પાલિતાણામાં દાદા આદિનાથની ૧૦૮ ફૂટની પ્રતિમા જૈન નગરીનું ગૌરવ છે
તસવીરની આરપાર -ભાટી એન.
ગોહિલવાડનું વડું મથક ભાવનગરથી અંદાજે ૫૫ કિ.મી.ના અંતરે જૈનોનું વિશ્ર્વ પ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણા (જૈનનગરી) અતિ માહાત્મ્યવંતા તીર્થાટન અવ્વલક્રમે આવે છે! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર્વત ઉપર પાવનકારી અદ્વિતીયને મહિમાવંત જૈન દેરાસરની શૃંખલા છે..! શાશ્ર્વત તીર્થની બેનમૂન સ્થાપત્યકળાનો સર્વોત્કૃષ્ઠ નમૂનો છે…! જૈન ધર્મના પ્રથમ તીર્થંકર અને માનવ સંસ્કૃતિના આદિ સ્થાપક ઋષભદેવ ભગવાન આ તીર્થમાં પૂર્વે નવ્વાણું વાર સમોસર્યા હતા. જૈનોના ૨૪ તીર્થંકરોમાંથી ૨૩ તીર્થંકરોએ તીર્થ પરથી વિશ્ર્વને જૈન ધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો. ભગવાન ઋષભદેવ, આદિનાથ કે આદિશ્ર્વરદાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે.
જૈનનગરી પાલિતાણામાં અસંખ્ય તરેહતરેહના નયનરમ્ય દેરાસરની શૃંખલા નિહાળવા મળે છે…! શેત્રુંજય ગિરિરાજની લીલીછમ હરિયાળીથી ખચિત ગગનચુંબી ડુંગરાની ગોદ (તળેટી)માં આવેલ જંબુદ્વીપ સંકુલમાં પ્રથમ તીર્થંકર દાદા આદિનાથની ૧૦૮ ફૂટની વિરાટ ગોલ્ડન રંગની ભવ્યતાતિભવ્ય પ્રતિમા વિશ્ર્વ વિરાટ છે. આચાર્ય શ્રી અશોકસાગરસૂરિજી મહારાજના ગુરુ પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજની ભાવનાથી વિશ્ર્વ વિરાટ પ્રતિમા દાદા આદિનાથની જ વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવું પ્રથમ તીર્થંકર હોવા ઉપરાંત આપણા આદિ સંસ્કૃતિ પુરુષ છે. એ ઉપરાંત તમામ તીર્થંકરમાં અવ્વલક્રમે આવે છે. અને પાલિતાણા તીર્થ સદીઓથી દાદા આદિનાથનું જ પરમધામ છે.
આ વિરાટ પ્રતિમા બનાવા યોગ્ય અખંડ પર્વતનો પથ્થર ન મળતા અંતે આઠથી દશટનના વજનના પથ્થરો જોઈન્ટ કરી એનો પહાડ બનાવી એમાંથી પ્રતિમાં કંડારી સકાય તેવું શાસ્ત્રીય રીતે જાણવા મળતા આખરે પોરબંદર વિસ્તારનાં પથ્થરની ખૂબી એ છે કે તેને ચોંટાડીને ડુંગો કરવામાં આવે તો પછી એમાં સાંધો દેખાતો નથી…! કે નડતો નથી વળી જેમ જેમ એની ઉપર વરસાદનું પાણી પડે તેમ-તેમ એ પથ્થર વધારે મજબૂત થતો જાય છે…!? આ વિરાટ મૂર્તિ બનાવવા અંદાજે પચાસ ટન વજનનાં ૧૦ડ્ઢ૬ડ્ઢ૫ ફૂટના માર્બલના નવ પથ્થરો તાંબાના સળિયા વડે
જોડીને ગોઠવ્યા મજબૂત ફાઉન્ડેશન ભરી તેની પર આ મૂર્તિ બનાવામાં ફાઉન્ડેશનનો ખાડો ૨૦ ફૂટ ઊંડો કરવામાં આવ્યો…!! પ્રાચીન પદ્ધતિ અનુસાર ચૂનો, મેથી, ગૂગળ, તમાકુ વગેરેનું મિશ્રણ કરીને બુનિયાદ મજબૂત બનાવી આવી ચીજ નાખવાથી ભવિષ્યમાં ઉધઈ ન લાગે એ કારણે તમાકુ વગેરે નાખવાથી વૈજ્ઞાનિક-શાસ્ત્રીય પ્રદ્ધતિને અપનાવી પોરબંદરના ભાડલા ને ઊનાની ખાણમાંથી પાંત્રીસ ટન વજનના મહાકાય વિરાટ પથ્થરો લાવી તેને મેલ-ફીમેલ બનાવી પરસ્પરમાં ભરાઈને ફીટ થઈ જાય એવી ચાવી રૂપ ખાંચા મારીને એક બીજાને જોઈન્ટ કરી ગોઠવી એનો પહાડ ૧૧૨ ફૂટનો બનાવી તેનો ઘેરાવો ૩૫ડ્ઢ૧૫ ફૂટનો રાખી આ અદ્ભુત ૧૦૮ ફૂટની દાદા આદિનાથની એક્સ્ટ્રા ઓડિનરી પ્રતિમા તળેટીમાં આવેલ છે. આપ પાલિતાણા જાવ ત્યારે અચૂક દાદા આદિનાથની બહુમૂલ્ય પ્રતિમાના દર્શન કરજો.
આ લેખન તસવીર: ભાટી એન.