સર્વોત્કૃષ્ટ ગૂંથણકળાથી માળો બનાવી માદાને રિઝવતો નર સુઘરી!
તસવીરની આરપાર -ભાટી એન.
જેની લાઈફસ્ટાઈલ ક્રિએટિવિટી કરવાની હોય. કલાત્મક આશિયાનો બનાવાનો અદ્ભુત શોખ હોય! વૈશ્વિક સ્તરે પક્ષીઓની નાતમાં આર્કિટેક્ટ એન્જિનિયરની' આભા બનાવી હોય, ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરી શકે છે. મહેનત અને સલામતીનો સરવાળો ને સર્વોત્કૃષ્ઠ કલાકાર એટલે
સુઘરી’ તેનો માળો એવી જગ્યાએ બનાવે કે ત્યાં કોઈપણ નાગ કે બીજાં પ્રાણીને જવું અશક્ય હોય ત્યાં માળો બનાવે મોસ્ટ ઑફ ઊંચાં વૃક્ષોની ટંગલી ટોચે છેલ્લી પાતળી ડાળીએ મોરલી જેવો માળો બનાવે છે. બે ફૂટ કે તેનાથી વધુ ઊંચાઈવાળા માળા આ વખતે મને નિહાળવા મળેલ જેમાં બે ગોળાકાર, ગોળા વચ્ચે ભૂંગળી છેવાડે લાંબી ભૂંગરી જેથી ગોળાકાર ગોળામાં ઈંડાં મુકીને સેવીને બિન્દાસ્ત પોતાનાં બચ્ચાને મોટી કરી શકે. સુઘરીની આખી ઝૂલતી લટકતી કોલોની હોય ને તે સુઘરીઓ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. ચકલી કુળની આ સુઘરીની આમ રંગેરૂપે તદ્દન ભિન્ન છે. પીળો, પોપટી, રંગ મોઢા પર ને ચાંચના ભાગે કાળાશને બાકી ચકલી જેવો રંગ પણ દેખાવમાં નયનરમ્ય લાગે. સમૂહમાં સુઘરીઓ ચી… ચી… કરતી જાય અને માળો ગૂંથતી જાય. માળામાં ભીની માટીનું લિપણ કરતી જાય ને લીલા ઘાસ કે ડાભના તંતુઓનો વિનિયોગ કરે છે. માળો બનાવતી વખતે મોજમાં મશગૂલ હોય છે. ચીવીઝ… ચીવીઝ સીટી વગાડતી જાય ને પોતાની ધારદાર ચાંચથી માળો ગૂંથતી જાય. પ્રથમ માળો લીલોછમ દેખાય છે, કારણ કે ઘાસ લીલું હોય છે. સમય જતાં માળો ખાખી રંગનો બની જાય છે. માળાની નીચેના ભાગે ગોળાકાર ટનલ પાસ કર્યા પછી અંદર ત્રણ ચાર ઇંચના ખાડાવાળા ભાગમાં ઈંડાં મૂકે છે. એક ખંડને તેની ઉપર દીવાનખંડ જેવો આરામ ખંડ આવો અદ્ભુત બે ભાગમાં વહેંચાયેલો વિશેષ માળો પક્ષી જગતમાં માત્ર સુઘરી જ બનાવી શકે છે. ઘાસની સુંદર ગૂંથણીમાંથી હવાની અવરજવર ખૂબ જ ઠંડક આપે છે…! તેની કને એરકન્ડિશન ઝાખું લાગે…! માળામાં બે કે ત્રણ ઈંડાં મુક્યા પછી માદાની અને બચ્ચાઓની દેખભાળની જવાબદારી નર નિભાવે છે.
પક્ષી સુઘરી' ને
સુગરી’ નામે બોલાવે છે. સુગરી નામ સુગૃહી' પરથી ઊતરી આવેલું છે. કેટલાક તે નામ
સુગ્રીવ’ (સુંદર ગ્રીવાવાળું પક્ષી) શબ્દ પરથી ઊતરી આવ્યાનું માને છે. સુગરીની મોટાભાગની જાતિઓ આફ્રિકામાં જોવા મળે છે. તે પૈકી એશિયામાં પાંચ જાતિઓ છે. તેમાંની ત્રણ જાતિઓ ભારતમાં નોંધાયેલી છે. પ્રજનનકાળ સિવાય નર અને માદા સુગરીમાં ખાસ તફાવત નિહાળવા મળતો નથી. સુગરીની પ્રજનન ઋતુ મેથી સપ્ટેમ્બર ચૈત્રથી આસો માસ સુધી લંબાયેલી રહે છે. નર માદાને આકર્ષવાનું કાર્ય શરૂ કરે છે. સુંદર માળાઓ જોઈ માદા પણ આકર્ષાય છે. અહીં માદા પોતાનો વ્યવહારુ સ્વભાવ દર્શાવે છે. અર્થાત્ નર કરતાં પણ તેના ઘર પર પસંદગીનો કળશ ઢોળે છે! આ સુગરીનો સ્વયંવર જેવો પ્રસંગે ઊભો કરે છે. હંમેશાં નર-કે માદા પોતાનું સુરક્ષા કવચને પ્રથમ પ્રાયોરિટી આપે છે.
આ માનસિકતા આપણા ગૃહસ્થાશ્રમમાં પણ લાગુ પડે છે. સુગરી પરથી માનવીએ બોધપાઠ લેવો જેવા છે. કે હંમેશાં મહેનત કરતા રહો ને સર્વોત્કૃષ્ટ કલા બનાવો તો તમારી પણ વાહ વાહ જગતમાં થશે?