ઈન્ટરવલ

ગરીબોથી અમીરોની રસોઇનો રાજા તીખું લાલ ચટક મરચું!

“લીલામાંથી લાલ થઇ જાય, પછી રસોઇનો રાજા બની જાય.

તસવીરની આરપાર – ભાટી એન.

મરચું CHILI આપણી રસોઇનો રાજા કહેવાય છે…! રસોડામાં મરચું, હળદરનું લાલ-પીળું કોમ્બિનેશન છે. આના વિના રસોઇ અધૂરી ગણાય…! પણ મરચું તો ગરીબથી અમીર સુધીની જરૂરત છે. જગતમાં મરચાનું જન્મ સ્થાન દક્ષિણ અમેરિકા ગણાય છે! જયાંથી આ વનસ્પતિ આખા વિશ્ર્વમાં પ્રસાર પામી છે. વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્ર્વમાં ઉગાડવામાં આવે છે…! મરચાનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે
મરચાની વિવિધજાતો બજારમાં ઉપલબ્ધ છે જેમ કે લવીંગયા મરચાં. ઘોેલર મરચાં (કેપ્સિકમ) બુલેર મરચાં, દેશી મરચાં, દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ CAPSICUM (કેપ્સિકમ) મરચાંના પુષ્પો સફેદથી માંડી વાદળી-જાંબલી રંગના હોય છે. મરચું પ્રથમ લીલું, પીળુ, ને પાકીને સુકાઇ જતા લાલચટક રેશમ પટો કે વિવિધ પ્રકારના અસંખ્ય મરચા અત્યારે બજારમાં જોવા મળે છે.

ભારતમાં તેનો પ્રવેશ પોર્ટુગિઝ દ્વારા થયો છે. ભારત, આફ્રિકા અને ઉષ્ણકટિબંધીય અમેરિકામાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. જોકે હવે તે સમગ્ર વિશ્ર્વમાં જાણીતું બની ગયું છે…! મરચાને બહોળા પ્રમાણમાં ઉપયોગ અને વિસ્તૃત પ્રમાણમાં થતી ખેતીનું કારણ તે ટૂંકા સમયગાળાનો પાક છે. અને તેની ખેતી કાળા મરીની તુલનામાં વિવિધ પ્રકારની આબોહવાકીય અને ભૌમિક પરિસ્થિતિમાં થાય છે. ભારતમાંથી પ્રતિવર્ષ આશરે ૨૫૦ કરોડ રૂપિયાના મરચાંની નિકાસ થાય છે.

મરચાનાં બીજને ઉગવા માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ, જયારે ફળ પાકવાના સમયે ઠંડું અને સૂકું હવામાન વધુ અનુકૂળ રહે છે. મરચાંનો પાક પિયતની સગવડવાળા વિસ્તારમાં બારે માસ લઇ શકાય છે…! આ પાકને સારી નિતારવાળી મધ્યમ કાળી ગોરાડુ અને કાળી જમીન વધુ માફક આવે છે.

ગુજરાતમાં મરચાનું વાવેતર લગભગ ૨૦,૦૦૦ હેકટરમાં થાય છે. જામનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, વડોદરા ને રાજકોટના ગોંડલિયા મરચાં વિખ્યાત છે ને મરચાનું પીઠું છે. મરચાંનો પાઉડરનો ઉપયોગ રોજિંદા વપરાશ ઉપરાંત અથાણા બનાવામાં થાય છે. મરચાંની ખેતી અટપટી છે…! એકવાર વાવીયા બાદ ફરી ૬૦-૬૦ સેમીના અંતરે ફેરરોપણી કરવામાં આવે છે…! મરચીની રોપણી બાદ લગભગ ૪૦થી ૪૫ દિવસે ફળ આવે છે, ને દર પંદર દિવસે વીણી કરવી હિતાવહ છે.

લાલ મરચાનું ઉત્પાદન લેવા માટે પ્રથમ બેથી
ત્રણ વીણી લીલાં મરચાંની કરવામાં આવ છે.

ત્યારબાદ છોડ પર મરચાંને રહેવા દઇને લાલ થવા દેવામાં આવે છે અને પછી તેમની વીણી કરવામાં
આવે છે.

મરચાં પાકવા દેવામાં આવે છે. આવા પાકા ફળને અલગ રીતે ઉતારી તેમાંથી બીજ કાઢવામાં આવે છે અને ઉપરની છાલને મરચાંનો પાઉડર બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. આવા મરચાં વિશે વિસ્તૃત પઠન થયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button