ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

તસવીરની આરપાર: ભંગેશ્ર્વર મહાદેવ મંદિરે સાચુકલા શંકર-પાર્વતીનાં વિવાહ થયા…!

-ભાટી એન.

ૐ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે॥
“કળિયુગમાં શંકર ભગવાન જાન લઈને ઢોલ વગાડતા પાર્વતી (ઉમિયા) સંગાથે પરણવા સાચે જ આવે તો.!? કુતૂહલ તો થાય ને..!? વાંકાનેર તાલુકાનું તીથવા ગામની સિમમાં ૐ ઉમા ભંગેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન કરેલ તેમાં વક્તા સંતશ્રી બાળવિદૂષી રત્નેશ્ર્વરી દેવી (રતનબેન) ગુરુ શ્રી શ્રી ભાવેશ્ર્વરી માતાજી જેઓ બાળપણથી કથાકાર તરીકે વિખ્યાત છે. આ કથામાં તારીખ ૯/૯/૨૦૨૪ના રોજ ભવ્યાતાતિભવ્ય શંકર વિવાહનું સાથે જ આયોજન કરવામાં આવેલ.

તેમાં સાચે જ શંકર ભગવાન બની જાન લઈને વાજતે ગાજતે આવેલ અને મંડપ મધ્યે પાર્વતીજી બની ચોરીમાં ચાર ફેરા ફરેલ ને ક્ધયાદાન પણ આપવામાં આવેલ. તો લગ્ન ગીત રત્નેશ્ર્વરી દેવીએ સંગીતના તાલે ગાતા હતા ને વિદાઈ વેળા સાચેજ પાર્વતીજી બનેલ કથાના મુખ્યદાતા હંસરાજભાઈ હાલપરાના ખંભે માથું રાખી રડવા લાગ્યા હતા ને આ કળિયુગમાં સતયુગ જેવું દૃશ્યમાં બધા શંકરનું ગાન કરતા હતા તો કોઈ શંકર પાસે આશીર્વાદ લેતા હતા.!

આજે આપણે શંકર-પાર્વતીજીના વિવાહની કથા પર દૃષ્ટિ પાત કરી એ શંકરજી સતીના વિરહમાં દયનીય દશા થઈ ગઈ. પળ પળ સતીનું રટણ રહેતું અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતા હતા. બીજી બાજુ સતીએ શરીરનો ત્યાગ કરતા સમયે સંકલ્પ કરેલ કે હું હિમાલયને ત્યાં જ જન્મ લઈને શંકરજીની અર્ધાંગિની બનીશ. હવે જગદમ્બાનો સંકલ્પ વ્યર્થ તો જઈ ન શકે તેમણે યોગ્ય સમય પર રાજા હિમાલયની પત્ની મેનકાના ગર્ભમાં પ્રવિષ્ટ થઈને તેમના ખોળે અવતાર લીધો.

લોક લાડિલી પર્વતરાજની પુત્રી હોવાના લીધે તે ‘પાર્વતી’ કહેવાયા.! પાર્વતીજી રૂપ રૂપનો અંબાર હતા ને સમય જતા લગ્ન લાયક બની જતા માતા પિતાને યુવાન પુત્રી પાર્વતીજીને લાયક કોઈ વરની શોધ આરંભી તેવામાં એક દિવસ અચાનક દેવર્ષિ નારદ રાજા હિમાલયને ત્યાં આવી પુગ્યા ને રૂપ રૂપની રાણી પાર્વતીને નિરખી તેમના મગજમાં શંકરજી આવ્યા ને હિમાલયજીને કહ્યું કે આ દીકરીના લગ્ન શંકરજી સંગાથ થવા જોઈએ આ વાત સાંભળી હિમાલયને મેનકાને ખુશીનો પાર ન રહ્યો પોતાને ત્યાં સાક્ષાત્ જગન્માતા સતી તેમને ત્યાં પ્રગટ થયા છે.

આથી પોતાની જાતને ભાગ્યશાળી લેખતા હતા. ભગવાન શંકર સતીના વિરહમાં આ પ્રદેશમાં ગંગાવતરણમાં તપસ્યા કરવા લાગ્યા. રાજા હિમાલયને આ વાતની જાણ થતા તેઓ પાર્વતીને લઈને શંકરજીને વિનમ્રતાપૂર્વક પોતાની પુત્રી સંગાથે વિવાહ કરવાની વાત કરતા થોડી વાર શંકરે આનાકાની કરી, પણ પાર્વતી તપ-ભક્તિ નિરખી મનોમન હરખાતા આગ્રહને ટાળી ન શક્યા.

શિવજીનો રાજીપો મળતા પાર્વતીજી સેવામાં મગ્ન બનવા લાગ્યા. હંમેશાં તેમના ચરણ ધોઈને ચરણોદક ગ્રહણ કરતા ને ભક્તિ ભાવથી ‘પૂજા’ અર્ચના કરતા ને મનમંદિરમાં ખુશીના લાડુ કુટતા તેવામાં તારક નામનો રાક્ષસ ખૂબ જ હેરાન કરતો, પણ શિવજીના પુત્ર દ્વારા તારકનું મૃત્યુ શક્ય છે.

આથી તેઓ કૈલાસ તરફ ચાલી નીકળ્યા, પણ પાર્વતીજી નિરાશ ન થયાને તપ દ્વારા શંકરને સંતુષ્ટ કરવાનો મનોમન નિશ્ર્ચય કરી લીધો. તેમની માતાએ તપને અયોગ્ય સમજતા તેમનું નામ ‘ઉમા’-ઉ+મા (તપનાકર) કઠોર તપસ્યા જોઈ આશુતોષનું આસન હલ્યું. પાર્વતીની પરીક્ષા તરફ પ્રસ્થાન કર્યું, જ્યારે પાર્વતીજીની સામે પ્રગટ થઈ ગયાં અને તેમને પાણી ગ્રહણ વરદાન આપી અંતર્ધ્યાન થઇ ગયાં. બીજી બાજુ હિમાલય-મેનકા પ્રેમાળ પુત્રીની કઠોર તપસ્યાને પૂર્ણ થતી જોઈને માતા-પિતા ખુશીથી જુમી ગયા. બીજી બાજુ શંકરજીએ સપ્તર્ષિયોને વિવાહનો પ્રસ્તાવ લઈને હિમાલયની પાસે મોકલ્યા આ રીતે શંકર-પાર્વતીજીનો શુભ વિવાહ થયો… બોલો શંકર શિવભોળાનાથની ઉમાપતિની જય… હો… જય…. હો…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત