લાડકી

પુખ્તાવસ્થાએ પરફેક્ટ લાઈફની પળોજણ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્વેતા જોષી-અંતાણી

એક બાજુ વિહા એન્ડ ફ્રેન્ડ્સ ડિમ્પી સાથેના કકળાટ પછી અડધી સ્કુલને ભેગી કરી અત્યારે ઈનસાઈડ આઉટ ફિલ્મ જોવામાં મસ્ત અને વ્યસ્ત હતા ત્યારે સ્વાભાવિકપણે એકલી પડી ગયેલી ડિમ્પી પર હવે પોતાની માં એવી પૌલોમી પાસે ગયા વગર છૂટકો નહોતો. પૌલોમી જે ભૂતકાળમાં એક સફળ મોડલ રહી ચૂકેલી તે હવે વ્યવસાયે જેઓની પર્સનાલિટી ડેવલોપમેન્ટ માટે મેન્ટોર બનેલી એવી અતિશય ચાંપલાશની પ્રતિકૃતિ સમાન ચૌદેક વર્ષની ચેરીના રડારમાં ડિમ્પી અચાનક આવી પહોંચી.

ચેરી એક સુંદર, હોંશિયાર, ધનવાન, સુખ-સગવડતાભર્યું રહેણાંક અને ખુશખુશાલ જીવન જીવતી ટીનએજર છે. હસતા-કૂદતાં સોળ વર્ષની જુવાન થયેલી ચેરીને અત્યાર સુધીના જીવનમાં નાની અમસ્તી પણ તકલીફ ઉઠાવવી પડી નથી. સંપૂર્ણપણે તણાવરહિત જીવન પસાર કરતી ચેરી માને છે કે, પોતાની આસપાસના લોકોનું ધ્યાન રાખવું, અન્ય લોકોના પ્રેમ કે લગ્ન માટે યોગ્ય પાત્રની પસંદગી કરવી અથવા તો તેઓમાં ફેશન સેન્સ વિકસાવવાની તેણીમાં કુદરતી આવડત રહેલી છે. જાતને આવા ‘મેકઓવર’ ના કાર્યમાં કુશળ માનતી ચેરીના મનમાં એવું ઠસી જાય છે કે પોતે આ રીતે એક પ્રકારનું સત્કાર્ય કરી રહી છે જેનાથી તેણીને જીવનમાં આનંદ આવે છે પરંતુ અન્યોની જિંદગીઓમાં સુધાર લાવવાના પ્રયત્નોમાં પોતાની અંદર એકલતા છવાય ગઈ છે એનો ખ્યાલ તેણીને રહેતો નથી અને ચેરીને આ વાતનો કોઈ હાલ પૂરતો વસવસો કે ખટકો છે નહીં કારણકે, ચેરી જ્યાં રહે છે એ શહેરનો સૌથી ફેશન મેનિયાક, સ્ટાઈલીશ ધનાઢ્ય લોકોનો એરિયા છે. ચેરીની ખાસ ફ્રેન્ડ એવી ડોલી પણ એજ પ્રજાતિની ફરજંદ. તેઓ માને છે કે “અમે બેસ્ટ ફ્રેન્ડ્સ એટલા માટે છીએ કારણકે અમને બંન્નેને ખ્યાલ છે કે લોકો આપણી ઈર્ષ્યા કરે ત્યારે કેવું લાગે! ચેરી અને ડોલી એક એવી ધનાઢય ટીનએજર્સ છે કે જેને ગાડી પાર્ક કરતાં શીખવું એ માત્ર એટલા માટે જરી નથી લાગતું કારણકે એ જ્યાં પણ જાય ત્યાં વેલે પાર્કિંગની સુવિધા હોવાની.

બંન્નેને સ્કુલમાં સારા ગ્રેડ્સ નથી મળતા એટલે તેઓ ભેગા મળી એકલતામાં રાચતા બે ટીચર્સ વચ્ચે પ્રેમ કરાવવાનું મિશન હાથ પર લે છે જેમાં સફળતા મળતા ચેરની ખુશીનો તો કોઈ પાર નથી રહેતો. તેણીને લાગે છે કે અંગત જીવનમાં ખુશ રહેતા ટીચર્સ માર્ક્સ વધુ સારા આપે છે આથી તેણીએ એક રીતે સમાજસેવાનું કામ કરેલું છે.

