ઈન્ટરવલ

દેશમાં પહેલી અને વિશ્ર્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા- હિન્દી

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

આવતીકાલે ૧૪ સપ્ટેમ્બર અર્થાત્ ‘હિન્દી દિવસ.’ દેશમાં ૧૪ સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી દિવસ તરીકે ઉજવવા પાછળ શું રહસ્ય છે? ચાલો અતિતમાં એક ડોકિયું કરીએ.
અંગ્રેજોના ૨૦૦ વર્ષના શાસન પછી જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે સૌથી પહેલો પ્રશ્ર્ન રાજભાષાને લઈને ઉપસ્થિત થયો હતો. જ્યારે દેશમાં વિભિન્ન ભાષાઓ બોલવામાં આવતી હોય છે, ત્યારે કોઈપણ એક ભાષાને રાજભાષાના રૂપમાં પસંદ કરવી એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. તેમ છતાં ખૂબ જ ચર્ચા વિચારણાને અંતે હિન્દીને રાજભાષાના રૂપમાં પસંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું. બંધારણના અનુચ્છેદ ૩૪૩(૧)માં કહેવામાં આવ્યું છે, કે દેશની રાજ ભાષા હિન્દી અને તેની લીપી દેવનાગરી રહેશે.
આઝાદી પછી જ્યારે દેશમાં હિન્દી ભાષાના ઉત્થાન માટે ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના દિવસે હિન્દીને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ કારણથી દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરને જ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સૌથી પહેલા આ તારીખ દેશના પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પસંદ કરી હતી. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની વિનંતી બાદ ૧૯૫૩ પછી દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના દિવસને ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. ભારતમાં વસનારા લોકો અલગ અલગ ભાષા, અલગ અલગ રીત રિવાજોનું પાલન કરે છે. તેમ છતાં દેશમાં ૭૭ ટકા લોકો હિન્દી બોલે છે, સમજે છે અને લખે છે. પૂરા વિશ્ર્વમાં પણ હિન્દી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વિશ્ર્વમાં લગભગ ૧૨૦ મિલિયન લોકો બીજી ભાષાના રૂપમાં હિન્દી બોલે છે અને ૪૨૦ મિલિયનથી વધારે લોકો હિન્દી ભાષાને પોતાની માતૃભાષાના રૂપમાં બોલે છે.
આઝાદી પછી હિન્દી ભાષાને મહત્ત્વની ભાષાના રૂપમાં સ્થાપિત કરવા માટે કાકા કાલેલકર, હજારી પ્રસાદ દ્વિવેદી, શેઠ ગોવિંદદાસ, મૈથિલી શરણ ગુપ્ત વગેરે સાહિત્યકારોનો સહકાર લઈને વ્યોહાર રાજેન્દ્ર સિંહે અથાક પ્રયત્નો કર્યા હતા. ૧૪ મી સપ્ટેમ્બરના રોજ હિન્દીના મહાન સાહિત્યકાર વ્યોહાર રાજેન્દ્રસિંહનો જન્મદિવસ પણ છે, એટલા માટે પણ આ દિવસને હિન્દી દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. સન ૧૯૧૮માં મહાત્મા ગાંધીએ પણ એક હિન્દી સાહિત્ય સંમેલન દરમિયાન હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું સૂચન કર્યું હતું.
હિન્દી દિવસનો કાર્યક્રમ લગભગ એક સપ્તાહ સુધી ચાલતો હોય છે. તેને ૯? *૫!₹ કહેવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કૉલેજ અને સ્કૂલોમાં આ દિવસે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાઓમાં કાવ્ય ગોષ્ઠી સ્પર્ધા, વાદવિવાદ, વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે. ૧૪ સપ્ટેમ્બરના રોજ ભાષા સન્માન પુરસ્કાર પણ આપવામાં આવે છે.
