લાડકી

ઓલ ટાઈમ ફેવરિટ ડેનિમ

ફેશન વર્લ્ડ – ખુશ્બુ મુલાણી ઠક્કર

મોટા ભાગે લોકો એમ જ સમજતા હોય છે કે ડેનિમ એટલે જિન્સ. ડેનિમ એ એક કોટન બેસડ ફેબ્રિક છે . ડેનિમ બ્લુ કલરમાં આવે છે . ડેનિમ ફેબ્રિકમાંથી અલગ અલગ આઉટફિટ બનાવવામાં આવે છે, જેમકે ડેનિમ જેકેટ,ડેનિમ જિન્સ,ડેનિમ ડનગરીસ કે પછી ડેનિમ શર્ટ્સ. ડેનિમ એ એક કેવું થીક ફેબ્રિક છે એનો કોટન અને પોલિયેસ્ટરના મિશ્રણ પણ આધાર છે.
ડેનિમ ફેબ્રિક જોવામાં ખૂબ સિમ્પલ છે, પરંતુ એમાંથી બનાવવામાં આવેલા ગારમેન્ટ પહેરવાથી એક આગવો લુક આપે છે. સૌથો મોટો પલ્સ પોઇન્ટ એ છે કે, ડેનિમ ફેબ્રિકના ગારમેન્ટ સાથે કોઈ પણ કલર પહેરી શકાય.
ચાલો, જાણીયે ડેનિમ ફેબ્રિક કઈ રીતે વાપરીને પહેરી શકાય….

ડેનિમ જેકેટ-
ડેનિમ જેકેટ એ યન્ગ યુવક -યુવતીઓમાં ખાસ પ્રચલિત છે.ડેનિમ જેકેટ કોઈ પણ વસ્ત્રની ઉપર પહેરવામાં આવતું ગારમેન્ટ છે.ડેનિમ જેકેટ એક એક્સ્ટ્રા અથવા તો એમ કહી શકાય કે એક એડ ઓન લુક ક્રિએટ કરે છે.ડેનિમ જેકેટ અલગ અલગ ગારમેન્ટ સાથે પહેરી શકાય ,જેમક મિની ડ્રેસ,સ્કર્ટ,જિન્સ,શોર્ટ્સ વગેરે વગેરે.ડેનિમ જેકેટની લેન્થમાં ઘણા વેરિયેશન આવે છે. તમારા શરીરનો બાંધો અને હાઈટ તેમજ કાયા ડ્રેસ સાથે ડેનિમ જેકેટ પહેરવાના છો તેની પસંદગી કરવી.ડેનિમ ફેબ્રિક થોડું થીક હોવાને કારણે મોટા ભાગના યન્ગસ્ટર્સ ડેનિમ જેકેટ વિન્ટરમાં પહેરવાનું પસંદ કરે છે. ડેનિમ જેકેટ એ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. ડેનિમના શોર્ટ જેકેટ લાંબી પાતળી યુવતીઓ પર વધારે સારા લાગશે. શોર્ટ જેકેટ કની લેન્થના ડ્રેસ સાથે અથવા તો સ્કર્ટ સાથે પહેરી શકાય. ડેનિમ જેકેટ બેઝિક પેટર્નમાં હોય છે જેમકે કોલર સાથે અથવા કોલર વગર. ચેસ્ટ પોકેટ અથવા સાઈડ પોકેટ. તમારા બોડી ટાઈપ પ્રમાણે જેકેટના પેટર્નની પસંદગી કરવી.

ડેનિમ જિન્સ –
મોટા ભાગના લોકો માનતા હોય છે કે ડેનિમ એટલે જિન્સ.એમ કહી શકાય કે ડેનિમનું બીજું નામ એટલે જિન્સ.ડેનિમનો જે ટિપિકલ બ્લુ કલર હોય છે એમાં પણ ઘણા કલર વેરિયેશન આવે છે. કલર સાથે શેડિંગ ઇફેક્ટ પણ આવે છે.મેન્સ વેરમાં ખાસ કરીને બેઝિક કલર અને શેડિંગ ઇફેક્ટ આવે છે, જયારે વુમન્સ વેરમાં બેઝિક કલર સાથે પેટર્ન વેરિયેશન જોવા મળે છે, જેમકે સ્ટ્રેટ એન્ડ નેરો ફિટ,એન્કલ લેન્થ,કેપ્રી,બુટ કટ વગેરે વગેરે.વુમન્સ વેરમાં શેડિંગ સાથે શિમર ઇફેક્ટ પણ આવે છે. બેઝિક કોન્સેપ્ટ ડેનિમ રાખી તેમાં વેરિયેશન જોવા મળે છે. ડેનિમ બધીજ વયના સ્ત્રી – પુરુષ પહેરી શકે. ધ્યાન માત્ર એટલું જ રાખવું કે તમારા બોડી ટાઈપ પ્રમાણે ડેનિમના ફિટની પસંદગી કરવી. જો તમે સુડોળ શરીર ધરાવતા હોવ તો તમને બધીજ પેટર્ન શોભશે. પરંતુ જો તમારો કમરનો ભાગ હેવી હોય તો નેરો બોટમ વાળું જિન્સ પહેરવાનું અવોઇડ કરવું. નેરો બોટમ એટલે કનીથી લઈને તમારા પગનો જે શેપ હોય તે જ ફિટિંગમાં જિન્સ પૂરું થાય. તેથી જોવામાં કમરનો ઘેરાવો ખૂબ લાગે છે. અને સ્ટ્રેટ ફિટ એટલે કની પાસે જે જિન્સનું માપ હોય તે જ માપ અને ઘેરાવો એન્કલ સુધી હોય છે. સ્ટ્રેટ જિન્સ એટલે કે બેઝિક જિન્સ કોઈ પણ વય અને બધીજ બોડી ટાઈપ પર સારું લાગે છે.

ડેનિમ ડનગરીસ-
ડનગરીસ એટલે નાનાં બાળકોને પહેરવામાં આવતો જમ્પ સૂટ.ડનગરીસ ઘણા ફેબ્રિકમાં આવે છે. ફેબ્રિક વેરિયેશનથી લઈને ઘણી પ્રિન્ટમાં આવે છે.પરંતુ ડેનિમનું ડનગરીસ કૈક અલગ જ લુક આપે છે.એક સોલિડ અને ઈમ્પ્રેસીવ લુક આપે છે.ડેનિમ ડનગરીસ એક કેઝયુઅલ લુક આપે છે અને જે યુવતીનું શરીર સુડોળ હોય છે તેના પર વધારે સારા લાગે છે. ડનગરીસની લેન્થમાં પણ વેરિયેશન આવે છે. તમારા બોડી ટાઈપ અને હાઈટ પ્રમાણે ડનગરીસની લેન્થની પસંદગી કરવી. ડેનિમ ડનગરીસ સાથે તમે ફૂલ સ્લીવ ટી-શર્ટ અથવા શોર્ટ સ્લીવ ટી-શર્ટ પેહરી શકો.પ્લેન ટી- શર્ટ કરતા સ્ટ્રાઈપવાળા અથવા ડોટેડ ટી- શર્ટ વધારે સારા લાગશે. ડનગરીસમાં પણ અલગ અલગ ફિટ આવે છે. તમારા બોડી ટાઇપ પ્રમાણે ડનગરીસની પસંદગી કરવી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Race for the Orange Cap Heats Up in IPL 2024! આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions