ઈન્ટરવલ

આંખોને નૂરાની ચમક આપતાં સપ્તરંગી ચશ્માં….

તસવીરની આરપાર – ભાટી એન.

ગૌરા તારા મુખડા પર કાળા ચશ્માં ચાર ચાંદ લગાવે છે,
અણિયારી તારી આંખો પર ચશ્માં ચાર ચાંદ લગાવે છે.

મનુષ્યના શરીરમાં અતુલ્ય અંગ કિયું..!? જવાબ આપવા બેસીએ તો ઘણાં અંગોના નામ આપી શકીએ…! પણ આપણી આંખ (આઈ)નું મૂલ્ય અતુલ્ય છે. જેનું મૂલ્ય પ્રજ્ઞાચક્ષુને જ સમજાય. જો આપણે સમજવું હોય તો થોડી વાર બન્ને આંખો બંધ કરો એટલે અંધકાર ચોગરદમ છવાય જાય. માટે આંખોની દૃષ્ટિ સુચારુ હોય તો દૂર કે નજીકનું પર્ફેક્ટ ચોખ્ખું ચણાટ દેખાય પણ ઉંમર થતા આંખો નેત્રમાં ઝાંખપ આવે તો નજીકનું ઓછું દેખાય તો છાપા કે વાંચનમાં બાધા આવે તેમ દૂરનું ઓછું દેખાય તો તેમાં વિઘ્ન આવે ને…!? ઝાંખપવાળી દૃષ્ટિને ચોખી ચણાટ કરવા આંખોને અનુરૂપ નંબરવાળા ચશ્મા પહેરવા પડે છે. બીજા ચશ્માં મુખડાને રોનક માટેને આંખોની શીતળતા માટે રંગબેરંગીને ભાત… ભાતની ફ્રેમના ગોગલ્સ ચશ્માં પહેરે છે.

આજના અત્યાધુનિક યુગમાં લેટેસ્ટ ચશ્માંની શોપ નિહાળવા મળે છે. આંખના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો પોતાની હૉસ્પિટલ ખોલી બેઠા છે. અત્યારના યુગમાં આંખોના નંબર કાઢવાના, મોતિયાના, ત્રાંસી આંખો, જામર કે ઈજા થતા તેની સચોટ મરામતના ઓપરેશન થવા લાગ્યા છે. પહેલા મોતિયાના ઓપરેશન ટાંકા લઈને નેત્રમણી મુક્તા આજે ફેકો સિસ્ટમ લેશર કિરણથી નેત્રમણી થોડી મિનિટમાં મુકી ટી. વી. બતાવે છે. માટે ઘણું ઈજી થઈ ગયું છે. અરે… હવે તો કોન્ટેક્ટ લેન્સ આવી ગયા છે.! આથી ચશ્માંથી છુટકારો પણ મળી ગયો છે. તેમ છતાં ચશ્માં તો બરકરાર છે. તો ચશ્માંની થોડી ખાટી, મીઠી વાતો સાંભળીએ.

કાન ઉપર રહે એવી દાંડી સાથેના પ્રથમ ચશ્માં ઍડવર્ડ સ્કાર્લેટે ૧૭૨૭-૩૦ દરમ્યાન તૈયાર કર્યાં એક જ દ્ગકાચ (મોનોકેલ) ચશ્માંની પ્રથા ૧૮૦૬થી શરૂ થઈ ઓગણીશમી સદીમાં દ્ગકાચ અને ચશ્માંમાં આમૂલ પરિવર્તન આવ્યું. ચશ્માંને બદલે સ્પર્શ દ્ગકાચ (કોન્ટેક્ટ લૅન્સ)ની પ્રથમ કલ્પના ૧૮૪૫માં સર જોન હર્શેનને આવેલ. આંખની કીકીનું કામ લૅન્સ જેવું હોય છે. તે ડોળાની પાછળ રહેલા કોર્નિયા પર પ્રતિબિંબ અસ્પષ્ટ થાય ત્યારે માણસને દૃષ્ય ધુંધળુ દેખાય છે. નજીકનું વાંચી શકાતું નથી. ચશ્માંનાં લૅન્સ આ પ્રતિબિંબ સ્પષ્ટ બનાવે છે. એટલે ચશ્માં પહેરવાથી વધુ સ્પષ્ટ દેખાય છે.

સ્વચ્છાની વક્રીભવન ક્ષમતા ૪૨ ડાયોપ્ટર છે, તથા દૂરથી આવતાં કિરણો માટે નેત્રમણિની વક્રીભવન ક્ષમતા ૨૦ ડાયોપ્ટર છે. જ્યારે નજીકનું વાંચવાનું હોય ત્યારે નેત્રમણિના કદમાં અને જાડાઈમાં ફેરફાર થાય છે…! ક્ષતિ વગરની સામાન્ય આંખને યોગ્ય દૃષ્ટિ-અથવા સમદૃષ્ટિવાળી (Emmetropic) આંખ કહે છે. આવી આંખમાં દૂરથી આવતાં પ્રકાશનાં કિરણો સીધેસીધાં દૃષ્ટિબિન્દુ પર એકઠા થાય છે. જો તેવું ન થાય તો તેવી આંખને અયોગ્ય દૃષ્ટિ અથવા વિષમદૃષ્ટિવાળી આંખ કહે છે. તે બે પ્રકારની છે: દીર્ધદૃષ્ટિવાળી અથવા દૂરદૃષ્ટિવાળી આંખ, જે દૂરનું સ્પષ્ટ જોઈ શકે પણ નજીકનું બરાબર ન જોઈ શકે. લઘુદૃષ્ટિવાળી (Myopic) આંખ જે નજીકનું જોઈ શકે, પરંતુ દૂરનું બરાબર ન જોઈ શકે. આંખોમાં જેટલી નબળી દૃષ્ટિ તેટલા વધુ નંબરના ચશ્માં પહેરવા પડે છે. ચશ્મા એ આંખને અનમોલ ભેટ આપી છે. ચશ્માંની કિંમત તેની ફ્રેમ ઉપર નિર્ભર હોય છે અને ગોગલ્સ ચશ્માંની કિંમત પણ ઘણી ઊચ્ચી હોય છે, પણ આપણી લાઈફમાં આંખોને ચશ્માંએ અનુકૂળતા લાવી દીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button