ઈન્ટરવલ

બેઠાડુ જીવન જીવતા લોકો સાઈકલ ચલાવી લાંબું આયુષ્ય ભોગવોને…!?

તસવીરની આરપાર – ભાટી એન.

હજારો વર્ષ પહેલા ટ્રિચક્રી વાહન સાઈકલનો ઉદય થયો ત્યારે આગલું વ્હિલ ખૂબ મોટું તેમાં જ પેડલથી હંકારવાની ગોઠવણ જોકે બાદમાં ઉતરોતર તેમાં સતત સુધારાઓ થતા ગયા…! હાલ તો સાઈકલમાં અત્યાધુનિકતા આવી ગઈ છે…!? હાલ તો સાઈકલમાં ગીયરની પણ સગવડતા આવી છે…! અને અન્ય સાઈકલ કંપનીઓ દ્વારા બેટરીથી ચાલતી સાઈકલોના વિવિધ મોડલો ઉપલબ્ધ છે.

જ્યારે અન્ય વાહનો ન હતા ત્યારે સાઈકલ નામનું વાહન જે ખરીદે તે પણ સ્ટેટસ સિમ્બોલ ગણાતું…!!!, લોકો સાઈકલ અને સાઈકલ સ્વારને ટોળેવળીને કુતૂહલસભર જોવાનો લ્હાવો લેતા જો ઘણાં વર્ષો પહેલા ૨૨ની સાઈઝની મોટી સાદી સાઈકલ બસ્સોથી અઢીસો રૂપિયામાં મળતી…! કોલકતાની સાઈકલ કંપનીઓ સુચારૂ ને મજબૂત સાઈકલ બનાવતી તેમાં રેલે-રજ-હમ્બર. તેમ જ એટલાસ-હિરો-BSA જેવી વિવિધ કંપનીઓ ૧૮, ૨૦, ૨૨, ૨૪ની સાઈઝની સાઈકલો અગાઉ આવતી. તે સમયે ડાયનેમો નાખી આગળ હેડલાઈટ ચાલુ રાખતા…!.

વાંકાનેરની નેશનલ સાઈકલ સ્ટોરવાળા અયુબખાન પઠાણ પોતાની ત્રણ પેઢીથી સાઈકલ સ્ટોર સાથે જોડાયેલા છે તે કહે છે કે ભૂતકાળમાં સાઈકલમાં ડાયનેમો ફિટ કરવા ફરજિયાત ગણાતા પોલીસ કર્મીઓનું હાથવગું વાહન પણ એ સમયે સાઈકલ જ ગણાતી ભૂતકાળમાં અમો સાઈકલ ભાડેથી આપતા ને કલાક ઉપર ભાડું ગણાતું તેના માટે અમારે રજિસ્ટર પર સાઈકલ લઈ જનારનું નામ સમય લખાતા. તેઓ વધુમાં જણાવે છે કે ટૂવ્હિલર-ફોર વ્હિલર વાહનો બજારમાં આવ્યાં તેમ છતાં સાઈકલની આંતરિક રચના જે-સે-થે હજુયે એ જોવા મળે છે…!. શારીરિક સ્વાસ્થ્યતા બાબતે સાઈકલ રાઈડિંગ કરવામાં અને અમુક લોકો સ્વાસ્થ્ય સારું રાખવા માટે સાઈકલિંગ કરે છે. તેમ જ અકસ્માતનો ભય પણ ઓછો રહે છે.

હાલમાં ૨૨ની સાઈઝની સાદી સાઈકલના મોડેલો પાંચ હજાર કે તેથી વધુ કિંમતે બજારમાં મળે છે. જ્યારે યુવાઓ માટે રેંજર અને ડબ્બલડીસ બ્રેક વીથ જમ્પર અને ૨૬ડ્ઢ૪૦૦૦ના જાડા ટાયર વાળીને કલાત્મક ને રંગબેરંગી મોડેલો બજારમાં આવી ગયા છે. અત્યારે યુવાનો ફરી સાઈકલમાં વિવિધતાવાળી શોખથી ચલાવે છે તો નાનાં વર્ગના ૨૨ની સાદી સાઈકલો કામધંધા અર્થે ખરીદી કરે છે.

શારીરિક તંદુરસ્તી માટે સાઈકલનો વિકલ્પ છે જ નહીં. સાઈકલ એક સમયે આ બાઈસિકલનું ટાઈટલ ‘મધ્યમ વર્ગની મારૂતિ’ જેવું લાગતું…!. હવે સાઈકલમાં પણ ચેનલેસ સાઈકલ બજારમાં આવી છે. અત્યારે ટ્રિચક્રી-ને ફોર વ્હિલર મોટરો આવતા સાઈકલનો સૂર્યોદય થવાના આરે આવી ગયો છે. પણ અત્યાધુનિક સાઈકલો બજારમાં આવતા નવયુવાનો સાઈકલ તરફ ફરી વળ્યા છે અને સાઈકલનું અસ્તિત્વ બરકરાર છે. સાઈકલમાં ઓછા ખર્ચે ને ઈંધણ વિનાનું ગુડાગાડીવાળુ વાહન સાઈકલ જે ચલાવે છે તેને અન્ય કસરતની જરૂર રહેતી નથી અત્યારે બેઠાડુ લાઈફસ્ટાઈલમાં સાઈકલ કસરતનો ઉત્તમોત્તમ વિકલ્પ છે. આપ જીમમાં જઈ હજારો ખર્ચો તેના કરતાં સાઈકલ ચલાવી લાંબું તંદુરસ્તીવાળું આયુષ્ય ભોગવોને…!?.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button