હિન્દી નામ ફારસી શબ્દ ‘હિન્દ’માંથી લેવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે, ‘સિંધુ નદીની ભૂમિ.’ ફારસી બોલવાવાળા તુર્કી લોકો જેણે ગંગાના મેદાન અને પંજાબ પર આક્રમણ કર્યું. ૧૧મી સદીની શરૂઆતમાં સિંધુ નદીના કિનારે બોલવામાં આવતી ભાષાને ‘હિન્દી’ નામ આપવામાં આવ્યું. આ ભાષા ભારતની પ્રમુખ ભાષા છે અને સંયુક્ત અરબ અમીરાતમાં એક માન્યતા પ્રાપ્ત અલ્પસંખ્યક ભાષા પણ છે.
હિન્દી ભાષાને લઈને કેટલીક અવનવી વાતો

  • હિન્દીની પહેલી કવિતા પ્રખ્યાત કવિ અમીર ખુશરોએ લખી હતી. હિન્દી ભાષાના ઇતિહાસ પર પુસ્તક લખવાવાળા પહેલા લેખક ભારતીય નહોતા, પરંતુ એક ફ્રાન્સિસ લેખક ‘ગ્રાસિમ ધ તૈસી’ હતા.
  • સન ૧૯૭૭માં દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈએ હિન્દી ભાષા પ્રત્યે સન્માન પ્રદર્શિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી ભાષામાં ભાષણ કર્યું હતું.
  • ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં ‘અખ્રગળ’ અને ‘લુ્રૂૃ ણપશ્ર્નઇંળફ’ જેવા કેટલાય હિન્દી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • હિન્દી ભાષાની પહેલી ફિલ્મ રાજા હરિશ્ર્ચંદ્ર હતી.
  • સન ૧૯૪૯માં હિન્દીને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
  • સન ૨૦૦૯માં ગૂગલે પોતાના સર્ચ એન્જિનમાં હિન્દીની શરૂઆત કરી હતી.
    ભારત સિવાયના વિશ્ર્વના અન્ય દેશો જેવા કે મોરેશિયસ, ફિલિપાઇન્સ, નેપાલ, ફિઝી, ગુયાના, સૂરીનામ, ત્રિનિદાદ, તિબેટ અને પાકિસ્તાનમાં હિન્દી ભાષા બોલવામાં અને સમજવામાં આવે છે.
    દુનિયાની આ પાંચ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પણ હિન્દી ભાષા ભણાવવામાં આવે છે.
    વોશિંગ્ટન વિશ્ર્વવિદ્યાલય
    અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં હિન્દી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક બન્ને પ્રકારના કોર્ષ કરી શકાય છે. હિન્દી ભાષામાં ત્યાંથી બીએ, એમએ તથા પીએચડી જેવા કોર્સ પણ કરી શકાય છે.
    લંડન વિશ્ર્વવિદ્યાલય
    લંડન યુનિવર્સિટીમાં પણ હિન્દીમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને લેવલના કોર્સ ચલાવવામાં આવે છે.
    શિકાગો વિશ્ર્વવિદ્યાલય
    શિકાગો વિશ્ર્વવિદ્યાલયમાં હિન્દીમાં એક સાલ, બે સાલ, ત્રણ સાલ અને ચાર સાલના કોર્સ ચલાવવામાં આવે છે. એ ઉપરાંત ત્યાં હિન્દી સાહિત્ય અને કલ્ચરલ પર આધારિત એડ્વાન્સ કોર્સ પણ કરાવવામાં આવે છે.
    કોર્નેલ વિશ્ર્વવિદ્યાલય
    અમેરિકાની આ કોર્નેલ વિશ્ર્વવિદ્યાલયમાં હિન્દી ભાષામાં ત્રણ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે.
    ટોક્યો યુનિવર્સિટી
    ટોક્યો યુનિવર્સિટીમાં ૧૯૦૯થી હિન્દી ભાષા ભણાવવામાં આવી રહી છે. જાપાનમાં હિન્દી ભાષાને લોકપ્રિય કરવામાં ‘આકીયો હાગા’એ અહમ્ ભૂમિકા ભજવી હતી.
