લાડકી

ઓવરઓલ લુકમાં વધારો કરે છે કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

દરેક મહિલાને બીજી મહિલા કરતાં અલગ જ દેખાવું હોય છે. આ દેખાદેખીમાં એ પોતાનાં ગારમેન્ટ રિપીટ કરવા પણ નથી માગતા. ખાસ કરીને સાડી. સાડીમાં કોનું બ્લાઉઝ સૌથી ફેશનેબલ અને કોનું બ્લાઉઝ અલગ તેની ચડસાચડસી અંદરો અંદર ચાલુ જ હોય છે. બ્લાઉઝમાં ઘણી વેરાઈટી આવે છે. કોટન બ્લાઉઝ પહેરવું કે ફેન્સી બ્લાઉઝ એ તમે તમારી સાડી પરથી ડિસાઈડ કરી શકો. સાડીનો ઉઠાવ બ્લાઉઝના કારણે જ આવે છે. કોઈનું અલગ અને ફેશનેબલ બ્લાઉઝ જોઈને આંધળું અનુકરણ કરવું નહિ. તમારા બોડી ટાઈપ પ્રમાણે બ્લાઉઝની પેટર્ન અને બ્લાઉઝના ફેબ્રિકની પસંદગી કરવી.

સૌ પ્રથમ સાડીના ટાઈપ પરથી નક્કી કરવું કે સાડી સાથે
આવેલું મેચિંગ બ્લાઉઝ પહેરવું છે કે સાડી કરતાં કોન્ટ્રાસ્ટ-વિરોધાભાસી હોય એવું બ્લાઉઝ પહેરવું છે. પ્રિન્ટેડ બ્લાઉઝ
માટે કલમકારી, ધાબુ પ્રિન્ટ, વારલી પ્રિન્ટ, ખન્ડ, જોમેટ્રીક કે કોટન મલ વગેરે પ્રિન્ટનો ઉપયોગ કરી શકો. જો તમારી સાડી કોટનની હોય તો તેની સાથે સાડીમાં આવેલું મેચિંગ બ્લાઉઝ
તો સારું જ લાગશે, પરંતુ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ એક અલગ ઓળખ ઊભી કરશે.

કોટન ફેબ્રિકમાં પણ પ્લેન કોટન ફેબ્રિકનો વપરાશ ઓછો
કરવાનો અને પ્રિન્ટેડ કોટન ફેબ્રિક વધારે વાપરવાનું, જેમકે જો તમારી સાડી પ્લેન હોય અને તેમાં ગંગા-જમના બોર્ડર હોય
તો આવી સાડી સાથે કોટન ફેબ્રિક પર ફ્લોરલ પ્રિન્ટ હોય તેવું બ્લાઉઝ સારું લાગશે અથવા તો જોમેટ્રીક પ્રિન્ટનું બ્લાઉઝ પણ પહેરી શકો.

પ્લેન સાડી સાથે જયારે પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરવામાં આવે
છે તો તેનો ઉઠાવ વધારે સારી રીતે આવે છે. સરત માત્ર એટલી કે પ્રિન્ટેડ બ્લાઉઝ સિલેક્ટ કરતી વખતે પ્રિન્ટ કેવી લેવી, કેટલી નાની કે મોટી પ્રિન્ટ લેવી તેનું ખાસ ધ્યાન
રાખવું, જેમ કે સાડી જો પ્લેન હોય તો તમે થોડી બ્રોડ પ્રિન્ટ લઇ શકો.

જો સાડીમાં બ્રોડ પ્રિન્ટ હોય તો ઝીણી પ્રિન્ટવાળું બ્લાઉઝ પહેરી શકો. પ્રિન્ટ સિલેક્શન પછી બ્લાઉઝની પેટર્ન કેવી લેવી તે ખાસ ચીવટ માંગી લે છે, જેમકે બ્લાઉઝની સ્લીવ્સ કેટલી રાખવી, નેક લાઈન કઈ સિલેક્ટ કરવી વગેરે.

કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ સ્લીવલેસ, એલ્બો સ્લીવ્સ, થ્રિ ફોર્થ સ્લીવ્સ કે પછી ફૂલ સ્લીવ્સનું સારું લાગી શકે. તમારી પર્સનાલિટીને આધારે તમારે બ્લાઉઝની સ્લીવ્સ કેટલી રાખવી તે સિલેક્ટ કરી શકો.

જો તમારું શરીર સુડોળ હોય તો તમેં સ્લીવલેસ બ્લાઉઝ પણ પહેરી શકો. સ્લીવ લેસ બ્લાઉઝ યન્ગ યુવતીથી લઈને મેચ્યોર મહિલા એમ બધા પર સારું
લાગી શકે. સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાથી એક સ્માર્ટ લુક આવે છે. સ્લીવલેસ બ્લાઉઝ સાથે વી-નેકલાઇન ખૂબ સુંદર લાગે છે અથવા તો હાઈ નેક પણ પહેરી શકો.

કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. જો તમે કોન્ફિડન્ટ ન હોવ તો તમારે કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ ન પહેરવું. કોટન બ્લાઉઝમાં એલ્બો સ્લીવ્સ વધારે સ્માર્ટ લાગે છે.

જો તમારું શરીર ભરેલું હોય તો એલબો સ્લીવ્સ તમારા હાથને કવર કરશે અને તમારા હાથ ખરાબ પણ નહીં લાગે. એલ્બો સ્લીવ્ઝ દરેક વયની મહિલા પર સારું લાગી શકે.
એલ્બો સ્લીવ્સમાં પ્રિન્ટેડ ફેબ્રિક વધારે દેખાય એટલે બ્લાઉઝ સાડી સાથે કઈ રીતે મિક્સ એન્ડ મેચ કર્યું છે તે પણ દેખાય. થ્રી ફોર્થ સ્લીવ્ઝના બ્લાઉઝ પહેરવાથી થોડો મેચ્યોર લુક આવે છે. તેથી ૪૦ પછીના વયની મહિલાઓને થ્રી-ફોર્થ બ્લાઉઝ ખૂબ જ સારા લાગે છે.

થ્રી-ફોર્થ સ્લીવ્સના બ્લાઉઝમાં જો હાઈ નેક પણ શોભે છે. જે મહિલા મોટા હોદ્દા પર હોય તેને આવા બ્લાઉઝ સૂટ થાય છે. જો તમે થ્રિ-ફોર્થ સ્લીવ્ઝ કરાવો તો તેની સાથે બ્લાઉઝની લેન્થ થોડી લાંબી રાખી સાઈડ પર ૨ ઇંચની સ્લીટ પણ આપી શકો, જો તમારી હાઈટ બહુ ના હોય તો થ્રિ-ફોર્થ લેન્થની સ્લીવ્ઝ ન પહેરવી અને બ્લાઉઝની લેન્થ પણ લાંબી ન રાખવી નહિ તો હાઈટ વધારે શોર્ટ લાગશે.

જો તમારું શરીર ભરેલું હોય અને સારી એવી હાઈટ હોય તો થ્રી
ફોર્થ સ્લીવ્ઝ અને પ્રમાણમાં
લાંબું બ્લાઉઝ તમને ખૂબ જ શોભશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button