ઈન્ટરવલ

વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવતાદુનિયાના સૌથી રોમેન્ટિક શહેરો

પ્રેમ પ્રવાસ -સમીર ચૌધરી

જે તમે વિચારી રહ્યા હોવ કે પોતાની ડેટ સાથે આ વેલેન્ટાઇન ડે પર કઇ જગ્યા પર જઇએ તો મારી ભલામણ છે કે યાર, કાંઇક નવું કરો. રેસ્ટોરન્ટમાં લંચ, ફિલ્મ…વગેરે આઇડિયા ખૂબ જૂના થઇ ગયા છે. શહેરી જંગલને છોડીને બહાર નીકળીને કોઇ પાર્કમાં પિકનિક મનાવવાનો આઇડિયા પણ જૂનો થઇ ગયો છે. વિશ્ર્વમાં એટલા રોમેન્ટિક શહેર છે કે જેમાંથી કોઇ એક શહેરમાં જતા રહો, હાથમાં હાથ નાખીને ચાલતા રહો. ઝરણા, તળાવો, ઐતિહાસિક સ્થળો અને અદ્ભુત નજારાઓનો આનંદ લો. શું કહ્યું, આવાં શહેરો અંગે તમને જાણકારી નથી? ચિંતા કેમ કરો છો જ્યારે હું અહીં હોઉ તો ચિંતા છે. હાલમાં હું તમને વિશ્ર્વના ટોચનાં પાંચ રોમેન્ટિક શહેરો અંગે જણાવીશ જેથી તમારો આ વેલેન્ટાઇન ડે આખી જિંદગી માટે યાદગાર બની જાય. આ જગ્યાઓ પરંપરાગત વિચારથી અલગ છે, પરંતુ એકવાર તમે તેનો અનુભવ કરી લેશો તો વારંવાર ત્યાં જવાનું મન થશે.

બરફથી ઢંકાયેલા એલ્પ્સ અને લ્યૂસર્ન સરોવરની વચ્ચે છે સ્વિઝરલેન્ડનું ખૂબ જ સુંદર આકર્ષક અને રોમેન્ટિક શહેર લ્યૂસર્ન, જ્યાં પગ મૂકતા જ એવું લાગશે કે તમે મધ્યયુગમાં પહોંચી ગયા હોય. આ શહેરમાં પ્રેમીઓ માટે શું નથી- ૧૩૩૩માં બનેલો ચૌપાલ બ્રિજ જે લગભગ હંમેશાં ફૂલોથી સજાયેલો રહે છે. જૂના શહેરનો અદ્ભુત ચોક, જેસુઇટ ચર્ચ જે સ્વિઝરલેન્ડની પ્રથમ બારોક ચર્ચ છે અને સૂવા માટે દુનિયાની સૌથી રોમેન્ટિક સ્થળ વિલે હોનેગ જે સિટી સેન્ટરની બહાર છે. ૧૯૦૫માં બનેલા આ મેન્શન હવે હોટલ છે, જેમાં આઉટડોર હીટિડ પૂલ છે જ્યાંથી પહાડો અને નીચે સરોવરનો શાનદાર નજારો જોવાલાયક હોય છે.

ફ્રાન્સનો એક્સ-એન-પ્રોવેન્સ માસ્ટર પેન્ટર સેઝાનનું જન્મસ્થળ છે. એટલા માટે આ સ્થળની મુલાકાત લેવી સરળ છે જેને તેની પેઇન્ટિંગે જીવન આપ્યું છે. આ શહેરમાં તમે ફક્ત કેફેમાં જ રિલેક્સ કરી શકતા નથી, પરંતુ સ્થાનિક અડ્ડાઓ પણ છે જેમ કે મોનિંગ માર્કેટ. જોકે મને સૌથી વધુ સારુ ક્રોઇસ્સન્ટ ફરીનોમાન ફાઉમાં લાગ્યું હતું. પછી તમે એક્સને દ્રાક્ષના બગીચાઓ, ખુશ્બૂદાર લેવેન્ડરનાં ખેતરો અથવા ગરમ પાણીના ઝરણામાં પણ જઇ શકો છો જેને હજારો વર્ષ અગાઉ રોમનોએ તૈયાર કર્યા હતા. દક્ષિણ ફ્રાન્સ આનંદના બગીચા જેવું છે. જ્યાં સુંદર, શેવાળથી ઢંકાયેલા ફુવારાઓ દરેક ખૂણામાં જોવા મળે છે. રોમેન્ટિંક આઉટિંગમાં કાંઇ ગળ્યું ખાવાનું મન થાય છે. એટલા માટે નાસ્તા તરીકે કાલિસ્સોંન્સ ખાવું જોઇએ જે આઇસિંગના લેયર સાથે ફળો અને બદામમાંથી તૈયાર કરવામાં આવે છે.

