ઈન્ટરવલ

જળ પલ્લવિત ટીલિયાળ બતકની સુંદરતામાં મનમોહકતા છે

તસવીરની આરપાર – ભાટી એન.

“આજનો માનવી વન્યસૃષ્ટિનું અનુપમ નઝરાણું નિહાળવામાં વામણો પુરવાર થતો જાય છે!? -આપણી સિમેન્ટ, રેતી, ઈંટની ચાર દીવાલમાં બનેલું બહુમાળી મકાનમાં પૂરાયેલા રહીએ છીએ…!? જી, ‘હા.’ લીલીછમ હરિયાળીવાળાં વૃક્ષોમાં થતો મીઠો મધુર કલસોર સાંભળતા નથી, કે પાણી તરતા પક્ષીની સાથે તાદાત્મ્ય જાળવવું આવશ્યક છે. આપણી ફાસ્ટ લાઈફ સ્ટાઈલ જાણે મુંબઈની ટ્રામ જેવી જિંદગી જીવી રહ્યા છીએ…!

‘નેહનીતરતું ‘ટીલિયાળ બતક’ને જોયું છે. તો તેની મોજ મસ્તી જોઈ છે…!?’ ગુજરાત, મુંબઈ ફરતો ચોગરદમ દરિયો છે. તેના જળ પલિત જીવજંતુંને બર્ડઝમાં ટીલિયાળ બતક SPOT BILL DUCK આ આપણી કાયમી બતક છે અને સૌથી મોટી અને મારી દૃષ્ટિએ સૌથી સુંદર પણ છે. આ બતક તરતી હોય ત્યારે ઈન્ટરેસ્ટિંગ લાગે, તેના પગના પંજા સાથે ચીમડી જોડાયેલી હોય છે. જેથી પગથી હલેસા મારતી જાય તેના ગુલાબી લાલ પગ તેનું જમા પાસુ છે. તેનું કદ પૂરા બે ફૂટનું ૨૪ ઈંચનું આ લંબાઈ ચાંચથી પૂંછડી સુધીની ગણાય, જે ઊડે ત્યારે જ જણાય પાણીમાં કે જમીન પર એ ડોક ઊભી ટટાર રાખે એટલે છાતીથી પૂંછડી સુધીની લંબાઈ ઓછી લાગે. આ બતક તરતી હોય ત્યારે ખાસ કરીને નર ડોક એવી ઊંચીને સીધી રાખે છે કે નાનકડો હંસ તરતો હોય એમ જ અનુભૂતિ તંતોતંત થાય…!

રંગ સાવ સાદો છે. માથું ને ગરદન ઘેરાં ભૂખરા કાળાશ પડતા. પીઠ, પાંખો ભૂખરાં, કેડ કાળી, નીચેના ભાગે ફિક્કો બદામી સફેદ ને આમાં ભૂખરાં ટપકા પાંખની વચ્ચે લીલા રંગની જરાતરા છાંટ તેની ચાંચ તો, ખૂબ સુંદર છે. નક્કર કાળી ને આગળના ભાગે ચાંચમાં પીળો રંગ છે. જરા વળેલી ચાંચ ટીલિયાળ બતકને ઓળખવાની ઉત્તમ નિશાની છે…! અને એના ઉપલા પાંખિયાના મૂળમાં બન્ને બાજુ ત્રિકોણાકાર નારંગી લાલ ચાંદલો છે…! જે દૂરથી પણ દેખાય છે. આથી જ એનું નામ ટીલિયાળ બતક અંગ્રેજીમાં ‘સ્પોટ બીતડક’ કહેવામાં આવે છે. પાણી પર તરતી સમૂહમાં બતકોની સિચ્યુએશન એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે! પાણીના તરંગોમાં ડિઝાઈન બનાવી હોય તેવી લાગણી અચૂક થાય.

આ બતકના નર માદા સરખાં હોવા છતાં નર કૈંક મોટો લાગે છે અને ડોક ઊંચી રાખી ચારે બાજુ જોયા કરતો હોય છે…! સમગ્ર ભારતમાં અને બર્મામાં એની વસ્તી છે. માળા જૂનથી સપ્ટેમ્બરના ચોમાસમાં ઘાસમાં કરે છે…! અને ૬ થી ૧૨ રાખોડી કે લીલાશ પડતા સફેદ ઈંડા મૂકે છે. ખરેખર આ બતક તેના ઘણાં બચ્ચા સાથે તરતી હોય ને દિશા નિર્દેશ કરતી તેની લાઈફ સ્ટાઈલના પાઠ ભણાવે છે. આ બતકો ગુજરાતમાં જામનગરના લાખોટા તળાવમાં સમૂહમાં આવીને વિહરે છે. જેથી તળાવની રોનકમાં અનેકાનેક ગણો વધારો કરે છે. અહીં મોટી તાદાત મેં ટીલિયાળ બતકો જોઈ છે અને માણસોથી ટેવાયેલ હોવાથી નજીકથી નિહાળવા મળે છે. તમે પણ ટીલિયાળ બતક જોઈ તેની સાથે તાદાત્મ્ય બાંધવાની કોશિશ કરજો.
(આલેખન તસવીર: ભાટી એન)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button