ફ્લેમિંગો પિંક સેલિબે્રશન જૂનમાં પ્રણયલીલા (વરઘોડો) નિહાળવા મળે છે
તસવીરની આરપાર – ભાટી એન.
ગુજરાતમાં અસંખ્ય જાતિનાં પક્ષીઓ નિહાળવા મળે છે. તેમાં કલરફુલને મનમોહક પક્ષી હોય તો સુરખાબ (FLAMINGO) કચ્છના રણમાં આ પક્ષી મોટી સંખ્યામાં વસવાટ કરે છે! કચ્છના રણની માટીમાં ગોળકાર ઊંચાઇ પર માળા બનાવે છે. જે પાણીની વચ્ચે હોય તેમ છતાં તે પાણી માળામાં ના પ્રવેશી શકે તેવી તકેદારીથી માળા બનાવે છે. તેનો ચિકણા ગારાથી ચાંચ વડે માળા મોટી તાદાતમાં બનાવે છે. ગુજરાતનું રાજય પક્ષી સુરખાબ (GREATER FLAMINGO) છે. સુરખાબમાં જાતિ મુખ્યત્વે નિહાળવા મળે છે. લેસર અને ગ્રેટર ફલેમિંગો.
ગુજરાતમાં જોવા મળતા સુરખાબ નાનો હંજ અને મોટો હંજ જેને અંગ્રેજી ભાષામાં લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગોના નામથી ઓળખાય છે! ગ્રેટર ફ્લેમિંગો એ સહેલાઇથી ઓળખી શકાય તેવું ગુલાબી અને સફેદ રંગવાળું. આ પરથી વેટલેન્ડ નજીક રહેતું પક્ષી છે. ગ્રેટર ફ્લેમિંગો એ સૌથી વ્યાપક સૌથી મોટી પ્રજાતિ છે. તે આફ્રિકા, ભારતીય ઉપખંડ, મધ્ય પૂર્વ અને દક્ષિણ યુરોપમાં જોવા પણ મળે છે. ગ્રેટર ફ્લેમિંગોએ ગુજરાતનું રાજ્ય પક્ષી પણ છે. મોટો હંજ એ ફ્લેમિંગોની સૌથી જીવંત પ્રજાતિ છે. જેની સરેરાશ ઊંચાઇ ૧૦૫-૧૪૫ સેમી અને ૨-૪ કિ.ગ્રા. વજન ધરાવતું હોય છે. ફ્લેમિંગોની સરેરાશ આયુષ્ય ૩૦-૩૫ વર્ષનું હોય છે !? ગ્રેટર ફ્લેમિંગો ઇ.સ. ૧૮૯૩થી નિહાળવા મળે છે.
ફલેમિંગો પક્ષી ગુલાબી રંગની છાંટને સફેદ પીંછા કાળી અણીદાર ચાંચ લાંબી અને તેની લાંબી ડોકના કારણે પાણીમાં ચાંચ હલાવી તેનો ખોરાક આસાનીથી શોધી શકે છે. ગુલાબી કાળાસ જેવા લાંબા પગથી ઝડપી ચાલી શકે છે ને છીછરા પાણીમાં તરવાની નોબત આવતી નથી અને આ પક્ષી આકાશમાં ઉડાન ભરે ત્યારે પ્લેન ઉડાન ભરે તેમ ઊડે છે. આ પક્ષી ભારે વજનવાળું હોવાથી સીધ્ધી ઉડાન ભરી નથી શકતું. આથી પ્રથમ થોડા પગલાં દોડીને પછી તે આકાશમાં ઉડાન ભરે છે. મને લાગે છે કે પ્લેન બનાવાવાળાએ સુરખાબની નકલ કરી છે.
FLAMINGO PINK CELEBRATION મનમોહક ગુલાબી ફ્લેમિંગો પક્ષીનું પ્રતિ વર્ષ ૧૧થી ૧૨ જૂનના દિવસ બે રાજ્ય પક્ષી સુરખાબની પ્રણય લીલા જોઇ શકાય છે. પણ અત્યારે પોરબંદરની ખાડીમાં હજારો ફ્લેમિંગો ગુલાબી ગુલાબી થઇ ગયા છે…!? કેમ…? અરે અત્યારે સુરખાબનો પ્રણયલીલાનો વરઘોડો નીકળે તે કેવો હોય…!? અરે પ્રેમલીલામાં મગન બની બધા ડોકની ઊંચી કરી જોરશોરથી અવાજ કરતા… કરતા ટોળામાં આવનજાવન કરે છે. હું તા. ૭-૬-૨૪ના પોરબંદર ખાડીમાં આવેલા સુરખાબની ૬૦૦ના ટેલીલેન્સમાં કેપ્ચર કરેલ તસવીરો મનમોહક વાચકો માટે પૂજય ગાંધીજીનું જન્મ સ્થળ સુદામાપુરી. હવે સુરખાબનગરી બની ગયું છે. પોરબંદર ખાતે વાઇલ્ડ લાઇફ તસવીરકાર જિતેન્દ્રસિંહ સોઢા કહે છે કે જૂન મહિનામાં સુરખાબનો વરઘોડો જોવા મળે છે. તેની સાથે તેની પ્રણયલીલાનું નિરૂપણ થાય છે ને જૂનમાં સુરખાબ ગુલાબી રંગ ધારણ કરી લે છે. આ કુદરતની લીલા છે. પણ વાચક મિત્રો આપ પોરબંદર જોવા જાઓ તો તેની ખાડીમાં વસવાટ કરતા સુરખાબની દિનચર્યા જોજો જાણે કુદરતની કલા તેમાં જોવા મળશે.