ઈન્ટરવલ

ફોકસ : ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રાણીઓમાં વધી રહ્યો છે ગુસ્સો

સંધ્યા સિંહ

‘તાજેતરના કેટલાક અભ્યાસો પુષ્ટિ કરે છે કે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનને કારણે, ઘણાં પ્રાણીઓનું વર્તન, ખાસ કરીને આક્રમકતાનું સ્તર વધ્યું છે, જેનું કારણ છે વધતું તાપમાન, તાણ, ખોરાક અને પાણીની અછત, નવા વિસ્તારોમાં સ્થળાંતર અને સંઘર્ષ, માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષમાં વધારો વગેરે…… છેલ્લાં કેટલાંક વર્ષોમાં, તૂટક તૂટક આવી ઘણી ઘટનાઓ બની છે, જ્યારે ગુસ્સે થયેલ હાથીઓએ લોકોમાં હડકંપ મચાવ્યો છે. માત્ર હાથી જ નહીં, માણસોની સાથે કે તેની આસપાસ રહેતા તમામ પ્રકારનાં પ્રાણીઓના વર્તનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યા છે. થોડાં વર્ષો પહેલા રાજસ્થાનના એક ગામમાં એક દીપડાનું મોં ધાતુના વાસણમાં ફસાઈ ગયું હતું, જેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કારણ કે તેમના માટે તે મનોરંજન હતું, પરંતુ દીપડા માટે કોઈ મનોરંજન નહતું, પરંતુ તરસના કારણે તે વાસણમાં મોઢું નાખવા માટે મજબૂર બન્યો, જે આખરે તેના માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો. કારણ કે તેને આ રીતે વાસણમાં ફસાયેલો જોઈને ગામના લોકો તેને પત્થરો અને લાકડીઓથી મારવા માગતા હતા. તરસ અને લાચારીને કારણે દીપડો આ હાલતમાં હતો તે કોઈ સમજી શક્યું નહીં.

આ પણ વાંચો: ફોકસ : ફ્લેવર્ડ વૉટર પીવું હોય તો ઘરનું પીવો…

માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતિત છે કે પૃથ્વીનું સતત વધતું તાપમાન જંગલી પ્રાણીઓને તેમના મૂળ રહેઠાણ છોડીને ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ જવા માટે મજબૂર કરી રહ્યું છે. આ જ કારણ છે કે માનવીઓ સાથે તેમનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ભૂખ્યા અને તરસ્યા રીંછ જંગલોમાંથી માનવ વસાહત તરફ આવી રહ્યા છે અને દરિયાઈ માછલીઓની ઘણી પ્રજાતિઓ પણ કિનારે આવી જાય છે. મચ્છરોએ પણ રહેવા માટે સ્થળાંતર કરી લીધું છે અને જોરદાર તોફાનો અને વાવાઝોડાનાં જોખમોએ જંગલી પ્રાણીઓ, સિંહો અને દીપડાઓને માણસોની સામે લાવી દીધા છે. પૃથ્વીનું સતત વધતું તાપમાન, વધતું પ્રદૂષણ અને હવામાનના બદલાતા મિજાજને કારણે આ જંગલી પ્રાણીઓના મગજનું તાપમાન પણ વધી ગયું છે, જેના કારણે તેઓ હવે સીધા માણસોનો સામનો કરી રહ્યા છે. જીવવિજ્ઞાનીઓનું માનવું છે કે આબોહવા પરિવર્તનને કારણે વિવિધ વન્ય પ્રાણીઓનાં પરંપરાગત રહેઠાણો નાશ પામ્યા છે. આ જ કારણ છે કે તેઓ માનવ વસાહત તરફ દોડે છે અને અહીં શરૂ થાય છે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ, જ્યાં માણસો તેમને લાકડીઓથી અને અન્ય સાધનોથી મારીને અધમરા બનાવી દે છે અને જંગલ તરફ લઈ જાય છે અથવા તેમને મારી નાખવામાં આવે છે.

આ પણ વાંચો: ફોકસ : ગ્લોબલ વોર્મિંગ ખરાબ કરી રહ્યું છે વાદળોની રચના ને તેમની કાર્યપદ્ધતિને

2012માં, દક્ષિણ કૈરોના પ્રાકૃતિક સંસાધન વિભાગના સંશોધકોએ એક અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આગામી વર્ષોમાં અમેરિકાના દરિયાકિનારા પર ઇલ અને અન્ય જીવ જંતુઓની પ્રજાતિઓ વધતા તાપમાનને કારણે સમુદ્રતળમાંથી નીકળીને બહારની તરફ આવશે. હવામાનમાં આવેલા ફેરફારોને કારણે સ્પેનમાં પાણી ગરમ થવાને કારણે જેલી ફિશ કિનારે આવવા લાગી છે અને પ્રવાસીઓને તેમનાથી થતાં જોખમોથી બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. અમેરિકામાં રીંછ તેમના પરંપરાગત વિસ્તારોમાં ફરવાને બદલે તેમના ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયા છે, કારણ કે ત્યાં તેમને પૂરતો બરફ અને ખોરાક ઉપલબ્ધ નથી. છેલ્લા ઘણાં વર્ષોમાં, કેલિફોર્નિયામાં દુષ્કાળ દરમિયાન ખોરાક અને પાણીની અછતને કારણે રીંછને તેમના પરંપરાગત રહેઠાણ વિસ્તારો છોડીને માનવ વસ્તીમાં જવાની ફરજ પડી છે. કેલિફોર્નિયામાં, તેઓ માનવ વસાહતોમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. પરંતુ આ રીતે તેમનું માનવ વસાહતમાં આવવું તેમના માટે ઘાતક સાબિત થાય છે, કારણ કે તેમના કારણે લોકો નાસભાગ મચાવે છે અને તેમાં તેઓ માર્યા જાય છે.

