પાવાગઢની સાત કમાનો આ અદ્ભુત કલા વારસો નયનરમ્ય છે!
તસવીરની આરપાર -ભાટી એન.
ચાંપાનેર પાવાગઢ વર્લ્ડ હેરિટેઝમાં ગુજરાતનું પ્રથમ હેરિટેઝ તરીકે ૨૦૦૪માં સ્થાન પામ્યું છે! ચાંપાનેરમાં તીર્થાધિરાજ પાવાગઢ આવેલું છે. ગુર્જર વસુંધરાના વિરાટ ડુંગરામાં ગિરનાર, પાલિતાણા, ચોટીલા, અંબાજી પાવાગઢના ડુંગરનો સમાવેશ થાય છે. વડોદરાથી ૪૫ કિલો મીટર દૂર અને ગોધરા (પંચમહાલ)ના હાલોલ તાલુકામાં આવેલા વિશ્ર્વના સુપ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢ ડુંગરની ટંગલી ટોચે મા કાલિકા માતાજી (ભદ્રકાળી-માતાજી)નાં બેસણા છે. જ્યાં નિતદિન હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ભક્તિની જ્યોત લઇને આવે છે. પાવાગઢ હિન્દુધર્મનું શ્રદ્ધાનું કેન્દ્ર બિન્દુ છે. પાવાગઢના મહાકાય ભવ્ય ડુંગરામાંથી વિશ્ર્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન છે. ઐતિહાસિક મૂલ્યોની દષ્ટિએ ચાંપાનેરમાં હિન્દુ-મુસ્લિમ રાજાઓનો ઇતિહાસ ઢબૂરાઇને પડ્યો છે! હિન્દુ ધર્મના શ્રદ્ધાળુ ભક્તોને માતાકાલિકાનાં દર્શન કરવાની ઝંખના ઉરે ઉરમાં નીરખવા મળે છે. અહીં પ્રવાસન-ભક્તિ – ઇતિહાસનો ત્રિવેણી સંગમ છે! પાવાગઢનાં સ્થાપત્યો નીરખવામાં રુચિ રાખી છે એટલે જ ૧૧૪ જેટલા નિર્ધારિત સ્મારકોની શૃંખલા આવેલી છે.
ચાંપાનેર, પાવાગઢ જીત્યા પછી સુલતાન મહમૂૃદ બેગડાએ તેને ગુજરાત સલ્તનતની રાજધાની બનાવી અને મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઇમારતોનું નિર્માણ કર્યું. આર્કિટેકચરની આ અદ્ભુત ઇમારતોમાં ચાંપાનેરથી પાવાગઢ
જતા માર્ગ પર સાત કમાન નામનું સ્મારક આવેલું છે. સાત કમાન એટલે સાત કમાનો જે પથ્થરો વડે બાંધવામાં આવી છે. જેમાંથી એક ખોવાઇ ગઇ છે! આ આર્કિટેકચરલ સ્મારક અદ્ભુત કારીગરીનું ઉત્તમોત્તમ ઉદાહરણ છે. આ અર્ધગોળાકાર કમાનોમાં પથ્થરો એવી રીતે કાપવામાં આવેલ છે કે ભિન્ન ભિન્ન આકારના જેમાં લંબચોરણ પથ્થરો, મુખ્યત્વે છે. આ કમાનોમાં કયાંય સિમેન્ટ કે રેતીના ઉપયોગ કરવામાં આવેલ નથી. ઓન્લિ ફોર પથ્થરોમાં ફાચર મારી ચાવી રૂપ લોક એક પથ્થર બીજા પથ્થરમાં થઇ જાય છે. આ ખાંચામાં પણ બુદ્ધિથી કારીગરી કરતા જાયને પથ્થરો લગાવતા જાય જેમાં બધી કમાનો વિશાળ છે અને એક સરખી છે. તેમ છતાં આ બધી કમાનો ભવ્ય લાગે છે. ખરેખર આપ ચાંપાનેરમાં ભવ્ય કિલ્લો છે. તેમાં બે-ત્રણ ભાગના દરવાજા મોજૂદ છે અને તેની વિશાળ દીવાલો હજુ ઊભી છે. આ કિલ્લાની રચના જરા અટપટી છે…! આવી જ કિલ્લા જેવી દીવાલોને તેના અવશેષ પાવાગઢ ડુંગરે ચઢતા અમુક અવશેષો હજુ નિરખવા મળે છે. તે દીવાલને અડીને આવેલા સાત કમાનમાં કોઇ બાંધકામ કે અન્ય ઉપયોગમાં લેવાની વાત હશે પણ ચાંપાનેર-પાવાગઢની નહીં ગુજરાતની આનબાન શાન સાત કમાન છે.