ઈન્ટરવલ

સાયબર ઠગોનું સામ્રાજ્ય એટલે કલ્પનાને અતિક્રમી જતી વ્યવસ્થા

સાયબર સાવધાની – પ્રફુલ શાહ

નુંહ, હરિયાણાના સૌથી પછાત વિસ્તારોમાંનો એક જિલ્લો અગાઉ મેવાત તરીકે ઓળખાતા નુંહનું ક્ષેત્રફળ ૧૫૦૭ વર્ગ કિલોમીટર અને વસતિ ૧૧ લાખ જેટલી. એમાં ૪૪૩ ગામ અને પાંચ નાનાં શહેરનો સમાવેશ. લગભગ ૮૦% વસતિ મુસલમાનોની.

આ નાનકડાં નુંહમાં ચાલતા ભયંકર કરતૂત ગયા વર્ષના માર્ચ મહિનામાં પર્દાફાશ થયા ત્યારે સૌ ચોકી ગયા હતા. આ કામગીરી પણ આસાન નહિ, ભગીરથ હતી. પાંચ હજાર પોલીસકર્મીઓની બનેલી ૧૦૨ ટૂકડી નુંહ જિલ્લાના ૧૪ ગામમાં એક સાથે ત્રાટકી હતી. એ સમયે ૧૨૫ શકમંદોને અટકાયતમાં લેવાયા હતા. આ બધા હેકર્સ હતા. આમાંથી ૬૬ આરોપીઓની ઓળખવિધિ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

સવાલ એ થાય કે અપરાધ કે કૌભાંડ હતું શું? આ આખું સાયબર છેતરપિંડીનું નેટવર્ક હતું. એટલે જ પોલીસના દરોડા દરમિયાન ૯૯ સિમકાર્ડ, પાંચ પાન કાર્ડ, ૧૬૬ આધારકાર્ડ, ૧૨૮ એટીએમ કાર્ડ, ૬૬ મોબાઇલ ફોન, ત્રણ લેપટોપ સહિતની બનાવટી કે વાંધાજનક સામગ્રી જપ્ત કરાઇ હતી.

ત્યાર બાદ હરિયાણા પોલીસે કૌભાંડની મોડસ ઓપરેન્ડી સમજવા માટે રાજ્યના ૪૦ સાયબર એક્સપર્ટની ટીમ બનાવી હતી. આ સાયબર ફ્રોડ છેતરપિંડીની કોઇ રીત છોડતા નહોતા. ફેસબુક કે ઓએલએક્સ પર કાર, બાઇક અને મોબાઇલ ફોન જેવી ચીજો આકર્ષક અર્થાત લલચાવનાર ભાવે વેચવા મૂકે. જે લોકો રસ દાખવવા માટે ફોન કરે એમને ઓનલાઇન નાણાં જમા કરાવવા માટે જણાવાતું હતું. પરંતુ પછી ક્યારેય એમને રકમના બદલામાં ચીજ મળતી નહોતી. સાથોસાથ વર્કફ્રોમ હોમની રૂા. ૩૦ હજારની આવકનો ગોળ કોણીએ લગાવીને પણ અનેક શીશીમાં ઉતારાયા હતા. આમાં કુરિયર ખર્ચ, પેકિંગ મટિરિયલ અને રજિસ્ટ્રેશન ફી સહિતના નિતનવા નામે એમની પાસેથી અમુક બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવાતી હતી.

આ ‘કામગીરી’ને સફળતાપૂર્વક અંજામ આપવા માટે પૂરેપૂરી તૈયારી કરાયેલી હતી. સરકારી અને ખાનગી બેન્કોમાં મળીને કુલ ૨૧૯ ખાતા ખોલાવાયાં હતાં. નોકરી મેળવો, પાર્ટ ટાઇમ જોબ કરો, તરત કેવાયસી કરાવો, ઓનલાઇન આધારકાર્ડ અપડેટ કરાવો, સિમકાર્ડ મેળવો, જેવા ન જાણે કેટકેટલાં ગતકડા અપનાવાતા હતા.

આ ગુનેગારોએ હરિયાણામાં નહિ પણ ઉત્તર પ્રદેશથી લઇને આંદામાન નિકોબાર ટાપુ સુધીના ભોળાજનોની છેતરપિંડી કરી હતી. આ અપરાધીઓની ધરપકડ દેશભરમાં સાયબર ફ્રોડના ૨૮ હજાર કેસ બહાર આવ્યા હતા. આ લોકોએ ઓછામાં ઓછા રૂા. ૧૦૦ કરોડની ઠગાઈ કર્યાનો અંદાજ મુકાયો હતો.

આ તો એક નુંહની વાત છે. દેશમાં ન જાણે આવા કેટકેટલા નુંહ હશે?

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)

આ કૌભાંડમાં ૨૫૦ મોસ્ટ વોન્ટેડ સાયબર ક્રિમિનલની ધરપકડ કરાઇ હતી. જેમની ઉંમર ૧૮થી ૩૫ વર્ષ વચ્ચે હતી.

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker