એર ટર્બ્યુલન્સની ખતરનાક ટ્રબલ
એર ટર્બ્યુલન્સ ઘણી વસ્તુને લીધે થઈ શકે છે. વાતાવરણમાં હવાનું દબાણ, જેટ સ્ટ્રીમ્સ જે હવામાં પરિવર્તનને ટ્રિગર કરે છે. આવી સ્ટ્રીમ્સ પહાડ અથવા ઊંચી બિલ્ડિંગ પરથી ઉડે છે. આકાશમાં હવાના પ્રવાહ ને બદલાય છે

પ્રાસંગિક – અમૂલ દવે
છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિમાનમાં એર ટર્બ્યુલન્સની ખામી સર્જાવા લાગી છે. તેના કારણે વિમાનને નહીં, પરંતુ પ્રવાસીના જીવને ખતરો ઊભો થયો છે. એર ટર્બ્યુલન્સની ઘટનાઓમાં વધારો થતો હોવાથી આ વિષય ગંભીર બની
રહ્યો છે.
તાજેતરમાં બે એવા બનાવો બન્યા છે, જેમાં જાનહાનિથઈ છે..અમેરિકાના એક અભ્યાસ પ્રમાણે ૨૦૦૯થી ૨૦૧૮ સુધી ટર્બ્યુલન્સની જેટલી ઘટના નોંધાઈ છે એના કરતાં આજે ત્રણ ગણી થઈ છે. આમાંના મોટા ભાગના બનાવોમાં એક કે વધારેને ગંભીર ઈજા થઈ છે. જોકે, આમાં જાનહાનિના બનાવો જૂજ છે. મહત્ત્વનું તારણ એ છે કે આવા ઘટના વખતે પ્લેનને નુકસાન થયું નથી.
સૌપ્રથમ ‘સિંગાપોર એરલાઇન્સ’ની એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. ત્યારે તુરંત લેન્ડિંગ કરતી વખતે એક વ્યક્તિનું મોત નિપજ્યું અને ૭૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોનો આબાદ બચાવ તબીબો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આ લોકોને જીવનભર સુધી પરેશાન કરે તેવી બીમારીનો ભોગ બન્યા છે.. એમાંથી મોટાભાગના લોકોને માથા અને કરોડરજજુની બીમારીથી પરેશાન થવું પડશે.‘સિંગાપોર એરલાઈન્સ’ બાદ ‘કતાર એરવેઝ’નું વિમાન એર ટર્બ્યુલન્સમાં ફસાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે.
દોહાથી આવતી ‘કતાર એરવેઝ’ ની એક ફ્લાઈટ રવિવારે ૨૬ મેના ટર્બ્યુલન્સમાં અટવાઈ ગઈ હતી. આ ઘટનામાં ૬ ક્રૂ મેમ્બર સહિત ૧૨ લોકો ઘાયલ થયા છે. આ પ્લેન દોહાથી ડબલિન જઈ રહ્યું હતું.
અગાઉ, ‘સિંગાપોરએરલાઇન્સ’નીબોઈંગ ૭૭૭-૩૦૦ ઊછ ફ્લાઈટ પણ ૨૧ મેના રોજ મ્યાનમારના આકાશમાં એર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન અચાનક ધ્રુજારીના કારણે ૭૩ વર્ષીય બ્રિટિશ પ્રવાસીનું મોત થયું હતું. આ સિવાય પ્લેનમાં બેઠેલા ૧૦૪ લોકો પણ ઘાયલ થયા હતા.
એર ટર્બ્યુલન્સ શું છે?
એર ટર્બ્યુલન્સ ઘણી વસ્તુને લીધે થઈ શકે છે. વાતાવરણમાં હવાનું દબાણ, જેટ સ્ટ્રીમ્સ જે હવામાં પરિવર્તનને ટ્રિગર કરે છે. આવી સ્ટ્રીમ્સ પહાડ અથવા ઊંચી બિલ્ડિંગ પરથી ઉડે છે. આકાશમાં હવાના પ્રવાહ ને બદલાય છે. આ ઉપરાંત અન્ય કારણ જે હવાના પ્રવાહને બદલવાનું કારણ બની શકે છે.
ટર્બ્યુલન્સનું કારણ ગમે તે હોય,પણ એ સમજવું જરૂરી છે કે, હવાના પ્રવાહમાં બદલાવ આવતાને લીધે ટર્બ્યુલન્સ સર્જાય છે.
એર ટર્બ્યુલન્સ કેવી રીતે થાય છે?
એ ‘જેટ સ્ટ્રીમ’ તરીકે પણ પણ ઓળખાય છે. એર ટર્બ્યુલન્સ વાસ્તવમાં વા-વંટાલ પ્રકારનો એક અસ્થિર પવન છે, જેની ગતિ અને વજનની આગાહી કરી શકાતી નથી. મોટાભાગના લોકો સમજે છે કે આ ફક્ત ખરાબ હવામાનના કુદરતી તોફાન વગેરેમાં થાય છે. હકીકતમાં સૌથી ખતરનાક એર ટર્બ્યુલન્સ ત્યારે થાય છે જ્યારે હવામાન ચોખ્ખું હોય અને સામે આકાશમાં કોઈ ખતરો કે સંકેત દેખાતો ન હોય.
ચોખ્ખા હવામાનમાં એર ટર્બ્યુલન્સ મોટાભાગે હજાર ફૂટની ઊંચાઈપર રહેલી હવાને કારણે થાય છે. આ ત્યારે થાય છે, જ્યારે ઝીણી ધૂળના બે થર એટલ કે પરત હવામાં એકબીજાને આજુબાજુથી ખૂબ જ ઝડપથી પસાર થાય ત્યારે વાતાવરણ હવાનું દબાણ સહન કરી શકતું નથી. તેથી હવા બે ભાગમાં વહેંચાઈ જાય છે. ત્યારે વિમાનમાં લગાવામાં આવેલા જેટ સ્ટ્રીમઆ હવાની નજીકથી પસાર થાય ત્યારે હવા પર દબાણ વધી જાય અને વિમાન હાલકડોલક થવા લાગે.
‘નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટીબોર્ડ’ના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ૨૦૦૯ થી ૨૦૨૨ સુધી કુલ ૧૬૩ એર ટર્બ્યુલન્સની ઘટના સામે
આવી છે.
૧૯૭૯ અને ૨૦૨૦ ની વચ્ચે કેસોમાં ૫૫ ટકાનો વધારો થયો તે ઉપરાંત વૈજ્ઞાનિકોએ વાતાવરણમાં વધતા ગ્લોબલ વોર્મિંગના પ્રમાણને પણ એર ટર્બ્યુલન્સનું કારણ દર્શાવ્યું છે. આવા જ એક જર્નલમાં ગત વર્ષે પ્રકાશિત થયેલા એક સંશોધનમાં બ્રિટનની રીડિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં ચોખ્ખા વાતાવરણમાં એર ટર્બ્યુલન્સનું પ્રમાણ વધ્યું છે. વૈજ્ઞાનિકોના મતે આ કાર્બન ઉત્સર્જનને કારણે થઈ રહ્યું છે.
આનો ઉકેલ શું છે?
અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ એ કહ્યું છે કે તે એવી આગોતરી ચેતવણી પદ્ધતિ વિકસાવી રહી છે. આનો આધાર ગ્રાઉન્ડ માઉન્ટેડ ઇન્ફ્રાસોનિક માઈક્રોફોન છે, જે સેંકડો કિલોમીટર દૂરથી ચોખ્ખી હવાના એર ટર્બ્યુલન્સને શોધી
કાઢે છે.
ઓસ્ટ્રિયા સ્થિત ટેક સ્ટાર્ટ અપ ટર્બ્યુલન્સ સોલ્યુશન્સે દાવો કયો છે કે તે એની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે કે જે ૮૦ ટકાએર ટર્બ્યુલન્સને નાબૂદ કરી નાખશે.
પેસેન્જર માટે ટિપ્સ
- ગભરાવું નહીં
ટર્બ્યુલન્સ દરમિયાન મોટાભાગે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ગંભીર મામલે ગભરાટથી થાય છે કેમ કે લોકોને એવું લાગે છે કે, એમનું પ્લેન ક્રેશ થવાનું છે અથવા થઈ રહ્યું છે.
બેલ્ટ બાંધેલો રાખવોનઘણાં લોકોને એવી આદત હોય છે કે, વિમાન ટેક ઓફ થયા પછી તે સીટ બેલ્ટ ખોલી નાખે
છે. એમણે વિમાનના નિયમોનું પાલન કરવું જોઈએ અને સીટબેલ્ટ સાઇન ચાલૂ હોય ત્યારે પોતાનો સીટબેલ્ટ બાંધી રાખવો જોઈએ.
ટર્બ્યુલન્સ દરમિયાન સીટ બેલ્ટ બાંધવો વિશેષ રીતે મહત્વપૂર્ણ છે. આવું કરવાથી તમે ખુદને અને તમારી આસપાસના લોકોને નુકસાન થતું અટકાવશે. - પાઈલટ પર વિશ્ર્વાસ રાખવો
ટર્બ્યુલન્સ દરમિયાન ચિંતા કરવાની જગ્યાએ પોતાના પાઈલટ પર વિશ્ર્વાસ રાખવો, કેમ કે આવી સ્થિતિનો સામનો કરવા માટે એ પ્રોફેશનલી ટ્રેન્ડ હોય છે. આ ઉપરાંત આજના આધુનિક ઉપકરણોને લીધે ઉડાન માર્ગ માટે વાતાવરણની માહિતી એને આગોતરી મળી જાય છે. - બ્રિધિંગ એક્સરસાઇઝ
જો ટર્બ્યુલન્સ દરમિયાન ગભરામણ અનુભવો તો
બ્રિથિંગ એક્સરસાઇઝ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.. નાકથી શ્ર્વાસ લેવો અને મોઢાથી શ્ર્વાસ છોડવો. શ્ર્વાસોચ્છવાસની આ ટેકનિક તમને માનસિક -શારીરિક રીતે શાંત રાખશે. - મગજ બીજી જગ્યાએ ડાયવર્ટ કરવું
જો ટર્બ્યુલન્સ ખૂબ જ વધુ ગંભીર ના હોય તો પોતાનું
ધ્યાન અન્ય વસ્તુ પર કેન્દ્રિત કરવું. જેવું કે પુસ્તક વાચવું
કે અથવા સુડોકૂ ગેમ રમવી સીટની પસંદગી સીટ બુક
કરતી વખતે એવી સીટને પસંદ કરવી જ્યાં ટર્બ્યુલન્સ ઓછું પ્રભાવિત કરે.
આ માટે સૌથી સારી સીટ વિમાનની પાંખ પાસે હોય છે. અહીં વિમાનની હાલકડોલક – ટર્બ્યુલન્સનો પ્રભાવ ઓછો અનુભવાય છે.