વિશેષઃ શું છે આ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એકટ?

-પ્રભાકાંત કશ્યપ
‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ-2023’ને 11 ઓગસ્ટ, 2023એ જ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી. આથી એ ઔપચારિક રૂપથી કાયદો બની ગયો હતો. જોકે વર્ષ 2025માં આના નિયમનો અમલ ઝડપથી થઈ રહ્યો છે. આ જ કારણ છે કે દરેક ભારતીયે આની જાણકારી રાખવી અતિશય જરૂરી છે.
કેમ જરૂરી છે એને જાણો:
ભારતમાં લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ, એપ, સોશિયલ મીડિયા, બૅન્કિંગ અને સરકારી સેવાઓમાં પોતાનો વ્યક્તિગત ડેટા શેર કરે છે જેમ કે…
આધાર સંખ્યા
મોબાઈલ નંબર
લોકેશન ડેટા
બૅન્ક ડિટેલ્સ
હેલ્થ અને એજ્યુકેશનથી જોડાયેલી જાણકારી ફેશિયલ અને બાયોમેટ્રિક ડેટા આ કાયદાનો હેતુ તમારો ડેટા સુરક્ષિત રહે અને કોઈ પણ કંપની અને સંસ્થા તમારી અનુમતી વિના એનો ઉપયોગ ન કરી શકે.
આ કાયદાના મુખ્ય મુદ્દા:
- સંમતિ : તમારી અનુમતી વિના કોઈ પણ તમારો વ્યક્તિગત ડેટા ન લઈ શકે.
- ડેટા દૂર કરવાનો અધિકાર : તમે કોઈ પણ કંપનીને કહી શકો કે મારો વ્યક્તિગત ડેટા કાઢી નાખો.
*ડિજિટલ ઈન્ડિયાને ધ્યાનમાં રાખીને ઘડાયો: આ કાયદો ભારતીય નાગરિકોની ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા દે છે. - ડેટા ફિડ્યુશરીની જવાબદારી : જે કંપની અને સંસ્થા તમારા ડેટા લે છે તે આને માટે જવાબદાર હોય છે.
- બાળકોના ડેટાની વિશેષ સુરક્ષા : 18 વર્ષથી ઓછી વયવાળા કિશોરોના ડેટા પર કડક નિગરાણી રખાશે.
જો કાયદાનું પાલન ન કર્યું તો…
- કંપનીઓને 250 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે.
- સરકારી કંપનીઓનું ડેટા પ્રોસેસિંગ બંધ કરી શકે.
સામાન્ય માનવી માટે શું અસ્તિત્વ?
- હવે તમે જાણી શકો છો કે કઈ એપ, બૅન્ક કે વેબસાઈટ તમારો ડેટા કેવી રીતે અને શા માટે ઉપયોગ કરે છે.
- તમે તમારા ડેટા ડિલીટ કરવાની કે ટ્રાન્સફર કરવાની માગણી કરી શકો.
- તમે સરકાર કે કંપનીથી સવાલ પૂછી શકો છો કે તેણે તમારી જાણકારી કેવી રીતે મેળવી અને તેનો શો ઉપયોગ કર્યો
શું છે કાયદો?
આ ભારત સરકારે નવો કાયદો બનાવ્યો છેે જે તમારા પર્સનલ ડેટાની સુરક્ષા કરે છે જેમ કે…
તમારું નામ, ફોટો, મોબાઈલ નંબર
આધાર નંબર, પેન કાર્ડ
હેલ્થ રિપોર્ટ, સ્કૂલ-કૉલેજ રેકોર્ડ
તમારું લોકેશન, બૅન્કિંગ જાણકારી
અને જે પણ તમારી ઓળખાણ સાથે જોડાયેલી છે.
આ કાયદાનો હેતુ…
હવે તમારી ઈચ્છા વિના તમારો અંગત ડેટા
- કોઈ એપ વાપરી ન શકે
- કોઈ વેબસાઈટ આને સેવ કરી શકતી નથી
- કોઈ કંપનીને વેચી શકાતો નથી તમારા અધિકારો
- સંમતિનો અધિકાર : કોઈ પણ એપ કે વેબસાઈટ તમારા ડેટાનો ઉપયોગ તમારી મંજૂરી વિના કરી ન શકે.
- ડેટા હટાવાનો અધિકાર : તમે કોઈ પણ કંપનીને ડેટા ડિલિટ કરવાનું કહી શકો.
- ડેટા સુધારવાનો અધિકાર : જો તમારી જાણકારી ખોટી હોય તો તમે તેને સુધારવાની માગણી કરી શકો.
- ના પાડવાનો અધિકાર : તમે કોઈને પણ તમારો ડેટા ન વાપરવાનું કહી શકો.
જો તમે કાયદો ન જાણતા હો તો શું થઈ શકે?
જોખમ :
- તમારો ડેટા ચોરી થઈ શકે. તમારી મંજૂરી વિના કોઈ એપ્સ તમારું લોકેશન, ફોટો અથવા કોલ લિસ્ટ ચોરી કરી શકે છે.
- ફ્રોડ કોલ કે મેસેજ વધી જાય છે. તમારો નંબર વેચી શકાય છે અને આનાથી ઠગ તમને લક્ષ્ય બનાવી શકે.
- બૅન્ક ફ્રોડ થઈ શકે છે. તમારી નાણાકીય જાણકારી લીક થઈને ખોટા હાથોમાં જઈ શકે.
- તમારી માનસિક શાંતિ પર અસર : અંગત ડેટા વાઈરલ થવાથી તમે શરમ અને તાણ અનુભવો.
- એઆઈના દૂરુપયોગથી તમારા ફોટા કે વીડિયોથી ડીપફેક બનાવીને તમને બદનામ કરાય.
- સરકાર કોઈ પણ કંપનીને નિયમના ઉલ્લંધન બદલ 250 કરોડ રૂપિયાનો દંડ કરી શકે.
- કંપનીની ડેટા સેવા બંધ થઈ જાય.
- તમારી ફરિયાદનું નિવારણ સાતથી 30 દિવસમાં કરવાનો આદેશ.
આપણ વાંચો: આ તો સ્કેમ છેઃ નેતાજીની ટહેલ પર ગૃહિણીઓ સોનાના ઘરેણાં આપી દેતી હતી
તમે શું કરી શકો છો?
1) એપ ઈન્સ્ટોલ કરતા પહેલાં પરવાનગી તપાસો.
2) વેબસાઈટની પ્રાઈવસી પૉલિસી વાંચો.
3) તમારા ડેટાના ઉપયોગની માહિતી માગો.
4) જો તમારા ડેટાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તો ડેટા પ્રોટેકશન બોર્ડ ઑફ ઈન્ડિયામાં ફરિયાદ કરો.