ઈન્ટરવલ

રશિયા – યુક્રેન વોર વધુ ભીષણ બનશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન મુલાકાતમાં શાંતિનો સંદેશો દીધો હોવા છતાં રશિયા- યુક્રેનનું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે એમાં મોદીજીના અમન માટેના પ્રયાસ ક્યાં સુધી કારગત નીવડશે ?

પ્રાસંગિક -અમૂલ દવે

અમેરિકા એયુક્રેનને ૧૨૫ મિલિયન ડોલરની લશ્કરી સહાયનું નવું પેકેજ આપવાની જાહેરાત કરી છે. રશિયા – યુક્રેનના યુદ્ધને અઢી વર્ષથી વધારે સમય અને બન્ને દેશમાં ભયંકર તારાજી અને આર્થિક પાયમાલી થઈ હોવા છતાં અત્યારે તો શાંતિ સ્થાપાય એવા કોઈ એંધાણ દેખાતાં નથી.

અગાઉ રશિયાએ યુક્રેનનો ઘણો પ્રદેશ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં રશિયાના કુર્સ્ક પર યુક્રેને સફળ આક્રમણ કરીને રશિયન ક્ષેત્રમાં પગપેસારો કર્યો .

આ એ જ ચાવીરૂપ સ્થળ છે જયાંથી રશિયા તેના લશ્કરી દળોને યુક્રેનની અંદર મોકલે છે. આને લીધે પુતિનનું નાક કપાયું છે. જોકે યુક્રેન પાસે લડવા માટે પૂરતું માનવબળ નથી અને લાંબે ગાળે કદાચ આ ગેમ ચેન્જર પગલું આત્મઘાતી પણ બની જાય. યુક્રેનની આ સફળતાને લીધે જ અમેરિકાના પ્રમુખ જો બાઈડેનને યુક્રેનને વધુ સહાય કરવાની પ્રેરણા મળી.

યુક્રેને કાવકાઝ બંદરમાં ફયુઅલ ટેન્ક ધરાવતી ફેરી પર હુમલો કરીને તેને ડૂબાડી દીધી હતી. આને લીધે રશિયાને ફેરી સેવા બંધ કરી દેવી પડી છે. બાઈડેને યુક્રેનનેએર ડિફેન્સ મિસાઈલ, દારૂ ગોળો, જેવેલિન એન્ટિ ટેન્ક મિસાઈલ સિસ્ટમ. કાઉન્ટરડ્રોન વગેરે તત્કાળ મોકલવાનું જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ એટોમિકએનર્જી એજન્સીએ કુર્સ્કના અણુ પ્લાન્ટનું નિરીક્ષણ કરવા ડિરેક્ટર જનરલને મોકલ્યા છે. હાલમાં આ અણુ પ્લાન્ટ રશિયાના કબજામાં છે. રશિયાના પ્રમુખ પુતિને દાવો કર્યો છે કે યુક્રેનેઆ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીઆને પુતિનનું અણુ બ્લેકમેલિંગ ગણાવે છે.

રશિયાએ યુક્રેનના સાહસનો જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાએ બે દિવસ પહેલાં આતંકવાદીઓએ અમેરિકાના ન્યૂ યોર્કના જોડિયા ટાવર પર ૧૧ સપ્ટેમ્બરે કરેલા હુમલાની યાદ અપાવે એવો ભયંકર હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના ૧૫ સ્થળોએ ૨૦૦ ડ્રોન, ક્રુઝ મિસાઈલ અને હાયપરસોનિક ક્ધિઝાઈ વડે ભિષણ હુમલો કર્યો છે. આ હુમલાને લીધે યુક્રેનની પાવરગ્રીડ અને બીજા ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન પહોંચ્યું છે. શિયાળો આવવાનો છે ત્યારે યુક્રેનના લોકને વીજળી જ ન મળે એવી પેરવી રશિયાએ કરી છે.