    આ વિશ્ર્વવિખ્યાત લોકો એ પણ હિન્દી ભાષાને અપનાવી છે
    બરાક ઓબામા
    સન ૨૦૧૫માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત યાત્રા દરમિયાન દિલ્હીના સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં પોતાના જાહેર ભાષણમાં રૂવળ્ટ ઢધ્રમળડ અને ઘ્રૂ વિડ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
    ડોનાલ્ડ ટ્રમ્પ
    ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીના કેમ્પેઈન અભિયાનમાં પ્રધાનમંત્રી મોદીના ચુંટણી ઝુંબેશ અભિયાનના મુખ્ય સૂત્ર ‘અરૂઇંત રૂળફ પળજ્ઞડિ લફઇંળફ’ નો ઉપયોગ કર્યો હતો.
    ડેવિડ કૈમરન
    બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કૈમરને ૧૪ નવેમ્બર, ૨૦૧૫ના રોજ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પરિચય આપતી વખતે ‘અખ્રગજ્ઞ રુડણ’ નારાનો ઉપયોગ કર્યો હતો.
    અબ્દુલ્લા શાહીદ
    સન ૨૦૨૦માં માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કોવિડ-૧૯ સામે લડવા માટે આર્થિક મદદ કરવા માટે ભારતનો હિન્દી ભાષામાં આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
    પૂર્વ પીએમ બેન્જામિન નેતાન્યાહૂ
    સન ૨૦૧૫માં ભારતના પ્રધાનમંત્રી મોદી જ્યારે પોતાની ઐતિહાસિક યાત્રા પર ઈઝરાઈલ ગયા હતા, ત્યારે ત્યાંના તત્કાલીન પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત હિન્દી ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું, ‘શ્ર્નમળઉંટ વે; પજ્ઞફજ્ઞ ડળજ્ઞશ્ર્નટ’
    ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અનેક પ્રસંગોમાં હિન્દી ભાષામાં બોલતા જોવા મળે છે.હોળીના તહેવારમાં પણ તેમણે હિન્દીમાં ‘વળજ્ઞબિ ઇંત યૂધઇંળપણળર્ઊૈ’ બોલીને લોકોને શુભેચ્છા સંદેશો આપ્યો હતો.
    ભારત ઘણી ભાષાઓનો સમૃદ્ધ દેશ છે, પરંતુ ભારત મૂળભૂત તે તેની હિન્દી ભાષા માટે જાણીતો છે. ઉપર જોઈ ગયા તેમ હિન્દીના ચાહકો માત્ર ભારતમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં જોવા મળે છે. તેમ છતાં દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં હિન્દી ભાષા પ્રત્યે સૂગ સેવવામાં આવી રહ્યું છે. હિન્દી ભાષાનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, એ દુ:ખદ છે.
    ૧૯૩૬માં મહાત્મા ગાંધી દ્વારા હિન્દી પ્રચાર પ્રસાર માટે સ્થાપવામાં આવેલી સંસ્થા, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા દ્વારા હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે થઈને દેશના દક્ષિણના રાજ્યોને બાદ કરતાં તમામ રાજ્યમાં હિન્દી ભાષાની જુદી જુદી કક્ષાની પરીક્ષાઓ જેવી કે પ્રથમા, દ્વિતીયા, મધ્યમા, કોવિદ અને રત્ન જેવી પરીક્ષાઓ લેવામાં આવે છે.
    તો વળી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ગૂજરાત હિન્દી-હિન્દુસ્તાની પ્રચાર સમિતિ દ્વારા પણ હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે થઈને બાળપોથી, પહેલી, દુસરી, તીસરી, વિનીત અને સેવક જેવી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ બધી પરીક્ષાઓ વર્તમાન સમયમાં શાળા-કૉલેજોમાં લેવામાં આવતી વૈધિક (રજ્ઞળિફહ)પરીક્ષાઓને સમકક્ષ જ દરજ્જો ધરાવે છે. હિન્દી ભાષાનું પ્રભુત્વ વધારવા માટે જ્યારે આવી સેવી સંસ્થાઓ કાર્ય કરી રહી છે, ત્યારે શાળાઓ અને કૉલેજોએ આ પરીક્ષાઓ માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને હિન્દી ભાષાને ઉત્તેજન આપવામાં યથાયોગ્ય સહયોગ કરવો જોઈએ.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