મારી ક્ષમાપનામાં Speed Breaker : EGO
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
પર્યુષણ વ્યાખ્યાનમાળા
આકારથી નિરાકાર થવાનો શ્રેષ્ઠ માર્ગ છે, પરમાત્મામાં એકાકાર થવું!
પરમાત્મા સાથે, ગુરુતત્ત્વ સાથે, પોતાના સમર્પણના પાત્ર સાથે એકાકાર એ જ થઇ શકે છે, જે પોતાના અસ્તિત્વનાં અહંકારથી મુક્ત હોય છે.
સ્વયંના અસ્તિત્વનું વિસર્જન કરવું, એ જ હોય છે, સ્વયંમાં પરમ-તત્ત્વનું સર્જન કરવું.
અસ્તિત્વના વિસર્જનમાં કોઇ Speed Breaker હોય, તો એ છે, ego અહંકાર!
મને કોઇની જરૂર નથી આ છે ego અને બધાંને મારી જરૂર છે, આ છે super ego!
EGO વ્યક્તિમાં શેના કારણે આવે?
જેટલો પરિગ્રહ વધારે એટલો અહંકાર વધારે!
વસ્તુનો પરિગ્રહ તો હજી પણ છૂટી જાય, કેમ કે, વસ્તુ તો તૂટી જાય, ખોવાઇ જાય, ખરાબ થઇ જાય, પણ બુદ્ધિનો પરિગ્રહ છોડવો બહુ કઠિન હોય છે.
હું આજે ૭-૮ વાક્યો કહું છું, તમે તમારી self ને ભવયભસ કરો અને check કરો કે, આમાંથી કેટલાં વાક્યો તમે બોલો છો.
૧. મને કોઇને જરૂર નથી.
૨. બધાંને મારી જરૂર પડે છે.
૩. મને તમારી ક્યારેય જરૂર નહીં પડે.
૪. તમે મને ઓળખતાં નથી.
૫. મારું level શું છે, એની તમને ખબર જ નથી.
૬. તમારામાં ક્યાં બુદ્ધિ છે?
૭. મારામાં તમારા કરતાં વધારે અક્કલ છે.
૮. તમારામાં તો કોઇ capacity જ નથી.
જયાં સુધી આવા પ્રકારની માનસિકતા છે, ત્યાં સુધી ક્ષમાની ભાવના શક્ય નથી.
લોભનું ફળ કદાચ આ ભવે મળે કે ન મળે, પણ egoનું result તો ૪૮ minutes માં મળી જાય, માટે જ ego ને instant poison કહેવાય છે.
મોટા ભાગે વ્યક્તિનો ego પોતાની પ્રગતિ માટે ઓછો અને બીજાનું અપમાન કરવામાં વધારે વપરાતો હોય છે
જે આજ બીજાનું અપમાન કરે છે, એ જ અંતે અસહાય દશામાં પ્રવેશે છે.
એવા ઘણા વ્યક્તિઓ છે. જેમની પાસે કરોડોની સંપત્તિ હતી, એ આજે અન્યના સહારે જીવનનિર્વાહ ચલાવે છે.
જૈન દર્શન એવું માને છે; જે subjectને તમને અહંકાર આવે, તે subject ને અધિકાર તમે ગુમાવી દો છો.
આપણો અધિકાર જ આપણા અહંકારનું કારણ બને છે.
જે કહેતા હોય કે હું તો હસતા-રમતા અઠ્ઠાઇ કરી લઉં, એને જ ત્રીજે દિવસે એવો માથાનો દુ:ખાવો થઇ જાય કે પારણું કરવું પડે.
તમે છેલ્લાં કેટલાંક વર્ષોથી જેને ક્ષમાપના કરવા નથી ગયાં કે જેને તમે sorry નથી કહી શકતાં, તો તમારી એ ક્ષમાપનાનું speed breaker તમારો ego છે.
જે તમારો ego satisfy કરે, એમની ક્ષમાપના કરવી બહુ easy હોય છે, પણ જે તમારા ego ને hurt કરે, એમને ક્ષમાપના કરવી બહુ difficult
હોય છે.
તમારા પુણ્ય, તમારાgoodluck જ તમારા ego નું booster હોય છે.
જેટલાં પુણ્ય વધારે એટલા સુખ, સાધનો અને સામગ્રીઓ વધારે અને એટલો અહંકાર પણ વધારે!
અહંકારને વધારે એ પુણ્ય ઘટે.
મારી પાસે ગાડી,Iphone, farm house છે. મારી પાસે આ છે, મારી પાસે આટલું છે પણ યાદ રાખવા જેવું છે કે ૬૦ માળનું building પણ ૯ second માં ધરાશાયી થઇ શકે છે. ભલભલાનો અહંકાર પળમાં નાશ કરી નાંખે એવી તાકાત કર્મોમાં રહેલી છે. કર્મની તાકાત ક્ષણભરમાં અહંકારીને અસહાય બનાવી દે છે.