આ પણ વાંચો: ફોકસ પ્લસ : વૃદ્ધાવસ્થામાં વધારો-પડકારોમાં વધારો…

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની ટેરી રુટના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તનને કારણે વિવિધ જંગલી પ્રાણીઓ અને દરિયાઈ પ્રાણીઓ સ્થળાંતર કરે છે. પહેલા જ્યાં નૈસર્ગિક લીલોતરી હતી અને પ્રાણીઓ જ્યાં રહેતા, ત્યાં હવે માણસોએ કબ્જો કરી લીધો છે, જેના કારણે તેઓ ખેતરો અને હાઇવે તરફ આગળ વધ્યા છે. 2011 માં અલાસ્કામાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માનવ વસાહતોમાં કાળા રીંછની ઘૂસણખોરીની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ઓગસ્ટ મહિનામાં, જ્યારે તેઓ સુષુપ્તિ માટે ખોરાકની શોધમાં ફરે છે, ત્યારે તેઓ માનવ વસાહતો પર હુમલો કરે છે. આવી ઘણી ઘટનાઓ કેનેડા અને અલાસ્કામાં પણ બની છે. કદાચ અહીં તેમને ખોરાકની વધુ સમસ્યા છે. ઠંડા પ્રદેશોમાં પણ, આર્કટિક પ્લેટોના સતત પીગળવાના કારણે ધ્રુવીય રીંછને તેમની બર્ફીલી જમીનો છોડીને સૂકી જમીન પર આવવા અને અહીં શિકાર કરવા મજબૂર કર્યા છે. રશિયા, કેનેડા, અલાસ્કામાં આવી ઘટનાઓ જોવા મળી છે.

મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચેના આ પ્રકારના સંઘર્ષથી જીવવિજ્ઞાનીઓ પણ સ્તબ્ધ છે, કારણ કે મનુષ્ય અને પ્રાણીઓના સંઘર્ષમાં દેખીતી રીતે નાશ પ્રાણીઓનો જ થાય છે.

આ પણ વાંચો: ફોકસ : શું બોલિવૂડમાં બોલાતી આજની હિંદી ભાષા અગાઉ કરતાં વધુ સારી છે?

વર્ષ 2008માં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી હતી, જ્યારે દરિયામાં આવેલા તોફાનને કારણે બંગાળ વાઘે તેમના મેન્ગ્રોવના સુંદરવનનાં જંગલોમાંથી નીકળીને ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવીને લોકોને પોતાનો શિકાર બનાવ્યો હતો. પૂરના કારણે મગરો પણ તેમના મૂળ વિસ્તાર છોડીને પૂરના પાણી સાથે અન્ય સ્થળોએ પહોંચી ગયા હતા અને અનેક લોકોને મારી નાખ્યા હતા. દીપડાઓનું માનવ વસાહતમાં ઘૂસીને લોકોને ઇજા પહોંચાડવી, આ પ્રકારની ઘટનાઓમાં પણ મોટો વધારો થયો છે. કોઈ કહી શકતું નથી કે જંગલી પ્રાણીઓનો માણસો પર હુમલો કરવો અને વધતા તાપમાન વચ્ચે શું સંબંધ છે? દરિયાના પાણીના વધતા તાપમાનને કારણે શાર્ક પણ પોતાનો વિસ્તાર છોડીને બીજી જગ્યાએ પહોંચી જાય છે અને માણસોનો પ્રયાસ હોય છે કે તે જ્યાંથી આવી છે ત્યાં પાછી જતી રહે. પરંતુ જીવવિજ્ઞાનીઓ હજુ સુધી એ નિષ્કર્ષ પર નથી પહોંચી શક્યા કે આબોહવા પરિવર્તનને કારણે શાર્ક શા માટે તેમના મૂળ રહેઠાણને છોડીને અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહી છે. શા માટે તેઓ મનુષ્યો પર હુમલો કરે છે? આનો સીધો સંબંધ વધતી માનવ વસ્તી અને વધતા તાપમાન બંને સાથે છે. કારણ કે સમુદ્રના પાણીમાં લોકોની બેફામ ઘૂસણખોરીને કારણે, તેઓ આ જીવોનો વધુ સામનો કરી રહ્યા છે. આ જ કારણ છે કે આવા અજાણ્યા લોભને કારણે આ પ્રાણીઓ ઘર છોડીને બહાર આવી જાય છે. પ્રશ્ન એ છે કે તેમના ખતરનાક વર્તન માટે કોને જવાબદાર ઠેરવવા જોઈએ? જો આપણે ખરેખર વિચારીએ તો તેમનો સૌથી મોટો દુશ્મન માણસ છે. તેના માટે આપણે જ દોષી છીએ, આપણે જ આ કરી રહ્યા છીએ, આપણે તેમને આ કરતા અટકાવવા જોઈએ પણ આ માટે આપણી પાસે મજબૂત ઈચ્છાશક્તિ હોવી જોઈએ. વાસ્તવમાં, જો આપણે આપણી જાતને બચાવવા માંગતા હોય, તો આપણે તેમને બચાવવા વિશે પણ વિચારવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button