સાલ્ઝબોર્ગ, ઓસ્ટ્રિયામાં જવાનું એવું કહેવાય છે કે જાણે કોઇ સુંદર તસવીરમાં પગ મૂકી દીધો હોય. તેનો હજારો
વર્ષોનો સંગીતનો ઇતિહાસ છે. (જૂલી એન્ડ્રુઝ અને મોજાર્ટ અંગે વિચારો) આ શહેરમાં આયોજિત ઓપેરા, મ્યૂઝિકલ્સ અને ક્ધસોર્સ તમારા દિલમાં પ્રેમની એવી આગ પ્રગટાવશે જેવી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં ઓપેરા જોયા બાદ આમિર ખાનના દિલમાં પ્રીતિ ઝિંન્ટા માટે લાગી હતી. શલોંસ મીરાબેલ ૧૭મી શતાબ્દીનો પેલેસ છે, જે પોતાના માર્બલ હોલ, બારોક શૈલીના મીરાબેલ ગાર્ડન્સ માટે જાણીતું છે. જેમાં પેગાસસ ફાઉન્ટેન અને રોઝ અને ડ્વાર્ફ ગાર્ડન્સ પણ છે. નવજાગરણ શૈલીના શલોસ બેલબર્નમાં ગજેબો છે જેનાથી ‘સાઉન્ડ ઓફ મ્યૂઝિક’માં પ્રેમીઓને આકર્ષિત કરે છે. પથ્થરોની ઉપર બનેલા કિલ્લામાં ચઢી જાવ અને પછી નીચે ચમકતા શહેરનો નજારો જુઓ. આ કિલ્લો મધ્યયુગના યુરોપની સર્વોત્તમ કૃતિ છે. જો તમારા પાર્ટનરને તેનાથી પણ વધુ ઊંચાઇ પર લઇ જાવ છો તો અન્ટર્સબર્ગ પર કેબલ કાર લઇ લો અને પછી સલ્જબર્ગ અને સલ્જક નદીનો નજારો જુઓ.

જ્યોર્જિયાના દરિયાના કિનારાના શહેર સેવન્નાહમાં જાદુ છે. અનેક માળની એન્ટિલેબમ બિલ્ડિંગ્સ અને ઓકના પ્રાચીન ઝાડ જેના પર સ્પેનિશ મોસ લપેટાયેલી હોય છે. જે વિચિત્ર અને આકર્ષક બનાવે છે. પછી આ શહેરમાં ભૂત કથાઓ પણ છે. શહેરના ચોકમાં મૂર્તિઓ અને બેન્ચ છે. આ શહેરનો ઉપયોગ ક્યારે સમુદ્રી લૂંટેરાઓ તસ્કરી માટે કરતા હતા. પરંતુ આજે રિવર સ્ટ્રીટ પર કેન્ડી સ્ટોર્સ છે જ્યાં ઘરમાં બનાવેલી વસ્તુઓ મળે છે. અહીં હેન્ડક્રાફ્ટ લેધર શોપ્સ સિવાય મધ સ્ટોર્સ પણ છે જેનાથી આ શહેરની ‘મીઠી ખ્યાતિ’ યથાવત્ છે.

સવિલ, અન્દલૂસિયાના સ્ટાર છે, જેના કોબલસ્ટોન સ્ટ્રીટ્સના કિનારા પર જાંબલી જકારંદા અને ખુશ્બૂદાર સંતરાના ઝાડ છે. યાદગાર તસવીર લેવા માટે તરિઅનાના જાણીતી સિરેમિક શોપ્સમાં જાવ અને કૈથેડ્રલ ઓફ સેન્ટ મેરીના લા ગિરાલ્ડા ટાવર પર ચઢો. વેટિકન બાદ આ દુનિયાનું બીજું સૌથી મોટું ચર્ચ છે. બપોરે અલ અલ્કૈઝર પેલેસમાં વિતાવો અને મૂર યુગના શાનદાર આર્કિટેક્ચર અને ગાર્ડન્સને નિહાળો જ્યાં ગેમ્સ ઓફ થ્રોન્સનું શૂટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે તમે મર્કાના બદામ અને તાજાં ફળોનો આનંદ લેતા શહેરમાં ફરતા હશો તો રસ્તા પર અનેક પરંપરાગત ફ્લામેંકો પરફોર્મન્સ પણ જોવા મળશે. જ્યારે રાત પડશે તો આ શહેર ચમકવા લાગશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