આપણા વડા પ્રધાન મોદી જુલાઈની શરૂઆતમાં મોસ્કો જઈને રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા હતા. એ મુલાકાત દરમિયાન રશિયાએ યુક્રેનની બાળકોની હોસ્પિટલ પર હુમલો કરતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી, અમેરિકા અને યુરોપના દેશોએ મોદીની મુલાકાતની ટીકા કરી હતી. મોદીએ પણ નિર્દોષ બાળકોને આ રીતે મારવાના રશિયાના કૃત્યની ટીકા કરી હતી. પુતિનને ત્યારે મોદીએ કહી દીધું હતું કે આ યુદ્ધનો યુગ નથી. નવી દિલ્હીએ આ રીતે વિશ્ર્વને બતાડ્યું હતું કે તેણે રશિયાના કૃત્યો સામે આંખો બંધ રાખી નથી. રશિયાની મુલાકાત બાદ મોદીને તંગદોર પર ચાલવું પડ્યું છે.

મોદી યુક્રેનની મુલાકાત લેનાર પહેલા ભારતીય વડા પ્રધાન છે. યુદ્ધ લડી રહેલા બન્ને દેશોના વડાને મળીને ભારતે પાવર પ્લેમાં એન્ટ્રી કરી છે.

અલબત્ત, ભારતે તેના હિતને ધ્યાનમાં રાખીને રશિયા સામેના પ્રતિબંધનો અમલ કરવાની ના પાડી છે. ભારતે યુક્રેનને માનવતા સહાય પણ મોકલી છે. ભારતે છેલ્લા અઢી વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રશિયા સામેના ઠરાવો વખતે મતદાનમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું છે. મોદીએ રશિયા અને યુક્રેનને સીધી વાતચીત કરવાનો અનુરોધ કર્યો છે. દિલ્હીએ ડાયલોગ અને ડિપ્લોમસી પર ભાર મૂક્યો છે. દિલ્હી દૃઢ પણે માનેછે કે મોસ્કો અને કિવે સીધી વાતચીત કરવી જોઈએ. રશિયા આ માટે તૈયાર નથી, કારણ કે ઓગસ્ટ પહેલાં યુદ્ધમાં એનો હાથ ઉપર રહ્યો છે.

બીજી તરફ્, આ નવેમ્બર દરમિયાન અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી છે. આ ચૂંટણી પહેલાં બાઈડેનને રાજકીય કારણોસર બન્ને વચ્ચે યુદ્ધવિરામ થાય એમાં રસ નહીં હોય. ચીનમાં યોજાયેલી યુદ્ધ વિરામ માટેની વાતચીતમાં કિવે તેના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. જો કે, યુદ્ધવિરામ ત્યારે જ શકય બનશે જ્યારે અમેરિકા- યુક્રેન – રશિયા તૈયાર થાય.

મોદીએ યુદ્ધ કરી રહેલા બન્ને દેશની મુલાકાત બાદ જોરદાર પહેલ શરૂ કરી છે. મોદીએ પહેલાં અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને પછી રશિયાના પ્રમુખ પુતિન સાથે ફોન પર વાતચીત કરી છે. મોદીએ પુતિનને રશિયા-યુક્રેન યુદ્ધ અંગેના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. મોદીએ યુક્રેનની બાજુ રશિયાને સમજાવી હતી. ભારતે વારંવાર કહ્યું છે કે યુદ્ધના સ્ટેકહોલ્ડરે સીધી વાતચીત કરવી જોઈએ. ક્રેમલિને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે મોદીએ રાજકીય અને રાજદ્વારી રીતે યુદ્ધના ઉકેલ લાવવાની વાત કરી હતી. રાજદ્વારી વર્તુળો માને છે કે ભારત યુદ્ધ લડી રહેલા દેશોને સંદેશો મોકલવાનું કામ કરી રહ્યું છે. હાલમાં તો અમેરિકા, રશિયા કે યુક્રેનને યુદ્ધવિરામમાં રસ હોય એવું પ્રતીત થતું નથી.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે