ઈન્ટરવલ

ક્રિકેટરિયાના પેશન્ટનું દર્દ સમજી મેં રાજુ રદીને આઉટડોર પેશન્ટરૂપે ડિલકસ રૂમ ફાળવ્યો

વ્યંગ – ભરત વૈષ્ણવ

“સાહેબ! આગંતુક બોલ્યો.
“બોલો, કાકા. સાહેબ તરીકે જેને સંબોધન થયેલ તે વ્યક્તિ પ્રોફેશનલ સ્મિત અને એટીકેટથી બોલ્યો.

“કાકા? આગંતુકે નારાજગીયુકત આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.

“હા. કાકા. કાકાને કાકા ન કહેવાય તો દાદા કહેવાય? સાહેબનો તર્ક!

“હું ગ્રાહક છું. ગાંધીજીએ ગ્રાહકને ભગવાન કહ્યા છે. હું તમારા માટે ભગવાન છું! આગંતુકનો દાવો.

“અરે, ભગવાન.હું તેની કયાં ના પાડું છું?? પરંતું, ગાંધીજીએ ગ્રાહકને કાકા કહેવાની કયાં ના પાડી છે?? સાહેબે ધારાસભ્યની જેમ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો!!

“કાકાને બદલે સાહેબ કહો તો મનથી યુવાવસ્થા ફિલ થાય!! આગતુંકે વિનંતી કરી.

“ઓકે કાકા , સોરી સર,સાહેબ,માલિક! પ્રભુ. આપના આગમનનું પ્રયોજન શું છે?? સાહેબે મૂળ વાત પર આવી પૃચ્છા કરી!!

“સર , મને કંઇક થાય છે! આગતુંકે કહ્યું.

“શું થાય છે?? સાહેબે પૃચ્છા કરી.

“ડૉકટર કોણ છે?? દર્દીએ હમાલે કરેલા કાયર હુમલા પછી ઇઝરાયલે હમાસ સામે મોરચો ખોલ્યો તેમ સાહેબ સામે મોરચો માંડ્યો !!

“તમને ખબર નથી?? સાહેબે પૂછયું.

“વેઇટ, એ મિનિટ છે?? હું ચેમ્બરની બહાર જઇ ડોકટરનું પાટિયું ચેક કરી આવું!! દર્દીએ કહ્યું!!

“ચેમ્બર બહાર જવાની જરૂર નથી. હું ડૉકટર ગિરધરલાલ ગરબડીયા છું! ડૉકટરે કોણ ડૉકટર છે તે ક્ધફર્મ કર્યુ !!

માય સેલ્ફ રાજુ રદી દર્દીએ પરિચય આપ્યો.

“નાઇસ ટુ સી યુ!! મેં આનંદ વ્યક્ત કર્યો. મારી આંખમાં હિંસક, પાશવી , અમાનુષી, ધાતક,ધારદાર , તેજદાર, અસરદાર ચમક અનુભવાઇ!! ડૉકટર માટે દરેક દર્દી મરઘો કે બકરો હોય છે. કયો કસાઇ બકરાને જોઇને ગ્લાનિ, અવસાદ, વિષાદ કે શોક અનુભવે??? કસાઇ છરાની મદદથી મરધાની ઝટકા કે હલાલ પદ્ધતિએ કત્લ કરે. જ્યારે ડૉકટર સ્ટેથોસ્કોપ, ઇસીજી, એમઆરઆઇ , બાટલાથી દર્દીની કત્લ કરે. દર્દીને હલાલ કરે, પરંતુ દર્દીના હામી હોવાનો દેખાવ કરે. શેરડીના સંચામાં શેરડી છેવટે કૂચા સ્વરૂપ પ્રાપ્ત કરે તેમ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી આર્થિક રીતે કૂચા જેવો થઇ જાય. દર્દીના શરીરમાંથી રોગ જાય કે ન જાય પણ દર્દીનું ફાયનાન્શિયલ ડેથ અવશ્યપણે થાય છે!!

“તો મને શું થાય છે તેનું નિદાન હું કેવી રીતે કરી શકું?? મને ચેક કરો.મારું નિદાન કરો! રાજુ રદીએ મર્મવેધી ઘા કર્યો. આજકાલ ડૉકટરો આળસુના એદી બની ગયા છે. ડૉકટરની ચેરની ડાબી, જમણી કે જયાં જગ્યા મળે ત્યાં સ્ટીલ કે લોખંડનું ચોરસ સ્ટુલ મુકે. દર્દી સ્ટુલ પર બેસે એટલે પહેલો ધાણીફૂટ કે દર્દીકૂટ (ડૉકટર એટલી જુદી જુદી જાતની ફી લૂંટે એટલે ધૂળી નિશાળનો મૂંછડ માસ્તર છોકરાની હથેળીમાં એટલી જોરથી આંકણીથી મારે કે છોકરાનો પેશાબ વછૂટી જાય. આ રીતે જ ડૉકટર આપણી કૂટાઇ કરીને ગજવા ખાલીખમ કરે છે!!!) સવાલ કરે .શું થાય છે?? સ્ટેથોસ્કોપ તમારી પાસે છે,દર્દી પાસે નહીં. સ્ટેથોસ્કોપ છાતી પર , પીઠ પર મુકે, દર્દીને ઊંડા શ્ર્વાસ લેવાનું કહો એટલે તમારા સવાલનો જવાબ મળી જશે!!!

“તમને ચક્કર આવે છે?? વર્ટિગો આવે છે?? મેં પૂછયું.

ના રાજુ રદીએ ચક્કર ચક્કર માથું ધુણાવી ના પાડી. તેને જોવામાં મને ચક્કર આવી ગયા!!

“તમને ઊલ્ટી, ઉબકા આવે છે?? મોઢામાં મોળ આવે છે?ખાટું ખાવાની ઇચ્છા એટલે કે દોહદ થાય છે?? મેં રાજુની ઊલટ તપાસ આદરી!!

“ડૉકટર ગરબડીયા . હું તમને કોઇ એંગલથી થોમસ બેટી લાગું છું?? આઇ મીન સગર્ભો લાગું છું!! મારી આગળ કે પાછળથી બેબી બમ્પ દેખાય છે?? રાજુ રદીએ જોરદાર વિરોધ કર્યો!!
“મિ. રાજુ રદી મેડીકલ સાયન્સમાં બધું શકય છે. એક થર્ડ જેન્ડર પણ બેબી કેરી કરી શકે છે?? મેં તબીબી સંભાવના જણાવી .

“ડૉકટર ગરબડીયા ખોટી આશા ન બંધાવો!! રાજુ રદીએ કટાણું મોં કરી કહ્યું!!

“બોલો .રાજુઆઇ ભોડાકૂટ મેલો. હવે કહો કે તમે અહીં મારી હોસ્પિટલે કેમ આવ્યા છે?? મેં કડકાઇ વાપરી.

“સાહેબ રૂમ ખાલી છે?? રાજુ રદીએ હોસ્પિટલમાં ન પુછાતો હોય તેવો સવાલ કર્યો!!

“મિસ્ટર રદી. તમને હોસ્પિટલ અને હોટલ શબ્દમાં કોઇ સામ્યતા દેખાય છે ?? આ હોસ્પિટલ કોઇ એંગલથી મેરિયેટ કે હયાત હોટલ કે કંઇ છગનભાઇ મગનભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ સંચલિત સરાઇ કે ધર્મશાળા લાગે છે?? જયા ડોરમેટરી, સિંગલ બેડ, ડબલ બેડ, એસી નોન એસી, સ્યુટરૂમ મળે?? મેં સવાલથી અકળાઇ સવાલ કર્યો !!

“ડાક.( આજકાલ યંગ ડયુડસ દરેક શબ્દને શોર્ટ કરે છે. ડૉકટરનું શોર્ટ એટલે ડૉક!! ડૉકટર એ મધ્યમપદ લોપી સમાસ છે!! ડોક કટ કરનાર એટલે ડોક કાપનાર એટલે ડૉકટર !!) હું આઉટડોર પેશન્ટ તરીકે સારવાર કરાવી રૂમ લેવા ઇચ્છું છું. રાજુ રદીએ પ્રપોઝલ મુકી!! “ટોટલી ક્ધફયુઝિંગ સિચ્યુએશન . આઉટડોર પેશન્ટ રૂમ માગે તેવું અમારા પ્રોફેશનનમાં બનતું નથી!! ઇટસ એમેઝિંગ!! મેં આશ્ર્ચર્ય વ્યક્ત કયું.

“ડૉક નિકોલાઈ વાસિલ્યેવિચ ગોગોલ રશિયાના સમર્થ સાહિત્યકાર હતા. હાસ્ય-પ્રેરક અતિશયોક્તિ માટે એમની ખ્યાતિ વિશ્ર્વવ્યાપી છે. પોતાના દેશબંધુઓનાં દ્રવ્યલોભ, આળસ, લાંચરુશવત અને કંગાલિયતનાં કટાક્ષચિત્રો(માં તેઓ બેનમૂન હતા. ઓવરકોટ એ તેમની પ્રસિદ્ધ નવલિકા છે.

જેમાં ઠંડીથી ધ્રૂજતો માણસ એકથી વધુ વાર જેલમાં જવા કોઇના મકાનના કાચ પર પથ્થર ફેંકે છે. પોલીસ તેને દરગુજર કરે છે. તે ઠંડીથી ધ્રૂજતો હોઇ એક દયાળુ વ્યક્તિ તેને ફરનો ઓવરકોટ પહેરાવે છે. ગરીબ વ્યક્તિ પાસે મોંઘો ઓવરકોટ કયાંથી હોય?? નક્કી તેણે પહેરેલા કોટ કોઇની પાસેથી તફડાવ્યો છે એમ માનીને પોલીસે તેને હેડમાં પૂરી દીધો!! જ્યારે તેની પાસે ઠંડીથી બચવા ગરમ કપડા ન હતા ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા તેને જેલમાં જવું હતું. અલબત, દાનમાં મળેલ કોટના કારણે તેની જેલ જવાની ઇચ્છા પૂરી થઇ તે નવલિકાની આયરની છે. રાજુ રદી સાહિત્ય મર્મજ્ઞ થઇ ગયો!!

“રાજુ હું તમારું કહેવાનું ન સમજ્યો . એકઝેટલી તમે શું ચાહો છો?? હું ખરેખર ઉતરાયણ સમયે ફિરકીનાં દોરા ગૂંચવાઇ જાય તેમ હું ગૂંચવાઇ ગયો!!

“ડૉક. મને ક્રિકેટરિયા થયો છે!! રાજુ રદીએ બીમારીનું સ્વસોંગદનામા કે સ્વઘોષણા જેમ સ્વરોગ નિદાન કર્યું!!!

“વોટ ? વોટ?? વોટ યુ હેવ સ્ટેટેડ?? મેં આશ્ર્ચર્યનાં આફટરશોક આત્મસાત કર્યા.

“યેસ ડૉક. મે જે કહ્યું એ રોગ મને થયો છે! રાજુએ પુનરોચ્ચાર કર્યો!!

રાજુભાઇ હું એમએસ અને એમડી થયો છું. મેલેરિયા, કોલેરિયા (તમે સમજો એવો ફાઇલ ચલાવતા થયેલ રોગ નહીં!! પરંતુ હાથીપગા નામનો રોગ. જેમાં દર્દીનો પગ થાંભલા જેવો થઇ જાય !!) યંગસ્ટરોને લવેરિયા થાય એવું પણ સાંભળ્યું છે. પણ ક્રિકેટરીયા રોગ વિશે હેપોક્ર્ટસ કે બીજા તજજ્ઞોએ પ્રકાશ કે અંધકાર રેલાવ્યો નથી!!મેડીકલના કોઇ સબ્જેકટમાં કે બુકમાં આવો રોગ, લક્ષણો, ઉત્પત્તિ, ઉપચાર દર્શાવેલા નથી! ઇટસ ઇમ્પોસિબલ !! ‘આવું કહી મેં માથું ધુણાવ્યું!!’

“ડૉક. આજકાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલ છે. હું જબલપુરમાં રહું છું . ભારત પાકની મેચની ટિકિટ લાખ રૂપિયા ખર્ચી કાળા બજારમાંથી લીધી છે. તકનો લાભ લેવા હોટલોને રૂમના ભાડા ડબલ ટ્રિપલ, કવોડુપ્લિકેટ કરી નાખ્યા છે. મોંઘા ભાવના હોટલ રૂમના ભાડા ચુકવું એના કરતા તમારી હૉસ્પિટલમાં આઉટ ડોર પેશન્ટ તરીકે એડમિટ થઇ ડિલકસરૂમનુ ભાડું આપું તો પણ ફાયદાકારક સોદો થાય!! મેચ પૂરી થાય એટલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇ લઇશ!! રાજુએ સિક્રેટ પ્લાન શેર કર્યો!!

હકીકતની હકીકતનું હાર્દ સમજી મેં રાજુ રદીનો આઉટડોર પેશન્ટનો કેસ કાઢી તેને બે દિવસ હોસ્પ્ટલમાં દાખલ કરી ડિલકસ રૂમ ફાળવી આપ્યો!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…