ઈન્ટરવલ

અડીને આવેલી દીવાલ પર જો પાડોશી બારી બનાવવા માગે તો શું કરશો?

ફોકસ -પ્રભાકાંત કશ્યપ

કેટલાક પાડોશી સ્વભાવથી ઝઘડાખોર હોય છે. જો દુર્ભાગ્યવશ આવા પાડોશી તમારે માથે પડ્યા હોય તો એમનાથી છુટકારો મેળવવા ક્યારેક તમારે કાનૂની આશ્રય લેવો પડી શકે છે. માની લો કે તમારો પાડોશી તમારી સાથે અડીને આવેલી દીવાલ પર બારી બનાવવાનો પ્રયત્ન કરે જેનાથી તમારી પ્રાયવસી છીનવાઈ જતી હોય તો,સૌથી પહેલા તો વિનમ્રતાથી કહો કે એ આવું ન કરે. કેમકે કોઈ કોઈની પ્રાયવસી ભંગ ન કરી શકે. પરંતુ જો તમારો પાડોશી કોઈ રીતે તમારી વાત સાંભળવા તૈયાર ન હોય,સાથે વાતવાતમાં અક્ક્ડ વલણ અપનાવતો હોય,તો પ્રતિક્રિયામાં અક્કડ થવાને બદલે પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. પોલીસના વચ્ચે પડવાથી જો એને વાત સમજાઈ જાય અને તમારા આંગણા માં બારી બનાવવાનું બંધ કરે તો ઠીક છે નહીં તો તમે મ્યુનિસિપાલિટી જઈ શકો છો, પરંતુ જો અહીં પણ કામ ન થાય તો તમે સીધા મેજિસ્ટ્રેટ પાસે જઈને આઇપીસીની કલમ ૨૬૮ અંતર્ગત અરજી કરી શકો છો.

આના પર મેજિસ્ટ્રેટ સ્થાનિક પોલીસ અથવા મ્યુનિસિપાલિટીને એક્શન લેવા આદેશ આપશે. આઇપીસીની ધારા ૨૯૦ અંતર્ગત પાડોશી વિરુદ્ધ કોર્ટમાં દંડ વસૂલવાનો પણ અધિકાર છે,પહેલા ૨૦૦ રૂ. અને પછી કોર્ટ દંડની રકમ વધારી શકે છે. પણ સૌથી પહેલા એ જાણી લો કે શું તમારો પાડોશી તમારી સાથે અડીને આવેલી દીવાલમાં બારી બનાવી શકે છે? તો એનો કાનૂની જવાબ છે ના. પરંતુ એ પોતાની જમીન પર ઓછામાંઓછુ ત્રણ ફૂટનું અંતર રાખીને દીવાલ બનાવી શકે છે અને એના પર બારી બનાવી શકે છે. જો કે અલગ અલગ ક્ષેત્રની મ્યુનિસિપાલિટીમાં અલગ અલગ નિયમ છે. છતાં કોઈપણ મ્યુનિસિપાલિટી અથવા ગ્રામસભા ક્ષેત્રમાં પાડોશી સાથે જોડાયેલી દીવાલ પર કોઈને બારી બનાવવાનો કાનૂની અધિકાર નથી. એને જગ્યા રાખવી જ પડશે.

પરંતુ એના માટે તમારે બે કામ કરવા પડશે, એક તો એના બારી બનાવતા પહેલા જ એને રોકવા માટે જરૂરી પગલાં લેવા પડશે. જો કોઇ રીતે તમે એ સમયે નથી કરી શકતા; જેમકે માની લો કે તમે ઘરમાં હાજર નથી અને ત્યારે પાડોશી તમારી સાથે અડીને આવેલી દીવાલ પર બારી બનાવી દે, તો પણ તમે કાનૂની પગલાં લઇ શકો છો. એના માટે તમારે એના ફોટો પાડી લેવા પડશે. જો તમારો પ્લોટ હોય અને એમાં પાડોશી મકાન બનાવવા માંગતો હોય તો પહેલા જ એની સાથે સ્પષ્ટતા કરી લો કે તમારી દીવાલ સાથે અડીને આવેલી દીવાલ પર બારી ન બનાવે. જો એ કહે કે હું કોઈપણ રીતે બારી બનાવીશ તો એને કહી દો કે કમસેકમ ત્રણ ફૂટ છોડીને એનું ઘર બનાવે અને એમાં બારી બનાવે. પરંતુ જો એ આમ પણ ન માને તો એનું ઘર બનાવતા પહેલા જ પોલીસમાં ફરિયાદ કરી શકો છો અને જો પોલીસ કોઈ પગલાં ન લે તો મેજિસ્ટ્રેટ પાસે જઈ શકો છો.

પાડોશીએ પોતાના ઘરમાં બારી બનાવવા માટે ત્રણ ફૂટની જગ્યા છોડવી પડશે. પરંતુ જો એ ત્રણ ફૂટ છોડેલી જમીન પર બનાવેલી દીવાલ પર બારી બનાવે તો તમે એ ફરિયાદ નથી કરી શકતા કે એ તમારી પ્રાયવસી ભંગ કરે છે ત્યારે તમારે તમારી પ્રાયવસીની રક્ષા પોતાની રીતે કરવી પડશે, જેના માટે તમે થોડા ઉપાયો કરી શકો છો.

  • જો તમારી દીવાલ પર બારી છે તો ઈચ્છો તો એ બારીને કાયમ માટે બંધ કરી દો જેથી પાડોશીની બધી ઈચ્છા અધૂરી રહી જશે. જો આવું ન કરવા માગતા હો તો તમારી બારી પર તમે અપારદર્શી ફિલ્મ લગાવી દો, જેથી પાડોશી પ્રયત્ન કરવા છતાં કંઈ ન જોઈ શકે.
  • એક ઉપાય એ પણ કરી શકાય તમે તમારી બારી પર એવા કાચ લગાવી દો, જેથી તમે બહાર જોઈ શકો પરંતુ પાડોશી ઈચ્છા હોવા છતાં અંદર ન જોઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button