ઈન્ટરવલ

તસવીરની આરપાર : વડોદરા (ટહુકો નગરી)ના ઈતિહાસ ને કલાત્મક વારસા પર દૃષ્ટિપાત કરીએ…

-ભાટી એન.

ગુર્જર વસુંધરા ગુજરાતનું અતિ રમણીય સંસ્કાર નગરી, કલાનગરી વડોદરામાં લાઈફસ્ટાઈલ નિરાળી છે. કલાકારોમાં ગુજરાતના મૂર્ધન્ય લેખક ગુણવંત શાહ વડોદરામાં રહેતા હતા અનેે તેમના આશિયાનાનું નામ ‘ટહુકો’ છે. આથી મને વડોદરા (ટહુકો નગરી) લાગે છે…! આ નગર ગાયકવાડ વંશના મરાઠા વડોદરા રાજ્યનું પાટનગર હતું.

ગુજરાતનાં તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સમાજ મોટો જોવા મળે છે. વિશ્ર્વામિત્રી નદીના કિનારે વસેલું નગર છે જેનું જૂનું નામ ‘વટવટૂ’ છે…! વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઊતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે.! વિશ્ર્વામિત્ર નદીના કિનારે ઘણા વડ (સંસ્કૃત: વટવૃક્ષ)નાં ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કાળક્રમે અપભ્રંશ થતાં થતાં વડોદરા થઈ ગયું છે.

આથી વડોદરા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશતા વિરાટ રેલવેને સોળે શણગાર સજાવી નાવીન્યતા લાવી છે. એકસ્ટ્રા ઓર્ડિનરી સ્ટેશન બહાર નીકળતા જ વચ્ચે અર્ધગોળાકાર વર્તુળમાં વિશાળ વડનું ઝાડ કલાત્મકતાથી બનાવેલ છે અને મોટો વડલોને તેની વડવાઈ પણ છે જે દૂરથી જોતા સ્પષ્ટ દેખાય છે…! વચ્ચે ક્લોક રાખેલ છે જે સચોટ સમય બતાવે છે.

ઉપરના ભાગે હિન્દી-અંગ્રેજીમાં ટઅઉઘઉઅછઅ લખેલ છે. તોરણ જેવી ફૂલવેલને ચોકલેટને ઓફ વ્હાઈટના કોમ્બિનેશનથી રંગેલું રેલવે સ્ટેશન વડોદરાને ચાર ચાંદ લગાવે છે.

વડોદરાને અંગ્રેજી લોકો બરોડા કહે છે…! વડોદરાનું બસ સ્ટેન્ડ ટ.ટ.ઈં.ઙ. કક્ષાનું અત્યાધુનિક બનાવેલ છે. શ્ર્વેત રંગનું મનમોહક બસ સ્ટેન્ડમાં થોડી ગ્રામિણ છાંટ આપી જરા હટકે બનાવેલ છે.

આમ વડોદરા પુરાણી સિટીની સાથે સાથે પ્રગતિશીલતા જોવા મળે છે. તો તેની બજારોમાં ચિત્રો બનાવીને નાળામાં સપ્તરંગી પટ્ટા લગાવી મેધાવીનગરી બનાવી છે. વડોદરાની વિશ્ર્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખ. જ. યુનિવર્સિટી ભવ્યતાતિ ભવ્ય ને પ્રાચીન છે.

તેનો વિરાટ ડોમને લીધે તેની ગરિમા વધે છે જે રેલવે સ્ટેશન બહાર નીકળતા વોકિંગ ડિસ્ટન્સ છે. ત્યાંથી આગળ જતા કમાટી બાગ લીલીછમ હરિયાળી ને વૃક્ષોથી લચિત છે. તેમાં ઘણું બધું નિહાળવા જેવું છે. ખરેખર કમાટી બાગ મનમોહક છે.

તેની સામેજ અર્ધગોળાકારમાં બનેલ મકાનની આગળ સ્ટેચ્યૂ રાખેલ જે જોવા જેવું છે. વડોદરાનું હાર્ટ (દિલ) ‘સુરસાગર’ તળાવ સિટીના મધ્યમાં આવેલ છે. આખું બાંધેલું ને લોખંડની રેલિંગ છે. ત્યાં રાત્રીની લાઈટિંગોથી પાણીમાં રેલાતો પ્રકાશ રોશનીમાં નવી જ આભા ઊભી કરે છે અને સુરસાગર તળાવ વચ્ચે શંકર ભોળાનાથ દેવાધિદેવ મહાદેવની વિરાટ પૂર્ણ કદની મૂર્તિ તળાવની આન, બાન, શાનમાં વધારો કરે છે અને શંકર ભગવાન પ્રત્યે આસ્થા, શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરે છે.

ત્યાં જ ૧૮૯૬માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવેલ ભવ્ય ઐતિહાસિક ઈમારત કે જે ‘ન્યાય મંદિર’ તરીકે ઓળખાય છે.

ઈ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુગલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્ર્વાએ ગાયકવાડને વડોદરા પર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઈ. સ. ૧૭૬૧માં મરાઠા સામ્રાજ્યના પેશ્ર્વાનો અફઘાનો સામે પાણીપતનાં યુદ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું.

ઈ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું. વડોદરાનો વિકાસ મુખ્યત્વે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ફાળે જાય છે. તેમણે શૈક્ષણિક વિકાસ, અધ્યતન પુસ્તકાલય, યુનિવર્સિટી, ટેક્ષટાઈલ ઉદ્યોગો સ્થાપ્યા. આજે વડોદરા ગાયકવાડ રાજવીની શાન સમાન લક્ષ્મી નિવાસ પેલેસ ગુજરાતના મહાન પેલેસમાંનો એક છે. આ પેલેસ ભવ્યાતિ ભવ્ય છે.

જેના ગુંબજો ટાવર અને કમાન લાજવાબ છે. તેના ભીત ચિત્રો દુર્લભ છે. આ પેલેસને નિહાળવા દેશ-વિદેશના સહેલાણીઓ આવે છે. બરોડા સિટી સ્વચ્છ, સુંદર ને સોહામણું શહેરમાં કીર્તિ મંદિર, લાલબાગ, મકબરા (હજીરા), મોતીબાગ મેદાન, દરવાજાઓ, ઇસ્કોન મંદિર, ખંડેરાવ માર્કેટ જેવાં સ્થળો જોવા જેવા છે. તો વડોદરામાં આવો તો ઘણાં પ્રવાસન સ્થળો અચૂક જોજો. (કોયલ ટહુકો નગર)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button