ઈન્ટરવલ

ગ્લોબલ વૉર્મિગ રોકવા હવે યુવાનોએ કમર કસવી પડશે

દિવ્યજ્યોતિ નંદન

આ વર્ષનો ઉનાળો કેટલો કપરો હતો તે આપણે બધા જ જાણીએ છીએ અને પછી મહાનગર મુંબઈ હોય, દિલ્હી હોય કે પછી દેશનો કોઇપણ ખૂણો કે કોઇપણ રાજ્ય હોય, બધે જ ગરમીએ કાળો કેર વરસાવ્યો હતો. આપણે બધા જ વધતી ગરમીનું કારણ પણ જાણીએ છીએ અને તે કારણ છે ગ્લોબલ વૉર્મિંગ. ગ્લોબલ વૉર્મિંગ માટે ઉપાયયોજના શોધવા માટે આખી દુનિયામાં પ્રયત્નો ચાલુ છે અને બહોળો વર્ગ આ સમસ્યા દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. જોકે ગ્લોબલ વૉર્મિંગ સામેની આ લડાઇમાં સૌથી મોટું અસ્ત્ર સાબિત થશે ‘યુવા શક્તિ’. આખા જગતના યુવા વર્ગે જ મળીને આ દાનવનો સામનો કરવો પડશે.

આમ તો દુનિયામાં યુવાવસ્થાની કોઇ સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત વ્યાખ્યા તો નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર(યુનાઇટેડ નેશન્સ)એ નક્કી કર્યા મુજબ પંદર વર્ષથી ચોવીસ વર્ષના લોકોનો સમાવેશ યુવા વર્ગમાં કરાય છે. હાલ આખી દુનિયામાં ૧ અબજ ૨૦ કરોડ યુવા છે અને ૨૦૩૦ સુધી આ સંખ્યા સાત ટકા વધીને આંકડો ૧ અબજ ૩૦ કરોડ સુધી પહોંચશે. યુવાઓની ગણતરી આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ(યુએનઇપી)ના કાર્યકારી નિર્દેશક ઇંગર એન્ડર્સનનું માનવું છે કે આ સમયના યુવા જ છે જેમને એક તૂટેલો ગ્રહ મળેલો છે. એટના માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ કહે છે કે હવે ગ્લોબલ વૉર્મિંગને રોકવાની જવાબદારી યુવાઓ પર જ છે. ગુટેરેસના શબ્દોમાં જણાવીએ તો તેમણે કહ્યું કે યુવાઓમાં અસીમ ઊર્જા હોય છે અને ઇતિહાસ જોઇએ તો માનવતા સામે કોઇપણ સંકટ આવ્યું છે ત્યારે યુવાનોએ જ તેને સંકટમાંથી ઉગારી છે. તેમની અસીમ ઊર્જા તેમના વિચારો અને યોગદાન પર આધાર રાખે છે. આજે દરરોજ બ્રહ્માંડનો આ સુંદર ગ્રહ વિનાશના કાદવમાં ધસી રહ્યો છે. ગ્લોબલ વૉર્મિંગ તો જાણે ધરતીનું ડેથ વૉરંટ લખવા માટે ઉતાવળું છે. એવામાં દુનિયાના યુવાનો જ છે જે ધરતીને રાખ થતા અટકાવી શકે છે.

ઇંગર એન્ડરસન હોય કે એન્ટોનિયો ગુટેરેસ એ જે રીતે યુવાનો તરફ જે રીતે ધરતીને ગ્લોબલ વૉર્મિંગથી બચાવવા માટે આશાભરી નજરોથી જોઇ રહ્યા છે તેનો અર્થ એ છે કે હાલની સરકારો, મોટી મોટી વાતો કરતા સંસ્થાનો પરથી ભરોસો ઊઠી ગયો છે. એટલા માટે હવે યુવાનો તરફ મીટ મંડાઇ છે. આજની આ ગૂગલની દુનિયાાં વસ્તુઓને સમજવા માટે યુવાનો પાસે પોતાના સંસાધનો અને પોતાની રીત પણ છે. યુવાનો પણ આ સમસ્યાઓ અને ચિંતાઓને ઊંડાણપૂર્વક પોતાની સાથે જોડી રહ્યા છે. એટલા માટે જ આજના યુવાનો અધેડ વર્ષના લકો કે પછી ઘરડા લોકોની સરખામણીમાં ગ્લોબલ વૉર્મિંગ વિશે વધુ જાણે છે અને સમજે છે કે આ સમસ્યા કેટલો મોટો ખતરો છે અને તેનું પરિણામ શું આવી શકે છે. યુવાનો પાસે પર્યાપ્ત શિક્ષણ છે, કૌશલ્ય છે અને હવે ગ્લોબલ યુનિટી માટે તેમની પાસે ઇન્ટરનેટ જેવું માધ્યમ પણ છે. આ જ કારણ છે કે આજે યુરોપના ૭૫ ટકા યુવાનો ગ્લોબલ વૉર્મિંગથી ચિંતિત છે. જૈવ વિવિધતાનું નુકસાન તેમને પરેશાન કરી રહ્યું છે.

