લાડકી

સાહસને કોઈ સીમા નથી હોતી

આવું કઈ રીતે કરી દેખાડે છે એક તરુણી ?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

‘પહાડથી ઊંચું તો ફકત આકાશ.’
ડિજિટલ બોર્ડ પર આ વાક્ય લખ્યા પછી સુનિતા મેડમની નજર આખા ક્લાસ પર ફરી વળી. આમ તો એકેડેમિક્સ સાથે એમનો કોઈ નાતો નહોતો, પણ સ્કૂલના અગિયારમા ધોરણનો અળવીતરો ક્લાસ ઠઠ્ઠા-મશ્કરી સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન આપતો નહીં. ગરીબ બાળકોને મદદરૂપ થવાનો સેવાકીય કેમ્પ હોય કે પછી માઉન્ટેન ટ્રેકિંગનો ફિટનેસ કેમ્પ. એક પણ રજિસ્ટ્રેશન આ ક્લાસમાંથી ક્યારેય થતું નહીં એટલે સ્કૂલની ઈત્તર પ્રવૃત્તિઓના હેડ એવાં સુનિતા મેડમ ખાસ આજે ક્લાસની મુલાકાતે આવ્યાં. સ્કૂલ દ્વારા ગોઠવવામાં આવેલા બે દિવસીય પર્વતારોહણના તાલીમ કેમ્પને શરૂ થવામાં હજુ લગભગ અઠવાડિયાની વાર હતી, પણ એમને ખબર હતી કે અહીં બેસેલા વિદ્યાર્થીઓમાંથી ભાગ્યેજ કોઈ હશે જે કેમ્પ માટે તૈયાર થશે. સુનિતા મેડમ પોતાનું ગ્રાઉન્ડ વર્ક પહેલેથી તૈયાર કરીને આવેલાં એટલે ખોંખારો ખાઈ સીધુ ચાલો આજે આપણે ખાલી વાતો જ કરવાની છે. મારે તમને નથી રોકવા-ટોકવા કે નથી કોઈ સલાહ દેવી. કોઈ ભણતર-ગણતરના પાઠ નથી ભણાવવા ને નથી કોઈ જવાબદારીનો ભાર દેવો પણ આજે મારે તમારી સાથે એક સત્યઘટનાની વાત કરવી છે.

શું તમે જાણો છો ૨૦૧૪ના મે મહિનાની ૨૪મી તારીખ ભારતની માત્ર તેર વર્ષની દીકરીએ વિશ્ર્વના સૌથી ઊંચા એવા માઉન્ટ એવરેસ્ટ શિખર પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો અને એ સાથે જ એવરેસ્ટ સર કરનારી દુનિયાની સૌથી નાની વયની તરુણી બની ગયેલી? આજે મારે તમને એ સાહસી સફળતા પાછળ છુપાયેલા સંઘર્ષની વાત કરવી છે.

તમિલનાડુ રાજ્યના એક સાવ નાનકડા ગામથી એવરેસ્ટની ઊંચાઈ સુધીનું સપનું
જીવેલી અને જીતેલી પૂર્ણા મલાવથ વિશે કોઈને ખ્યાલ છે?’

જવાબમાં બધાએ નકારમાં માથું ધુણાવ્યું પણ સુનિતા એ નિરાશ થયા વિના પોતાની વાત ચાલુ રાખી:
તેલંગણા રાજયના નિઝામાબાદ જિલ્લામાં આવેલ નાનું એવું ખોબા સરીખું ગામ ‘પકલ્લા’ અને ત્યાં અત્યંત ગરીબી વચ્ચે રહેતા આદિવાસી કુટુંબની દીકરી પૂર્ણા. ભણી-ગણી હોશિયાર બનવાની ઈચ્છા રાખતી પૂર્ણાના ખેત મજૂરી કરતા મા-બાપના ઘરમાં એક સાંધો ત્યાં તેર નહી તેર તૂટે ’ એવી પરિસ્થિતિમાં શાળાની ફી ના પૈસા તો ક્યાંથી ચૂકવાય? ફી ના આપી શકતી પૂર્ણા પાસે શાળામાં ભણાવવાના બદલે એ ઝાડું મરાવવાનું કામ કરાવવામાં આવતું. એક દિવસ પૂર્ણા એની કાકાની દીકરી બહેન પ્રિયા સાથે ઘરેથી ભાગી સરકારી આવાસ શાળામાં ભણવા જવાનું નકકી કરે છે, કારણકે ત્યાં ભણવાની સાથોસાથ રહેવા-જમવાનું પણ મફતમાં મળી રહે, પરંતુ ભાગવામાં અસફળ રહેલી બહેનોમાંથી મોટી બહેન પ્રિયાને પરણાવી દેવામાં આવે છે. પૂર્ણાના નસીબ વળી એટલાં સારા કે એની ઉમર થોડી નાની હતી અને ગરીબી પણ એવી કે લગ્ન કરવા પોસાય એમ ના હોય એટલે પિતા સરકારી આવાસ શાળામાં એને દાખલ કરાવવા રાજી થઇ જાય છે. જોકે, ત્યાં પહોંચ્યા પછી પણ પૂર્ણાની તકલીફોનો અંત નથી આવતો. આવાસ શાળામાં અભાવોની કોઈ કમી નથી. એક તબક્કે થાકેલી પૂર્ણા ઘરે પરત ફરવાનું નક્કી કરી લે છે ત્યારે શાળાનાં બાળકો સાથે પર્વતારોહણ માટે ગયેલી પૂર્ણાને પહાડ પર સડસડાટ ચડતી જોઈ ત્યાં હાજર રહેલા સહુ દંગ રહી જાય છે અને એ સાથે જાણે પૂર્ણાના નસીબ આડેથી પાંદડું હટી જાય છે. એક આઈપીએસ અધિકારી પ્રવીણકુમારના સહકારથી વિષમ પરિસ્થિતીઓ વચ્ચે
અડગ એવી પૂર્ણાને એક તબક્કે ઉપરી અધિકારી દ્વારા એવું પણ સંભળાવી દેવામાં આવે છે કે તું શું હવે ‘સ્લમડોગ માઉન્ટેનર’ બનવા
માંગે છે?’

