ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ટાપુ અબજો ડૉલર આપીને ખરીદવા માગે છે?
પ્રાસંગિક -અમૂલ દવે
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજી 20 જાન્યુઆરીએ હોદ્દો સંભાળવાના છે, પરંતુ ટ્રમ્પ જાણે વિશ્વ સમ્રાટ હોય એમ બધાને ધમકાવી રહ્યા છે. એમણે ગ્રીનલેન્ડ, કેનેડા અને પનામા નહેર પર કબજો જમાવવાની અને હસ્તગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે એ લશ્કરી બળનો ઉપયોગ કરવાની અને ટેરિફ લાદવાની વાત ઉચ્ચારે છે. ટ્રમ્પની ધમકીથી ડેન્માર્ક હચમચી ગયું છે. ગ્રીનલેન્ડ એક સ્વતંત્ર દેશ નથી અને એના પર ડેન્માર્કનો કબજો છે. ટ્રમ્પે આર્થિક સુરક્ષા માટે ગ્રીનલેન્ડ ખરીદવાની રુચિ દાખવી છે. ડેન્માર્કના વડા પ્રધાન મેટા ફ્રેડરિકસેન કહે છે કે ગ્રીનલેન્ડ ત્યાંના નાગરિકોનો છે અને એ અમે વેચવા મૂક્યો નથી. બીજી બાજુ એવા પણ અહેવાલો છે કે ડેન્માર્કે અમેરિકાને ગુપ્ત રીતે ઓફર મોકલી છે.
આ પણ વાંચો: કહો, પૃથ્વીના ગોળા પર કેટલા ખંડ છે, સાત કે છ?
ગ્રીનલેન્ડના નેતા મુટે ઈજડે કહે છે કે હું ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર છું. જોકે આ સાથે એ પણ કહે છે કે હું અમારી ટેરિટરી અમેરિકન બને એની ફેવરમાં નથી. અમે સ્વતંત્ર બનવા માગીએ છીએ. અમારા ક્ષેત્રના માસ્ટર બનવા માગીએ છીએ.
ગ્રીનલેન્ડ 18મી સદીથી ડેન્માર્કની વસાહત છે.1953માં ગ્રીનલેન્ડ સ્વ શાસન કરનારો દેશ બન્યો હતો. ગ્રીનલેન્ડે 2009માં સ્વતંત્ર બનવાનો હક્ક મેળવ્યો છે. જોકે આ માટે જનમત લેવો પડે એવી શરત છે. ગ્રીનલેન્ડ તેના સંરક્ષણ માટે ડેન્માર્ક પર આધાર રાખે છે. અમેરિકા માટે ગ્રીનલેન્ડને બળપૂર્વક હસ્તગત કરવું અતિ આસાન છે. ગ્રીનલેન્ડમાં અગાઉથી અમેરિકાનું લશ્કરી મથક છે. હવે સવાલ એ છે કે અમેરિકા અને ડેન્માર્ક બન્ન ‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (સાચો ઉચ્ચર: નાટો )’ નામના લશ્કરી જોડાણના સભ્ય દેશ છે. ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર આક્રમણ કરશે તો ‘નાટો’ની કલમ- પાંચનો ભંગ થશે. આ કલમ પ્રમાણે જો કોઈ ‘નાટો’ દેશ બીજા નાટો’ દેશ પર હુમલો કરે તો ‘નાટો’નું અસ્તિત્વ જ ખતમ થઈ જા