આપણા રહેણાંક વિસ્તારમાં જોવા મળતી “ટીટોડી તદ્ન ભીન્ન પ્રકારનું પક્ષી છે
તસવીરની આરપાર – ભાટી એન.
પક્ષીઓની દુનિયા તદ્ન ભીન્ન છે…! તેમાં માતૃભાવ અદ્ભુત હોય જો તેના બચ્ચા સાથે માળામાં હોય તો તે નિર્ભય બની ડરીને માળામાંથી જશે નહી…! ને સતત અવાજ ચાલુ રાખે છે. તેમાં મેં “ટીટોડીની જમીન પર માળો બનાવી તેમાં બચ્ચા સેવિયાને મને ખબર પડતા આ ટીટોડીનાં ફોટા પાડવા ગયો તો સાવ નજીક જતો રહ્યો તોય ટીટોડી તેના બચ્ચાને મૂકી ભાગી નહીં, ને મેં અફલાતૂન તસવીરો લીધી આ વાત થઈ તસવીર કલાની પણ આજે આપણે ટીટોડી વિશે માહિતગાર થઈશું. ટીટોડી દરીવાસમ વર્ગનું જાણીતું સ્થાયી અધિવાસી પંખી છે. ટીટોડીમાં આમ’ તો ઘણા પ્રકારની ટીટોડી હોય છે, પણ આપણે ત્યાં વિશેષ ત્રણ પ્રકારની ટીટોડી (૧) સામાન્ય ટીટોડી (૨) વગડાઉ ટીટોડી (૩)મળતાવડી ટીટોડી.
આપણે ત્યાં વગડાઉ ટીટોડી ભારતના મોટા ભાગમાં વિસ્તારોમાં જોવા મળે છે. તે ખુલ્લા નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે. સુકા પ્રદેશો અને ઉજ્જડ વિસ્તારોમાં જોવા મળે છે. તે ખુલ્લા નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે. સુકા પ્રદેશો અને ઉજ્જડ વિસ્તારમાં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે…! વગડાઉ ટીટોડી સામાન્ય ટીટોડી કરતાં પણ વધારે સુકા રહેઠાણમાં જોવા મળે છે. તે પડતર જમીન હોય કે લણી લીધેલાં ખેતરો હોય ત્યાં પણ વસવાટ કરે છે. સામાન્ય રીતે ભેજવાળી ધરતી હોય અથવા તો નજીકમાં તળાવડી કે ખાબોચિયું હોય તો વધારે પસંદ કરે છે. વગડાઉ ટીટોડી નર- માદા સરખાં દેખાતા હોય છે, પરંતુ નર તેની થોડીક લાંબી પાંખોના કારણે અલગ પડે છે. વગડાઉ ટીટોડીનો અવાજ સામાન્ય ટીટોડી કરતાં થોડો વધુ તીણો હોય છે. પરંતુ એટલો બધો કર્કશ હોતો નથી તે ટી…વીચ…ટી…વીચ… એવી બોલી બોલે છે.
વગડાઉ ટીટોડીને માથે કાળો તાજ હોય છે તેના માથાની અને પીઠની વચ્ચે ગરદન ઉપર હલકા બદામીથી સફેદ રંગની સાંકડી પટ્ટી હોય છે! આ ટીટોડીને ચાંચ પાસે લાલને બદલે પીળી ખુલ્લી ચામડી હોય છે. તેનું ગળું, છાતી અને શરીરનો ઉપરનો ભાગ ભુરાશ પડતા ખાખી રંગનો હોય છે. તેના પેટનો અને પૂંછડીનો રંગ સફેદ હોય છે.! તેમાં વચ્ચે કાળા રંગના પટ્ટા હોય છે. માદા કરતાં નરની પાંખો લાંબી હોય છે. તે ઉડાન ભરે છે. તે વખતે કાળી પાંખોમાં સફેદ પટ્ટો હોય છે. આમ આ ટીટોડી ગરદન ઉપર સફેદ રંગની સાંકડી પટ્ટી અને ચહેરા પર પીળા રંગના વાલ્ટસથી તે અલગ તરી આવે છે. તેને પીળા ગાલવાળી ટીટોડી પણ કહેવામાં આવે છે. તેની ચાંચ આગળથી કાળા રંગની હોય છે, પરંતુ પગ પીળા રંગના હોય છે!
વગડાઉ ટીટોડીનું કદ ૨૬ થી ૨૮ સે.મી હોય છે. તેનું વજન ૧૦૮ થી ૨૦૩ ગ્રામ હોય છે. તેની પાંખોની લંબાઈ ૬૫-૬૯ સે.મી હોય છે. ટીટોડીના પંજાની આગળ ત્રણ નહોર હોય છે. પક્ક્ડ (GRIP) માટે પાછળનો નહોર હોતો નથી જમીન કે છાપરા પર તે બેસી શકે છે. તે વૃક્ષ પર બેસી ન શકવાને કારણે તે માળો જમીન પર કાંકરા ગોઠવીને ગોળાકાર બનાવી તેમાં રાખોડી રંગના ચટપટા કે ટપકાં જેવા રંગનાં ઈંડાં મૂકે છે. ટીટોડીના ઈંડા મુકવા પરથી વરસાદનો વરતારો પણ મળી શકે છે. તેના પગ લાંબા હોવાથી ટીટોડી ઝડપી દોડી શકે છે. તેના ખોરાકમાં વિવિધ જીવજંતુઓ તથા પાણીમાં સ્રોતોની આસપાસ વસતા નાના જીવજંતુઓ ખાય છે. ટીટોડીના બચ્ચા હોય ત્યારે બીજાં પક્ષીઓ કે કૂતરા પણ જવાની હિંમત કરી શકતા નથી. આમ આપણા રહેણાંક વિસ્તારમાં જોવા મળતી ટીટોડી વિશે જાણી તેનાથી અવગત થયાને…!