આપણા ૫ ઇન્દ્રિયો આંખ, નાક, કાન, જીભ અને કાયા પણ અહંકારને વધારે છે અને ૫ ઇન્દ્રિયોમાં સૌથી વધારે અહંકાર કરાવે એ ઇન્દ્રિય યુયત છે.
Eyes જ સૌથી વધારે “I’ કરાવે છે. એક ઇન્દ્રિય માત્ર eyes ન હોય, તો પણ વ્યક્તિ અસહાય બની જાય છે.
તમારી life માં તમારા ego ને satisfy કરવાવાળા ઘણા હશે, તમારા ego ને hurt કરવાવાળા પણ અનેક હશે પણ તમારી life માં જો હથોડા મારીને તમારા ego ને ચૂર ચૂર કરી દેનારા એક ગુરુ હશે તો તમે ક્યારેય અસહાય દશામાં નહીં આવો.
તમારા અહંકારને પંપાળે એ નહીં પણ તમારા અહંકારને પછાડે એ તમારા ગુરુ હોય.
ગુરુ પાસે જઇએ ત્યારે જ્ઞાનની, માળાની કે અન્ય કોઇ વિનંતી ન કરવી જોઇએ પણ એક જ વિનંતી કરવી જોઇએ. ગુરુદેવ! મારો ego zero મારો અહંકાર તૂટી જાય, એવી મને આજ્ઞા આપો, ગુરુદેવ ! મને એવા પ્રયોગો કરાવો.
યાદ રાખો, અહંકાર આપણી અસહાય દશાની આમંત્રણ પત્રિકા છે.
અહંકારથી મુક્તિ અરિહંતતાની પ્રાપ્તિ કરાવે છે.
અહંકાર શૂન્ય થાય તો ક્ષમાstrong થાય. ક્ષમા હોય ત્યાં શાંતિ અને સમાધિ હોય.
અહંકાર છૂટે તો સહાયરૂપ બનાય અને જે સહાયરૂપ બને છે, તે કયારે નિ:સહાય બનતાં નથી.
તમારા અહંકારને તોડી શકે, એવું જગતમાં એક માત્ર તત્ત્વ છે ગુરુનું ! ગુરુ તમારા અહંકાર પર સમજના હથોડાં મારી, તમારા અહંકારને ચૂર ચૂર કરી દે છે. ગુરુ તમારા heart અને તમારા brain સુધી પહોંચી તમારા ego નેzero કરાવી દે અને તમારી ભૂલ ન હોય તો પણ એની સજા આપે.
ભૂલ કરી હોય અને ભૂલ બતાવે તે ‘મા’ કહેવાય, અને ભૂલ થવાની હોય, એ પહેલાં જ તમારી ભૂલ બતાવી દે, એ ‘ગુરુ’ કહેવાય.
તમારી ભૂલ હોય અને તમે બતાવતા ડરો અથવા તમારી ભૂલ હોય અને કોઇ તમને બતાવતા ડરે, તો આ બન્નેનું કારણ તમારો યલજ્ઞ હોય!
Ego ને ઘટાડવા નમ્રતાને વધારો.
અહંકારનું મૃત્યુ થાય છે, ત્યારે નમ્રતાનો જન્મ થાય છે.
અહંકારનું મૃત્યુ થાય છે, ત્યારે ક્ષમાપના ઉત્સવ બને છે.
અહંકારનું છોડવા માટે જીવનના વ્યવહારમાં નમ્રતા આવે તો જીવનનો પ્રત્યેક વ્યવહાર ધર્મ બની જાય.
અહંકાર ઓગળે તો અસ્તિત્વ ઓગળે અને અસ્તિત્વ ઓગળે તો પરમાત્મા સાથે એકાકાર થવાય.
પરમાત્મા સાથે એકાકાર થવું એ જ પર્યુષણની સાર્થકતા છે.
અહંકારને છોડવા કરો પ્રયોગ
અહંકારને છોડવા વારંવાર નાના નાના પ્રયોગ કરવા જોઇએ.
જેમ કે, કામવાળા બેનને sofa ઉપર બેસાડી, એની સામે જ ઘરમાં ઝાડુ-પોતાં કરવા, ઊધાં વસ્ત્રો પહેરી બહાર જવું, એ સમયે કદાચ કોઇ પૂછે અથવા કોઇ હસે….
ત્યારે જો શાંતિ અને સમભાવ રાખી શકો તો ઊલજ્ઞ ઘટયો કહેવાય!