પરંતુ આવી ટીકા-ટિપ્પણીઓ વચ્ચે સતત પોતાના ગોલ ભણી નજર રાખી આગળ વધતી પૂર્ણા કોચ શેખર બાબુ તેમજ કર્નલ ખાનના માર્ગદર્શન હેઠળ અંતે સંધાનપલ્લી આનંદકુમાર નામના પર્વતારોહક સાથે એવરેસ્ટ ચડવાનું શરૂ કરે છે. એક પછી એક સ્ટેજ- તબક્કા પસાર કરતી પૂર્ણા અચાનક સખત તાવમાં પટકાય છે, આટલી નાની બાળકીને કંઈ નુકસાન પહોંચે તો દેશ અને સરકારની જે બદનામી થાય તેના ડરથી પ્રશાસન એને પરત ફરવાની સૂચના આપી દે છે, પરંતુ પૂર્ણા હાર માનવા તૈયાર નથી. નાદુરસ્ત તબિયત અને ખરાબ હવામાન વચ્ચે અંતે એવરેસ્ટ શિખર પર પગ મુકતી પૂર્ણા તેના જીવનની અનેક અપૂર્ણતાઓ સામે વિજય મેળવી દરેક ભારતવાસીના શિરને ગર્વથી ઊંચું કરી દે છે. ‘તરુણાવસ્થાએ કોઈ ધારે તો શું ના કરી શકે એ હવે જ વિચારો.’
ત્યારબાદ પણ પૂર્ણાએ પાછું વળી જોયું નથી. વર્ષ ૨૦૧૭માં રશિયામાં આવેલા યુરોપના સર્વોચ્ચ શિખર માઉન્ટ એલ્બર્સ પર ભારતનું રાષ્ટ્રગીત ગાઈ પૂર્ણા એ પચાસ
ફૂટ લાંબો તિરંગો લહેરાવ્યો હતો એ
ગૌરવશાળી ક્ષણ આપનારી તરુણી ખરેખર શાબાશીને પાત્ર છે.

‘તરુણાવસ્થા દરમિયાન જીવનમાં ઉઠતાં અમુક નકામા ભયને દૂર કરવાની હિંમત કરવામાં આવે તો આ ક્લાસમાં બેસેલા તમારામાંથી પણ ઘણા સફળતાનાં શિખરો સર કરી શકે છે. તમે પણ તમારી ક્ષમતા પર વિશ્ર્વાસ રાખો. તમારી એનર્જીને નકામી વાતોમાં વેડફો નહીં. અને સાચી દિશામાં મહેનત કરો તો પૂર્ણા માફક નામના મેળવી શકો એમ છો’

આટલું કહી ઙજ્ઞજ્ઞક્ષિફ – ઈજ્ઞીફિલય વફત ક્ષજ્ઞ હશળશતિં નામનું પુસ્તક બતાવતા સુનિતા મેડમે કહ્યું કે ‘મારા તરફથી તમને આજે આટલું જ કહેવાનું હતું. જો કોઈને ઈચ્છા હોય તો આ પુસ્તક વાંચવા માટે લઈ જઈ શકો છો અને એ સાથે મુકેલા ટ્રેકિંગ કેમ્પના ફોર્મ્સ પર પણ નજર નાખી શકો છો.’

આટલું કહી સડસડાટ બહાર નીકળી ગયેલાં સુનિતા મેડમની પીઠ પાછળ શરૂ થયેલો ધીમો ગણગણાટ સાંભળી અંતે જે કોઈ ના કરી શક્યું એ તેર વર્ષની પૂર્ણા ભવિષ્યમાં પણ ફરી કરી બતાવશે એવી આશા એમના મનમાં ઊભરી આવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button