વણઝારા જ્ઞાતિની નાવીન્યતાસભર ગંગા પૂજનવિધિ નિરાળી છે!
તસવીરની આરપાર -ભાટી એન.
વણઝારા જ્ઞાતિનું “ગંગાપૂજન નાવીન્યતાપૂણને ઇન્ટે્રસ્ટિંગ છે…?! વણઝારા જ્ઞાતિ રાજપૂત હોવાના નાતે વણઝારા જંગલ હી જંગલમાં રહેતા હતા. લૂંટારા લુંટી લેતા એવા સમયે સુરક્ષિત માલસામાન ટ્રાન્સપોટિંગનું કામ વણઝારા રાજપૂત કરતા, પોઠો ઉપર માલસામાન એક ગામથી બીજા ગામ લઇ જતા આવી ખુમારીવાળી કોમમાં કોઇ પરિજનનું મૃત્યું થાય, તો જો પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સૂતા કાઠે જે આપણે રેગ્યુલર સ્મશાનયાત્રા નીકળે તે પણ જો પોતે ખમતીધર હોય ને કોઇ વિશેષ વ્યક્તિ હોય તો તેની ડોલી-પાલખીયાત્રા એટલે બેઠા કાઠે તેમાં સ્વ.ને પલાઠી મારી બેસાડી દેવામાં આવે ને તેની પાલખીયાત્રા ધામધૂમથી કાઢવામાં આવે, તેની પાછળ ખાંડ ગાળવામાં (વાપરવા)માં આવે ને ચોખ્ખા ઘીનો શીરો બનાવવામાં આવે જો સૂતા કાઢવામાં આવે તો તેની પાછળ ગોળ (ગાળવા)માં આવે એટલે લાપસી બનાવી તેનો દાડો કરે અને જો અસ્થિ (હાડકા) લેવા હોય તો લે અને ગમે ત્યાં તીર્થધામે પધરાવી શકે…! પણ જો તમે ડોલી (પાલખીયાત્રા) કાઢી હોય તો તેના અસ્થિ (હાડકા) ફરજિયાત લેવા પડે તેનું પૂજન કરી ઘેર લાવવામાં આવે. સ્વ. પાછળ અમુક ડાણા આપવામાં આવે તેમાં દાન પૂન કરી પોતાને થાય કે હવે સ્વ.ના અસ્થિ વિસર્જન કરવું છે ત્યારે ફરજિયાત ગંગાજીમાં વિસર્જન પૂજા વિધિ કરાવી મોસ્ટ ઓફ હરિદ્વાર જઇ અસ્થિ વિસર્જન કરે વણઝારા એવું માને છે, કે જેમ ભગીરથ રાજાએ પોતાના સ્વજનોને મોક્ષ અપાવેલ તેમ અમારા સ્વજનને ગંગાજીમાં અસ્થિ પધરાવવાથી તેને મોક્ષ (સ્વર્ગવાસ) મળે તેવી માન્યતા છે…! બાદમાં હરિદ્વારથી અસ્થિ બાદ પોતાને હર્ષ ખુશી થાય કે મારા સ્વજન સ્વર્ગવાસ થયો તેથી ગંગાજી ભરીને ત્રાંબાની લોટી ખાસ કુંજા જેવી હોય તેમાં ગંગાજી ભરી વાસના કરંડીયામાં લાવે તેમાં માળા, પ્રસાદ લાવીને પોતાના ઘેર ગંગા પૂજન કરે તેમાં નાતના મોભીને બોલાવી તેની હાજરીમાં રંગબેરંગી વસ્ત્ર કોસ્ચ્યુમ પહેરી નાચતા ગાતા ગંગાજીનું સ્વાગત હરિદ્વાર જનાર વ્યક્તિ માથે મૂંડન કરાવે.
આવું ગંગાપૂજન ઝાલાવાડ (સુરેન્દ્રનગર) જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામે સ્વ. રાઠોડ કાળુજી ફુલાજી વણઝારા તથા તેમના પત્ની કેશીબેન અન તેમના પુત્ર બાલાજી રાઠોડ આ ત્રણ વ્યક્તિના અસ્થિઓને હરિદ્વાર ખાતે ગંગાજીમાં વિસર્જન કરી આવતા તા. ૧-૧૨-૨૩ના રોજ ભવ્યતાતિભવ્ય ગંગા પૂજન વિધિ રાખેલ એક વ્યક્તિની પાછળ ૧૭ (સતર) બેડીયા (માટીની-મટકી) એક દીકરી બે બેડીયા પાણી ભરી લાવેને જે પુરુષ ગંગાજી ગયેલ હોય તે એક બેડીયું લઇ ગંગાજીના ધાર્મિક ભક્તિ ગીતો ગાતા ઘેર આવી ગોળાકારમાં ૧૬ બેડીયા રાખેને વચ્ચે ગંગાજી ભરેલ લોટી રાખેને અગ્નિની સાક્ષીએ ધૂપ કરે ને ઝવેરા વાવેલ હોય જે પથારી પૂજે તે પણ હોમ હવન કરે અને બાદમાં તમામ પૂજા વિધિ કરવામાં અને નાતના લોકોને બોલાવેલ હોય તેને પ્રસાદના રૂપે જમાડે અને બહેન દીકરીઓને યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે ને ગંગાજી જનારને નાત દ્વારા પાઘડી -પોતીયા કરી સન્માન કરે આવા અનોખા ગંગાપૂજન વિધિ વણઝારાની છે.