કદાચ યુવાનો બાકી લોકો કરતાં વધુ સંવેદનશીલ છે અને એટલા માટે પણ છે કારણ કે તે પોતે જ વધી રહેલા તાપમાન અને નષ્ટ થઇ રહેલા પર્યાવરણનો ભોગ બનેલા છે. એ જ કારણ છે કે આજે દુનિયાભરના યુવાનો આ મુદ્દે વાત કરતા થયા છે. ૨૦૧૨થી જ યુવાનોએ ગ્લોબલ યુથ બાયોડાયવર્સિટી નેટવર્ક મારફત જૈવ વિવિધતાની થઇ રહેલી હાનિ બાબતે વાત કરવાનું શરૂ કર્યું હતું. આ સંગઠન પોતાના વિભિન્ન પ્રસ્તાવોના માધ્યમથી સતત જૈવ વિવિધતાની પ્રક્રિયાઓ પર ક્ધવેન્શન યોજીને યોગદાન આપે છે અને તેના સંરક્ષણ માટે આગળ પડતી ભૂમિકા ભજવે છે. પ્રસિદ્ધ જર્નલ લૉસેન્ટમાં પ્રકાશિત એક વૈશ્ર્વિક સર્વેક્ષણ મુજબ ગ્લોબલ વૉર્મિંગને લઇને દુનિયામાં લગભગ ૬૦ ટકા યુવાનો ખૂબ જ ચિંતિત છે અને ૮૪ યુવાઓ આના કારણે પોતાને નુકસાન ન થાય એ બાબતે ચિંતિત છે.

જોકે એવા પણ યુવાનો છે જે આ આખી સમસ્યા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને ખરેખર પૃથ્વીના વિનાશ અને પર્યાવરણના હ્રાસને લઇને ઉદાસ છે, ચિંતિત છે. તે પોતાની સરકારોથી નારાજ છે અને ગુસ્સે ભરાયેલા છે. અમુક વખતે આ યુવાનો શક્તિહીન હોવાનો અનુભવ પણ કરે છે. કારણ કે તે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વધુ કંઇ નથી કરી શકતા. છતાં જળ-વાયુ પરિવર્તનમાં પોતાની ભૂમિકા ભજવવા તત્પર છે. એવું યોગદાન આપવા માગે છે જેનાથી આ સમસ્યાને છેલ્લા અને સૌથી ભયાનક ચરણમાં પહોંચવાથી રોકી શકાય. જોકે વાત એ પણ છે કે એક હદથી વધારે સરકાર યુવાનો પર ભરોસો નથી કરતી અને સરકારો પર યુવાનો પણ ભરોસો નથી કરતા. આ જ કારણ છે કે આજનો યુવા આંદોલનના માધ્યમે તે સરકારો વિરુદ્ધ કેસ ચલાવવાની માગણી પણ કરી રહ્યો છે. યુવાનો ઠોસ જળવાયુ કાર્યક્રમ ઇચ્છે છે અને આમ કરવાથી આનાકાની કરનારી સરકારો વિરુદ્ધ ખટલો ચલાવવાની સલાહ પણ આપે છે. યુવાનો સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે ગ્લોબલ વૉર્મિંગને રોકવા માટે પોતાની જીવનશૈલીને બદલવા અને નક્કર સમાધાન શોધવા માટે તૈયાર છે. ભલે એ માટે મોટા પ્રમાણમાં સંસાધનોનો વપરાશ થાય. સંવાદ યોજાય ત્યારે દુનિયાભરના યુવાનો ત્યાં હાજર હોય છે અને જળ-વાયુ પરિવર્તન વિશે સંવાદ કરતી વખતે તે સમાનાંતર આયોજન, હસ્તક્ષેપ, કાર્યવાહી જે સંભવ હોય તે કરવાની વાતો કરે છે.

યુવાનો ઝેરીલી હવા, માટી અને પાણીના પ્રદૂષણથી ત્રાહિત છે. આપણે જાણીએ છીએ કે આજની કારોબારી દુનિયામાં યુવા એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે સૌથી મોટા અને મજબૂત ઉપભોકતા(ક્ધઝ્યુમર-ગ્રાહક) છે. એટલા માટે યુવાનો નથી ઇચ્છતા કે ધરતીના પર્યાવરણ સાથે ક્રૂર રમત ચાલુ રહે.

પ્લાસ્ટિક પ્રદૂષણ પર પણ યુવાનો કોઇપણ બીજા વયના વર્ગના લોકોની સરખામણીમાં વધુ સહયોગ આપવા માટે તૈયાર છે. જોકે સવાલ એ છે કે સરકારો જો સંકટની કોઇપણ યુવા તો છોડો સામાન્ય લોકો સાથે પણ નથી કે શું? કારણ કે આમ થવાથી તેમના સત્તાના સંચાલનમાં તેમને ફાયદો નથી થતો.

સરકારો પોતાના હિત માટે ગ્લોબલ વૉર્મિંગ વિરુદ્ધ દરેક પગલું લેવાથી પીછેહટ કરે છે જે નિર્ણાયક સાબિત થઇ શકે. એટલા માટે હવે વિશ્ર્વભરના યુવાનો એ સમજી રહ્યા છે કે જો આ ગ્રહને ખરેખર બચાવવો હોય અને વારસામાં એક નષ્ટ થયેલી પૃથ્વી ન જોઇતી હોય તો ગ્લોબલ વૉર્મિંગને ખતમ કરવા માટે એક મોટું અને નિર્ણાયક પગલું લેવું જ પડશે. પછી તેનાથી કોઇને કેટલું પણ નુકસાન કેમ ન થાય. યુવાઓમાં ઘેરી થઇ રહેલી આ ધારણા એકદમ સાચી છે. બને તેટલા જલદી તેમણે આ સમસ્યા દૂર કરવાની કમાન પોતાના હાથમાં લઇલેવી જોઇએ, નહીંતર બધા જ જાણે છે અને સમજે છે છતાં ગ્લોબલ વૉર્મિંગ થોભી નથી રહ્યું ને દુનિયાની ભૂમિકા ફક્ત મૂક પ્રેક્ષકો જેવી થઇ રહેલી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…