લાડકી

એથલીઝર કે પછી સ્પોર્ટ્સ વિયર?

ફેશન પ્લસ -વિવેક કુમાર

યુવાઓમાં બિનધાસ્ત ફેશનના નામે હાલમાં સ્પોર્ટ્સ વિયર અને એથલીઝરનો ક્રેઝ વધ્યો છે. સ્પૉર્ટસ વિયર અને એથલીઝરનો અર્થ છે કે એવો પોષાક જે રમત-ગમતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જોકે રોજબરોજ માટે આરામદાયક અને સ્ટાઇલિશ લુક આપે છે. ઉદાહરણ તરીકે જોગર્સ ટ્રેક, ટ્રેક પેન્ટ્સ, લેગિંગ્સ, ક્રોપ ટૉપ્સ, હૂડિઝ, સ્નીકર્સ અને જેકેટ્સ વગેરે. આ ફેશન સામાન્ય રીતે યુવાનો કૅરી કરી શકે છે, કેમ કે એના માટે ફિટ્નેસ ખૂબ જરૂરી છે. સાથે જ શરીરમાં અતિશય ફ્લેક્સિીબિલિટીની જરૂર પડે છે.

સ્પોર્ટસ, એથલીઝર શું કામ છે એનો ક્રેઝ?
યુવાઓ વચ્ચે સ્પૉર્ટસ વિયર અને એથલીઝરનો ક્રેઝ એટલા માટે વધી રહ્યો છે, કેમ કે તેઓ હલકા કપડા એટલે કે સ્ટ્રેચેબલની સાથે પહેર્યા બાદ શ્ર્વાસ લઈ શકાય એવાં પણ હોય છે. જેથી કરીને એને લાંબો સમય સુધી પહેરી શકાય છે. એ મલ્ટિપર્પઝ અને મલ્ટિસ્ટાઇલ પણ હોય છે. જિમ, કેઝ્યુએલ, આઉટિગ અથવા ઑફિસ માટે પણ એ કમ્ફર્ટેબલ હોય છે. વર્તમાનમાં યુવાઓમાં ફિટ્નેસને લઈને પણ સજાગતા આવી છે. મોટા ભાગના યુથ વર્કઆઉટ કરે છે. તેઓ સ્ટાઇલિશ પણ દેખાવા માગે છે. એથલીઝર એ ગ્લોબલ અને ટ્રેન્ડી ફેશનનો ભાગ છે. એની ખાસ બાબત એ છે કે બોલીવૂડ હોય કે હોલીવૂડ હોય, ફેમસ ખેલાડીઓ હોય, બિઝનેસમેન હોય કે પછી કોઈપણ ક્ષેત્રની સફળ વ્યક્તિ હોય તેઓ ફિટ અને સ્માર્ટ દેખાવા માગે છે. એથી તેઓ સ્પોર્ટસ વિયર પર પસંદગી ઉતારે છે.

એથલીઝર પહેરતી વખતે રાખો ખાસ ધ્યાન
તમે જ્યારે પણ એથલીઝર ફેશન કૅરી કરો તો એની ફિટીંગનું ખાસ ધ્યાન રાખજો. કેમકે એથલીઝરમાં ઓવરસાઇઝ લૂઝ તો દેખાય જ છે સાથે જ વિચીત્ર પણ લાગે છે. સ્પોર્ટસ વિયર હંમેશાં ફિટ હોવા જોઈએ. જોકે એટલા ટાઇટ પણ ન હોવા જોઈએ કે કમ્ફર્ટેબલ ન લાગે. એથી સ્પોર્ટસ વિયરમાં યોગ્ય ફિટીંગનું ધ્યાન હોવું જોઈએ. બીજી વાત જે સૌથી અગત્યની છે એ છે સ્પોર્ટસ વિયરનું મટિરિયલ કયુ છે? ખરેખર તો એ સ્વેટ સોકિંગ એટલે કે પરસેવો શોષી લેનારું હોવું જોઈએ. સાથે જ શ્ર્વાસ લેવામાં કોઈ તકલીફ ન થવી જોઈએ. કહેવાનો અર્થ એ છે કે ફેબ્રિક પણ ઘણું મહત્ત્વ રાખે છે.

હવે વાત કલર-કોમ્બિનેશનની. ન્યુટ્રલ અને મોનોક્રોમ લુક્સ જેવા કે બ્લેક, વાઇટ, ગ્રે ટ્રેન્ડમાં છે. એથી ટ્રેન્ડ પ્રમાણે કલર પસંદ કરવા જોઈએ. બ્રાઇટ કલર માત્ર એસ્સેસરીઝ માટે અપનાવો. સ્પોર્ટસ વિયર કૅરી કરતી વખતે શૂઝનું પણ ખાસ ધ્યાન રાખો. સ્નીકર્સ કે પછી સ્પોર્ટસ શૂઝ આ વિયરમાં અગત્યના ગણાય છે. એથી હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે સ્પોર્ટસ શૂઝ ક્લિન અને ટ્રેન્ડ હોય. સ્પોર્ટસ વિયરમાં લેયરિંગ લુક પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. લેયરિંગ લુક હૂડિઝ, જેકેટ્સ વગેરેમાં મળે છે. લેયરિંગ લુક સ્પોર્ટસ વિયર સાથે સારો અને સ્ટાઇલિશ કોમ્બિનેશન છે. વાત સ્પોર્ટસ વિયર સાથે એસ્સેસરીઝની છે તો વૉચ, કૅપ અથવા તો સ્લિંગ બૅગ જેવી હલકી એસ્સેસરીઝ સ્પોર્ટસ વિયરને ‘વાઉ’ લુક આપે છે. જોકે એમાં પણ ઓવર-ડ્રેસિંગથી બચવું જોઈએ. સ્પોર્ટસ વિયરને જેમ બને એમ સાદગીથી પહેરવા જોઈએ. કોઈ ફોર્મલ ઇવેન્ટમાં એ પહેરીને ન જવું. એ તો માત્ર કેઝ્યુઅલ આઉટીંગ માટે જ ઠીક છે. આ તો ખાસ જિમ માટે જ બન્યા છે.

સારસંભાળ કેવી રીતે રાખવી?
અંતે એની કાળજી લેવી પણ જરૂરી છે. સ્પોર્ટસ વિયરને જો સારી રીતે ધોવામાં આવે તો એની ફિટ્નેસ અને ક્વૉલિટી લાંબા સમય સુધી ટકી રહે છે. એથી શક્ય હોય તો એને વોશિંગ મશીનમાં ન ધોવા, કેમ કે ગોળ ગોળ ફરીને એની સેન્સિટિવ ડિઝાઇન ખરાબ થઈ જાય છે. એથલિઝર કપડા હંમેશાં અલગથી એવી રીતે ધોવા કે એની ક્વૉલિટી લાંબા સમય સુધી ટકી રહે. સ્પોર્ટસ વિયર અને એથલિઝર માત્ર ફેશન નહીં, પરંતુ જીવનશૈલીનો એક ભાગ છે. એને અપનાવીને તમે સ્ટાઇલિશ તો દેખાવ છો, પરંતુ એના માટે તમારે ફિટ રહેવાની પણ જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button