અમદાવાદના સાઇબર સેલ અને કસ્ટમ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 46 લાખ રૂપિયાનું ડ્રગ્સ રેકેટ ઝડપાયું છે. સમગ્ર ઓપરેશનમાં ડ્રગ્સ પેડલર્સની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે જેમાં પેડલરો પુસ્તકના પાનાને ડ્રગ્સમાં પલાળતા હતા, એટલે કે ડ્રગ્સને લિક્વિડ ફોર્મમાં ઢાળીને તેને પુસ્તકના પાના પર સુકવતા હતા, જે પછી ડ્રગ્સની ડિલીવરી મેળવનાર ગ્રાહક તે પાનાને ભાંગી-પીસીને તેમાંથી ડ્રગ્સ મેળવતો હતો. ગ્રાહકો ડાર્ક વેબથી ઓર્ડર આપીને ડ્રગ્સની ડિલીવરી મેળવતા હતા તેમજ આખું રેકેટ કેનેડા સ્થિત ઇન્ટરનેશનલ ગેન્ગ દ્વારા ઓપરેટ થઇ રહ્યું હતું અને એક કૂરિયર કંપની દ્વારા તેને ટ્રાન્સફર કરાતું હતુ. હવે આ રેકેટમાં ખાલિસ્તાની કનેક્શન છે કે નહિ તે મામલે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઓપરેશનમાં પોલીસે 2.31 લાખનું કૉકેઈન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનેબીનો જથ્થો જપ્ત કર્યો છે. ડાર્ક વેબથી ઓર્ડર આપનારા ગ્રાહકોને પણ ટ્રેસ કરીને પોલીસ તેમની સામે તપાસ કરી રહી છે.
ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ અવારનવાર કચ્છમાં તેમજ અન્ય જગ્યાઓથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છ પછી અમદાવાદમાંથી ડ્રગ્સ પકડાવાના વધુને વધુ કિસ્સાઓ બની રહ્યા છે. હાલમાં જ કચ્છમાંથી પોલીસે 800 કરોડ જેટલી કિંમતનું કૉકેઈન પકડ્યું હતું. જેના પેકેટ દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...