જાપાનના વડા પ્રધાને કેમ રાજીનામું આપ્યું?
બાઈડનની જેમ જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા એરેટિંગ પડતાં વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાનો ઈરાદો જાહેર કર્યો છે. ત્રણ વર્ષ સત્તા પર રહ્યા બાદ એમની વિદાયનો તખ્તો ગોઠવાઈ ગયો છે. એમણે જાહેર કરી દીધું છે કે આવતા મહિનાની પક્ષના પ્રમુખપદની રેસમાં ઊભા નહીં રહે. બાઈડને પક્ષ અને દેશ માટે ખસી જવાની જાહેરાત કરી હતી. એ જ પ્રમાણે ફુમિયો પક્ષમાં બદલાવ લાવવા આવી જાહેરાત કરવાનો દાવો કરે છે. એ કહે છે કે એ જરૂરી છે કે એમનો પક્ષ ‘લિબરલ ડેમોક્રેટિક પાર્ટી’ નવા રૂપરંગમાં જોવા મળે.
પ્રાસંગિક -અમૂલ દવે
વિશ્ર્વભરમાં આજકાલ ઘણી ઊથલપાથલ જોવા મળે છે. બાંગ્લાદેશનાંં વડાં પ્રધાન શેખ હસીનાને સ્ટુડન્ટસ-આંદોલનને લીધે વડા પ્રધાનપદઅને દેશ બન્ને છોડવા પડ્યાં છે. ઈંગ્લેન્ડમાં સત્તા પરિવર્તન થયું છે. રૂઢિચુસ્ત પાટી સામાન્ય ચૂંટણી હારી ગઈ છે અને લેબર પાર્ટી સત્તા પર આવી છે. ફ્રાન્સમાં પ્રેસિડન્ટ મેક્રોનની હાલત નાજુક છે. અમેરિકામાં પ્રમુખ જો બાઈડેન એમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ડિબેટમાં કંગાળ દેખાવ બાદ પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા છે. ડેમોક્રેટિક પાર્ટીએ ઉપપ્રમુખ અને ભારતીય મૂળનાં કમલા હેરિસનેઉમેદવાર બનાવ્યા છે. નેપાળમાં પ્રચંડે રાજીનામું આપ્યું છે અને એમના સ્થાને ઓલી વડા પ્રધાન બન્યા છે.
બાઈડેનની જેમ જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા એરેટિંગ પડતાં વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાનો ઈરાદો જાહેર કર્યો છે. ત્રણ વર્ષ સત્તા પર રહ્યા બાદ એમની વિદાયનો તખ્તો ગોઠવાઈ ગયો છે. એમણે જાહેર કરી દીધું છે કે આવતા મહિનાની પક્ષના પ્રમુખપદની રેસમાં ઊભા નહીં રહે. બાઈડેને પક્ષ અને દેશ માટે ખસી જવાની જાહેરાત કરી હતી. એ જ પ્રમાણે ફુમિયો પક્ષમાં બદલાવ લાવવા આવી જાહેરાત કરવાનો દાવો કરે છે. એ કહે છે કે એ જરૂરી છે કે એમનો પક્ષ ‘લિબરલ ડેમોક્રેટિક પાર્ટી’ નવા રૂપરંગમાં જોવા મળે. આના પ્રથમ પગથિયા તરીકે એ જરૂરી છે કે હું ખસી જાઉ. આ કારણથી મેં ભારે હૃદયે આ નિર્ણય
લીધો છે. રાજકીય સુધારા લાવવા જરૂરી છે. લોકોનો વિશ્ર્વાસ રાજકારણમાં અનિવાર્ય છે.
એમના પક્ષની ૧૯૫૫માં સ્થાપના થઈ ત્યારથી એ સત્તામાં છે. તાજેતરના મહિનામાં આ પક્ષ દાયકાના સૌથી મોટા કૌભાંડમાં સંડોવાયેલ છે. વિવિધ કૌભાંડોએ એમની સરકારનો ભરડો લીધો છે. વડા પ્રધાનનું રેટિંગ ૨૦ ટકા જેટલું તળિયે બેસી ગયું છે. ફુમિયો ૧૯૪૫થી જોઈએ તો વડા પ્રધાન તરીકે ૧૦૦૦ દિવસ પૂરા કરનાર આઠમા વડા પ્રધાન છે…એમના શાસન દરમિયાન આર્થિક અવ્યવસ્થાના કારણે જાપાનનું ચલણ યેન પણ સતત ગગડી રહ્યું છે. બીજી તરફ, આર્થિક સ્થિતિ સુધારવા માટે કિશિદાએ નવેમ્બરમાં ૧૭ ટ્રિલિયન યેનનું એક ખાસ પેકેજ પણ જાહેર કર્યું હતું, પણ એનાથી પણ કોઇ ફેર દેખાયો નહીં. જાપાનમાં આવી બધી પરિસ્થિતિના કારણે ફુમિયો કિશિદાના પદ ત્યાગની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. ડિસેમ્બર, ૨૦૨૩નો ‘જાપાન ટાઈમ્સ’નો એક રિપોર્ટ જણાવે છે કે કૌભાંડોમાં ઘેરાયેલા કિશિદા પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યાં છે અને જો સ્થિતિ યથાવત્ રહી તો તેમની પાસે પદ છોડી દેવા સિવાય કોઇ વિકલ્પ બાકી નહીં રહે.