એજ કામને આગળ વધારવા તેઓ સ્કુલમાં વિહાના ચાલી રહેલા મિશન ડિમ્પીને પૌલોમીના ક્લાસમા ટ્રાન્સફર કરવા માંગે છે કારણકે, તેઓના મતે ડિમ્પી પોતાની જાત પ્રત્યે બિલ્કુલ ‘ક્લ્યુલેસ’ એટલે કે, અજ્ઞાન છે. ડિમ્પીમાં ચહેરા, વાળ, ચાલ-ઢાલ, હાવભાવ, સ્વભાવ, કપડાં, જ્વેલરી બધી જ રીતે બદલાવની જર છે. પણ, ડોલીને લાગે છે કે પોતાની જેમ સ્ટાઇલીશ લાગવામાં ડિમ્પીની મદદ કર્યા બાદ જો તેણી પોતાના કરતા વધુ પોપ્યુલર થઈ જશે તો?? એનું શું કરવું???

ડિમ્પી પણ હવે વિહા અને ચેરી વચ્ચે બરાબર ફસાઇ હતી. બે માંથી કોનું માનવું ને કોનુ નહીં એ પણ નક્કી કરવામાં એ ગોથે ચડી જતી. સ્કૂલે આવતાં વિહાની કચકચ તો ક્લાસમાં પહોંચતા ચેરીની પળોજણ!

ચેરી, ડોલી, ડિમ્પી કે વિહા બધા પોતપોતાની રીતે એકદમ સરળ ટીનએઈજ ગર્લ્સ છે પરંતુ એ સરળ દેખાતા વ્યકતિત્વોની અંદર ગૂંચવાતી તણાવસ્થાની જટીલતા એટલી જ અસરકારક છે જેટલા તેઓ પોતે.

થોડો સમય ગયો કે વિહા અને ચેરી વચ્ચે હવે છૂપી રીતે અહમનો ટકરાવ શ થયો કારણકે, વિહા બે દિવસ શું અળગી રહી, ડિમ્પીનું મિશન ટેઈક ઓવર કરતા ચેરીને વાર લાગી નહીં એટલે તેણીને થયું કે આ ચેરી છે કોણ પહેલા તો મારે એના વિષે તપાસ કરવી પડશે. એકાદ અઠવાડિયાં ખાંખાંખોળા કર્યા બાદ વિહાના હાથે જે માહિતી લાગેલી એ મુજબ ચેરી પોતાના પિતા સાથે એકલી રહે છે, પરંતુ તેની દુનિયામાં લોકોની કોઈ કમી નથી. આમ પણ તેણી જેવું બીજુ કોઈ છે નહી અને પોતે ધારે ત્યારે લોકો પાસેથી ચાલાકીપૂર્વક કામ કઢાવી શકે છે એ માન્યતા થકી સખ્ત આત્મવિશ્વાસમાં રાચતી રહેતી ચેરી ઉત્સાહી, નવીસવી યુવાન બનેલી થોડી અટપટી એવી યુવતી છે.

અટપટા સ્વભાવની વાત આવે ત્યારે એવું લાગે કે, સમાજનો કોઈપણ વર્ગ હોય ટીનએજર્સની અમુક ખાસિયતો ક્યારેય બદલાતી નથી હોતી. જેમ વિહાને પોતે અન્યો કરતા પરફેક્ટ લાગતી એમ ચેરી પોતાની જાત અને જિંદગીને સુપર પરફેક્ટ માનતી. ઘણી વખત યુવતીઓના મનમાં પોતાની `પરફેક્ટ લાઈફ’ નું પિક્ચર એટલું દ્રઢપણે છપાઈ ગયું હોય છે કે તેઓને એમ લાગે કે, એની નજીક આવનાર દરેકનું જીવન પોતે જ પરફેક્ટ બનાવી શકશે.

તણાવસ્થાએ પોતાના જીવન કરતાં અન્યોના જીવન માટે અમુક અગત્યના નિર્ણય લઈ લેવાનો સ્વભાવ ક્યારેક કેવા ગોટાળા ઉત્પન્ન કરે એ આ વિહા અને ચેરી જેવી યુવતીઓની ડિમ્પીના જીવનને ટેઈક ઓવર કરવાની ઘેલછા થકી સમજી
શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker