ઈન્ટરવલનેશનલ

Kerala: કેરળની કોર્ટે બીજેપી નેતાની હત્યા કેસમાં PFIના 14 કાર્યકરોને ફાંસીની સજા સંભળાવી

અલપ્પુઝા: આરએસએસ કાર્યકર અને બીજેપી આગેવાન રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં દોષિત તમામ 15 PFI કાર્યકરોને કેરળની અલપ્પુઝા કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. રણજીત શ્રીનિવાસન પર 19 ડિસેમ્બર, 2021 ના રોજ PFI – SDPI સાથે સંકળાયેલા લોકો દ્વારા તેમના પરિવારની સામે તેમના ઘરમાં નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.

PFI કાર્યકર્તા કેએસ ખાનની 18 ડિસેમ્બર 2021ની રાત્રે એક ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી. કેએસ ખાનની હત્યાના એક દિવસ બાદ રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. તેઓ ભાજપ ઓબીસી મોરચાના રાજ્ય સચિવ હતા.


કેરળની કોર્ટે નઈસમ, અજમલ, અનૂપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલામ, સફરુદ્દીન, મંશાદ, જસીબ રાજા, નવાસ, સમીર, નઝીર, અબ્દુલ કલામ, ઝાકીર હુસૈન, શાજી અને શેરનુસ અશરફને રણજીતની હત્યામાં દોષી ઠેરવ્યા હતા. અલપ્પુઝા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ-1ના જજ શ્રીદેવી વી. એ મોતની સજા સંભળાવી હતી.
રણજીતની પત્ની લિશાએ કોર્ટના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આને હત્યા તરીકે ન જોઈ શકાય. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. અમારી સામે મારા પતિ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો.


PFI સંગઠન પર વર્ષ 2022માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષને જાણવા મળ્યું કે SDPI-PFI કાર્યકરોએ એક હિટ લિસ્ટ તૈયાર કર્યું હતું જેમાં વકીલ રણજીતનું નામ ટોચ પર હતું. આ યાદી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાંથી મળી આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button