોલ્ડન યેલ્લો દુપટ્ટો. ડીપેન્ડિંગ તમારે કઈ ઇવેન્ટમાં જવાનું છે.