પોરબંદરનો ‘ધ દરિયા મહેલ પેલેસ’ નવા વાઘાં ધારણ કરી રહ્યો છે

તસવીરની આરપાર – ભાટી એન.
ગુજરાતનું ગૌરવવંતુ સિટી મહાત્મા ગાંધીજી બાપુની જન્મભૂમિ, સુદામાનગરી, સુરખાબનગરી નામે તો વિશ્ર્વ વિખ્યાત છે જ…! પણ ત્યાંની ત્રણ વ્યક્તિ, વસ્તુ જગપ્રસિદ્ધ છે. રાણો, પાણો, ભાણો. (૧) રાણો: મહારાણા નટવરસિંહજી પ્રજાવત્સલ્ય રાજા, જેઓ પ્રજાના દિલમાં સ્થાન પ્રાપ્ત કરેલ ને પોતે સારા ક્રિકેટર હતા. (૨) પાણો: એટલે પથ્થર, પોરબંદર વિસ્તારના નક્કર આછા ગુલાબી પથ્થર વર્ષો સુધી અડિખમ રહે મુંબઇનો ગેટ વે ઓફ ઇન્ડિયા પોરબંદરના પથ્થરમાંથી બનાવેલ છે. પથ્થરો વહાણમાં મુંબઇ લઇ જવામાં આવતા. (ભાણો): ભાણજી લવજી ઘીવાળાનું ‘ઘી’ તે સમયે લેબોરેટરી ટેસ્ટિંગ કરી વેંચતા તેના ઘીની સોડમ ભારતમાં પ્રસરી હતી…!
પોરબંદર દરિયા કિનારે આવેલ છે. આથી ત્યાંના મહારાણા H.H. ભાવસિંહજી માધવસિંગજી રાણા સાહેબ પોરબંદરે સંવત 1959 = 1903 A.D.માં 1,18, 700 રૂપિયાના ખર્ચ ૬૩ એકરને આઠ ગૂંઠાની વચ્ચે વિરાટ ૫૦ રૂમો બનાવેલ છે. તેવા THE DARIA MEHAL ધ દરિયા મહેલ પેલેસ ભવ્યતાતિભવ્ય એકસ્ટ્રા ઓર્ડિનરી દરબાર હોલ જે દરિયા પેલેસમાં પ્રવેશતા મોટા ટાવરને સાથે મોટો હોલ જેમાં વિશાળ ઝુમળો તેમાં લાઇટિંગોને અદ્ભુત પેઇન્ટિંગોવાળો મહેલ દરિયાથી સાવ નજીક બનાવેલ છે. ભાવસિંહજીનું અવસાન થતા પુત્ર નટવરસિંહજી મહારાણા બનતા પોરબંદરને આધુનિકતા આપી પ્રજાને મુક્તતા આપીને ક્રિકેટ પ્રેમી હોવાથી ત્યાં ક્રિકેટર કલબની સ્થાપના કરી.
પોરબંદર બિરલા ફેકટરીની બરાબર સામે ‘ધ દરિયા મહેલ પેલેસ’ બનાવેલ તેમાં રાજવી પરિવારનો રહેવાતા ને સમયાંતરે આ પેલેસની સાચવણીમાં અભાવ આવતા 1903 માં બનેલ આ પેલેસ જો પ્રજાના હિતમાં વપરાય તે માટે શ્રીરામબા ગ્રેજયુએટ ટીચર્સ કૉલેજ બનાવવામાં આવીને બી. એડ. એમ. એડ.ની કૉલેજ શરૂ કરીને નિશાંત ગોવિંદભાઇ બઠજે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટનું કામ સંભાળે છે. તેઓ અને આ સિટીના અગ્રણી હિરલબા જાડેજા, રાજેશ લાખાણી, નિદ્ધિ શાહને પોરબંદર રાજવી પરિવારના અગ્ર સચિવ શ્રી સુમનસિંહજી ગોહેલને ડૉક્ટર અલતાફ રાઠોડે સહયોગ આપ્યો ને સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત કરતા ૨૫મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પોરબંદરના મહારાણા નટવરસિંહની ૧૦૦મી રાજતિલકની વર્ષ ગાંઠ નિમિત્તે આર. જે. ટી. કૉલેજને રાજવી પરિવારની હાજરીમાં પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી. સાવ ખવાય ગયેલ ને ધુળધાણી ‘ધ દરિયા પેલેસ’ને નવા રંગરૂપને બાંધણી જે છે તેમાં લાપી પૂરી અમુક બાંધણી તૂટી ગયેલ તે જેવી છે તેવી બનાવવા માટે મુંબઇની સવાણી હેરિટેઝ ક્ધજર્વેશન પ્રા. લી. ને આ કામગીરી સોંપવામાં આવી ને આ દરિયા મહેલનું કામ પૂર્ણ થતા હજુ દોઢેક વર્ષ લાગશે ને અંદાજિત ૨૪ કરોડના માતબર ખર્ચે આ કાર્ય પૂર્ણ કરવા સરકાર શ્રીએ ગ્રાન્ટ આપી છે ને પોરબંદરના ગૌરવ સમાન રાજવી પરિવારનો ભવ્ય દરિયા મહેલ પેલેસ ગુજરાતનું ગૌરવ સમાન બનશે. સફેદને આછા પીંક રંગથી સજાવવામાં આવી રહ્યો છે. આપ પોરબંદર જાવ તો અચૂક દરિયા મહેલ પેલેસ જોવા જજો.