ઈન્ટરવલ

શ્રી મેલડી માતાજી શક્તિ પીઠ-સરામાં ભવ્યતાતિભવ્ય મંદિર બન્યું….

તસવીરની આરપાર – ભાટી એન.

ઝાલાવાડમાં (સુરેન્દ્રનગર) જિલ્લાના હળવદ તાલુકાના ‘સરા’ ગામે વિખ્યાત શ્રી દોશી આંબા ખીમજી પરિવારના શ્રી મેલડી માતાજી મંદિરે દર્શને અઢારે વરણના ભકતો અને દીન-દુ:ખીયા આવે સરાના આ મેલડીમાં જાગતિ જયોત છે. કળયુગમાં આ મેલડી માતાજીની શ્રદ્ધા રાખો તો તમારા ધાર્યા કામ કરે છે અને અહીં દર્શને રોજના અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે. એટલે સમાષ્ટિગત જેવા મેલડી માતાજી છે. સરા ગામની વચ્ચોવચ્ચ મંદિર આવેલ છે. પણ માતાજીની કૃપા થતા જૂના મંદિરની જગ્યાએ ભવ્યતાતિભવ્ય શ્ર્વેત આરસનું કલાનયન મંદિર અંદાજે દશક વર્ષના સમય બાદ પૂર્ણ થયું છે. પણ આ મેલડી માતાજીનું મંદિર કલાનો ભવ્ય ભંડાર ઠાસી ઠાસીને ભરેલ છે. તેમના શિખરો, ગુંબજ, દીવાલો તમામ જગ્યાએ કલા કલાત્મક બારીક કોતરણી નજરે પડે. ખરેખર તન, મન, ધનથી આ મંદિર બનાવેલ છે. ખરેખર ઝાલાવાડ પંથકનું ગૌરવ સમાન તિર્થાટન બની ગયું છે. સરા ગામ આમ તો રાજવી સમયનું નાનું ગામ છે. પણ સરાના મેલડી માતાજીના હિસાબે વિશ્ર્વ વિખ્યાત બની ગયું છે. ત્યાના ભૂવાશ્રી ભક્તજનો માટે પ્રસાદ રહેવાની થોડી જાજી વ્યવસ્થા કરી આપે છે, પણ આ શ્ર્વેત (સફેદ) સંગેમરમરવાળું ભવ્ય દિવ્ય મંદિર એક અજાયબી સમાન છે. તે કરોડો રૂપિયાના ખર્ચે બનતા તા.૩-૧૧-૨૩થી તા. ૫-૧૧-૨૩ શ્રી મેલડી માતાજી શક્તિ પીઠ સરા ખાતે ત્રણ દિવસ યજ્ઞનું ભવ્ય આયોજન મંદિરની બાજુમાં કરવામાં આવેલ અને નિત્ય પચ્ચીસ હજાર લોકો પ્રસાદ લઇ શકે તેવી સુચારુ વ્યવસ્થા કરેલ. તેના માટે બે ભવ્ય પંડાલ નાખેલ આ મંદિરમાં વિશેષતા એ છે કે વિરાટ મંદિરની અંદર એક નાનું ચારસનું મંદિર બનાવી તેમાં પ્રાચીન મૂર્તિ જ છે જેથી મંદિર માહાત્મ્ય જાળવી રાખેલ છે.
સરાના દોશી આંબા ખીમજીના મેલડી માતાજી તો ખરેખર દેવીપૂજકના છે! તેનો સંક્ષિપ્ત ઇતિહાસ કંઇક આમ છે. સરા ગામના પાધર દેવીપૂજક પરિવાર રહે તેવામાં નોરતા આવતા નિવેધ કરવાના રૂપિયાના ન હતા આથી સરાના વાણીયા શેઠ આંબા ખીમજી પાસે ગયાને ઉછીના રૂપિયા માંગ્યા. નિવેધક કરવા શેઠ દયાળુ હતા. તેમણે રૂપિયા આપ્યા પણ અમુક મહિના થતા દેવીપૂજકે રૂપિયા આપ્યા નહીં. ખરેખર દેવીપૂજક પાસે રૂપિયા હતા નહીં. આથી તેણે એક દિવસ કચ્ચા બચ્ચા કબિલા સાથે બીજે ગામ જતો હતો. ત્યાં ગામને પાધર શેઠ શ્રી મળી ગયાને રૂપિયાની ઉઘરાણી કરતાં કહ્યું રૂપિયા કે ઘરેણા નથી એક કામ કરો મારા મેલડી માતાજી છે તે તમે લેતા જાવ…! વાણીયા શેઠ તો મેલડી માતાજીને પોતાના ઘેર લઇ આવ્યા. ભવ્ય સ્વાગત કરી નવા કપડામાં મેલડી માતાનું આસન કરી પધરાવતા મા મેલડી વાણીયા શેઠની ચડતી કળા થવા લાગી બંગલાને ધંધો વધવા લાગ્યો. આજે આ પરિવાર વિશ્ર્વમાં વેપાર કરે છે. ને અઢારે વરણ મા મેલડી માતાજીને માને છે ને શ્રદ્ધા રાખનારની મનોકામના પૂર્ણ કરે છે. તમે પણ સરા મેલડી માતાના દર્શને જજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button