ઈન્ટરવલ

સંસ્કૃત કોમ્પ્યુટર ફ્રેન્ડલી ભાષા છે!

અંતરીક્ષ સંશોધનની અમેરિકન સંસ્થા ‘નાસા’ કહે છે કે ‘સંસ્કૃત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને એક નવી દિશા આપશે.’

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

ભારતીય સંસ્કૃતિનો પરિચય આપનારી બધી ભાષાઓની જનની અને સંસારભરની ભાષાઓમાં સૌથી પ્રાચીન અને સમૃદ્ધ દેવ ભાષા એવી સંસ્કૃત ભાષાને વિશ્વ પટલ પર પહોંચાડવા માટે ‘વિશ્ર્વ સંસ્કૃત દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત થઈ.

સંસ્કૃત ભાષા એ ભારતની એક પ્રાચીન અને સમૃદ્ધ ભાષા છે, જેનો ઉદ્ભવ વૈદિક સંસ્કૃતમાંથી થયો છે.આ ભાષા ભારતીય સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વપૂર્ણ અંગ છે અને વૈદિક સંહિતાઓ,ઉપનિષદો,પુરાણો તેમજ મહાકાવ્યો ઋગ્વેદ, મહાભારત અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાં તેનો ઉપયોગ થયો છે. સંસ્કૃતને ‘ભાષાઓની માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ ભારતની ઘણી ભાષાઓ માટે આધારરૂપ રહી છે. આ જ સમયે તે વૈજ્ઞાનિક અને ગણિતીય રીતે સઘન અને સ્પષ્ટ વ્યાકરણ ધરાવતી ભાષા છે, જેને પાણિની દ્વારા રચિત અષ્ટાધ્યાયી ગ્રંથમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આજના સમયમાં સંસ્કૃત ભાષાને ભણવી અને તેનો અભ્યાસ કરવો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ભારતીય વારસાની સમૃદ્ધિ, આધ્યાત્મિકતા અને જ્ઞાનની જાણકારી આપે છે.

ઘણી શાળાઓ અને વિશ્ર્વ વિદ્યાલયોમાં આ ભાષાનું શિક્ષણ આપવામાં આવે છે.સંસ્કૃત સાહિત્ય અને મંત્રોનું ભણવું પણ યોગ, આયુર્વેદ અને ધર્મમાં મહત્ત્વપૂર્ણ છે. છેેલ્લા થોડા દાયકાઓમાં સંસ્કૃતનો નવો ઊઠાવ જોવા મળ્યો છે. વિભિન્ન કાર્યક્રમો અને પ્રયાસો દ્વારા તેનું પુનરુત્થાન
થાય છે.

‘વિશ્ર્વ સંસ્કૃત દિવસ’ પહેલી વખત ૧૯૬૯ માં ઉજવવામાં આવ્યો હતો. ‘વિશ્ર્વ સંસ્કૃત દિનમ ’તરીકે પણ ઓળખવામાં આવે છે.એ પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતની આસપાસ કેંદ્રિત વાર્ષિક કાર્યક્રમ છે.તેનો ઉદ્દેશ્ય તેના પુનરુત્થાન અને જાળવણીને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દુ કેલેન્ડર પ્રમાણે સંસ્કૃત દિવસ શ્રાવણ પૂર્ણિમાને દિવસે આવે છે. આ વર્ષે ‘વિશ્ર્વ સંસ્કૃત દિવસ’બે દિવસ પહેલા અર્થાત્ ૧૯ ઑગસ્ટ -૨૦૨૪ના હતો. શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન. આ દિવસને ઋષિમુનિઓના સ્મરણ અને પૂજા તેમજ તેમના સમર્પણ માટે પૂજાનો તહેવાર માનવામાં આવે છે.વૈદિક સાહિત્યમાં તેને ‘શ્રાવણી’ કહેવામાં આવતું હતું.આ દિવસે ગુરુકુલોમાં વેદોના અભ્યાસ પહેલા યજ્ઞોપવિતા – પવિત્ર દોરો પહેરવામાં આવે છે.આથી આ વિધિને ઉપનયન અથવા ઉપકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. આ દિવસે જૂની યજ્ઞોપવિત પણ બદલવામાં આવે છે. પૂજારીઓ યજમાનોને રક્ષા સૂત્ર પણ બાંધે છે. શ્રાવણી પૂર્ણિમાને ‘ઋષિ પર્વ’ અને ‘વિશ્ર્વ સંસ્કૃત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીન ભારતમાં શૈક્ષણિક વર્ષ આ દિવસે શરૂ થતું હતું. આથી આ દિવસ સંસ્કૃત દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રાચીન ભારતમાં આજના દિવસે વિદ્યાર્થીઓએ ગુરુકુળમાં વેદનો અભ્યાસ શરૂ કર્યો હતો. પોષ મહિનાની પૂર્ણિમાથી શ્રાવણ મહિનાની પૂર્ણિમા સુધી અન્ય વેદાંતિક શાસ્ત્ર શીખવા માટે અભ્યાસ બંધ કરવામાં આવે છે.

આધુનિક વૈદિક શાળાઓમાં આ પરંપરા હજુ પણ અખંડ છે.આ પ્રાચીન ભારતીય ભાષા બાબતે જાગૃતિ ફેલાવવા માટે અને આગળ વધારવા માટે સંસ્કૃત દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી.આનો શ્રેય ભારતની સમૃદ્ધ સંસ્કૃતિના ફાળે જાય છે. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા અને મંત્રના ઉચ્ચારણ સંસ્કૃતમાં કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે સંસ્કૃત ભાષાની ઉત્પતિ લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલા ભારતમાં થઈ હતી.

સંસ્કૃત સમસ્ત ભારતીય ભાષાઓમાં સૌથી પુરાણી ભાષા છે.ભારતીય ભાષાઓની જનની છે. ભારતમાં બોલવામાં આવતી પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત સૌથી વધુ કમ્પ્યૂટર અનુકૂળ ભાષા છે. સંસ્કૃત કમ્પ્યૂટર ફ્રેન્ડલી ભાષા છે. સંસ્કૃત વિશ્ર્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા છે. ‘નાસા’ ના વૈજ્ઞાનિકોના મત મુજબ સંસ્કૃત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને એક નવી દિશા આપશે.સંસ્કૃત ભાષા હિન્દુ ધર્મની પવિત્ર ભાષા છે. જેનો ઉપયોગ બૌદ્ધ ધર્મ,જૈન ધર્મની સાથે સાથે હિન્દુ ધર્મના દાર્શનિક પ્રવચનો માટે પણ કરવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિનો પરિચય આપનારી સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીન અને સમૃદ્ધ દેવ ભાષા છે.આવી સંપૂર્ણ ભાષાને વિશ્ર્વના ફલક પર પહોંચાડવા માટે સંસ્કૃત દિવસની ઉજવણી કરવાની શરૂઆત
થઈ છે.

સંસ્કૃતમાં વિશ્ર્વનું કલ્યાણ છે, શાંતિ છે, સહયોગ છે અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના છે.

વિશ્ર્વ સંસ્કૃત દિવસ’ના અવસરે સંસ્કૃત કવિ સંમેલન, લેખક પરિસંવાદ, વિદ્યાર્થીઓના વક્તવ્ય અને શ્ર્લોક પઠન સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવે
છે, જેના દ્વારા સંસ્કૃતના વિદ્યાર્થીઓ કવિઓ અને લેખકોને યોગ્ય પ્લેટફોર્મ
મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button