ટૂંકમાં જોઈએ તો કારણો ઘણાં છે. આમ પણ એ ચૂંટણી લડે તો આ સંજોગોમાં એમની જીતવાની શક્યતા નહિવત છે, કારણ કે દેશના લોકો તો ઠીક, પણ એમની પોતાની જ પાર્ટીમાંથી જબરો વિરોધનો થઈ રહ્યો છે.
આ બધા વચ્ચે જાપાનમાં એક ચર્ચ સ્કેન્ડલ પણ ચર્ચામાં છે. કહે છે કે, એક વિવાદિત ચર્ચ સાથે પાર્ટીના સંબંધ પણ સામે આવ્યા છે, જેનું જોડાણ પૂર્વ વડા પ્રધાન શિન્જો આબેની હત્યા સાથે હોવાના આરોપ થઈ રહ્યા છે.
ફુમિયોને એમના પુરોગામી યોશિહિદે સુગાને ‘એલડીપી’ના નેતા તરીકે ચૂંટણી લડતા ખસી જવું પડ્યું હતું. આને લીધે શિન્જો એબેપક્ષનાનેતા બન્યા હતા. આબેએ સપ્ટેમ્બર ૨૦૨૦માં રાજીનામું આપ્યું હતું.
ફુમિયો રિ-ઈલેકશન માટે ઉત્સુક હતા, પરંતુ પક્ષનીઅંદર એમનો વિરોાધ થયો ઉપરાંત એમની લોકપ્રિયતા તળિયે જતાં તેમને ખસવાની પરજ પડી છે. એમના પક્ષના બે વગદાર જૂથોપર આવક અને ખર્ચ યોગ્ય રીતે જાહેર ન કરવાનો આક્ષેપ કરાયો છે. અમુક કિસ્સાઓમાં રાજકીય ભંડોળનો અમુક ભાગ નેતાઓને કટકી તરીકે આપવામાં આવ્યો હતો. ફુમિયોએ ગયા વર્ષે તેમના અનેક પ્રધાનોને પાણીચું આપીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યોહતો, પરંતુ એમનુંઆ પગલુંલોકોનોવિશ્વાસ જીતી શક્યુંનહોતું. એમના કેબિનેટને૮૦ ટકા નારાજગી ઓપિનિયન પોલમાં જોવા મળી હતી. આટલું અધુરું હોય તેમ અનેક ટોચના અમલદારોએ ચૂંટણીના નિયમોનો ભંગ કર્યો હતો અને લઘુમતી સામે ઉગ્ર ટિપ્પણી કરી હતી.
આબેએ ૨૦૨૦માં નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામું આપ્યું હતું. એમને સ્થાને સુગા આવ્યા હતા. ૨૦૨૧માં ફુમિયોએ એમનું સ્થાન લીધું હતું. ફુમિયોએ કરપ્શન નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. એમણે ભ્રષ્ટ સાંસદો સામે પગલાં લીધા હતા. જાપાનનું અર્થતંત્ર નબળું પડતાં અને યેન અમેરિકન ડોલર સામે નીચે જતાં એમની આર્થિક નીતિઓની ટીકા થઈ હતી. પડી ગયો છે.
છેલ્લા કેટલાએ સ્મયથી મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્ય પદાર્થો અને ઈંધણના ભાવ વધી ગયા છે. જાપાનમાં સૌથી વધારે વૃદ્ધ છે. જન્મદર નીચે જઈ રહ્યો છે. જનસંખ્યાનું ગણિત વિરુદ્ધમાં કામ કરી રહ્યું છે. ફુકિમોએ જન્મ દર વધારવા કાયદો પસાર કર્યો હતો. એમને ચાઈલ્ડ એલાવન્સ અને પેરેન્ટલ લીવ વધારી હતી.
સૌથી મુખ્ય સવાલ એ છે કે ચોથા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશમાં હવે શું થશે.? વિરોધ પક્ષો સત્તા પર આવે એવી કોઈ સંભાવના નથી. એલડીપીને નવા નેતાઅને જાપાનને નવા વડા પ્રધાન મળશે. સપ્ટેમ્બરમાં પક્ષના વડાની ચૂંટણી થશે. એલડીપીના સેક્રેટરી જનરલ અને ડિજિટલ મિનિસ્ટર તો શિમત્સુ મોટેગી અને એેલડીપીના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ શિગેરુ ઈશિબા વચ્ચે રેસ થાય એવી સંભાવના છે. નવા વડા ચૂંટાઈ ગયા બાદ સંસદનું સત્ર યોજાશે બન્ને ગૃહોમાં મહત્તમ મત મેળવનાર વડા પ્રધાન બનશે.