અત્યાધુનિક યુગમાં ફોટોકલોએ તસવીરને પૃથ્વીના ગોળા જેવી બનાવી દીધી.!

તસવીરની આરપાર – ભાટી એન.
આજના અત્યાધુનિક ટેકનિકવાળા યુગમાં ફોટોગ્રાફી, તસવીર, છબીકલા આ સુપરફાસ્ટ યુગમાં તમામની જીવન જરૂરી માધ્યમ બની ગયું છે…! હા… જી…હા… અત્યારે તમામ તસવીરકાર છે! તમામ નાના, મોટા બધા આધુનિક મોબાઈલ રાખે છે. તેમાં ફોટોગ્રાફી,વીડિયોગ્રાફી ટુ ઈન વન હાજરી અચૂક હોય છે…! હવે સારો માઠો પ્રસંગ હોય ફોટો વીડિયોવાળીની ગણેશદાદા જેમ પ્રથમ તેની હાજરી અચૂક હોય છે. તસવીરકલાનો શુભારંભ 9જાન્યુઆરી 1839ના રોજ જોસેફનિસેફોર અને ફ્રાન્સના લુઈસ ડૌગર દ્વારા વિકસાવામાં આવી હતી તેને વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા માનવામાં આવે છે. તે જ સમયે 19 ઓગસ્ટ 1839 ના રોજ ફ્રાન્સ સરકારે સત્તાવાર રીતે આની જાહેરાત કરી હતી. `વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ સૌ પ્રથમ વર્ષ 2010માં ઉજવવામાં આવ્યો હતો.
ફોટોગ્રાફી કલાના ઈતિહાસ પર દૃષ્ટિગૌચર કરી પ્રથમ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીનો પ્રારંભ થયો તેમાં બોક્સ કેમેરાથી 120ની બ્લેક એન્ડ વ્હાઈટમાં 12 ફોટો પડતા એ અગાઉ કટ ફિલ્મ વપરાતી ત્યારબાદ કલર તસવીરનો યુગ આવ્યો તેમાં135 ની ફિલ્મ રોલ આવતો તેમાં 36 ફોટો પડતા હતો આ સમયે મેન્યુલા કેમેરા આવતા જેમાં સ્પિડ, ડાયાફોર્મ,સ્પિડ ફોક્સ બધુ હાથેથી પ્રકાશને અનુરૂપ બધુ સેટ કરવું પડતું પણ તે સમયે રાજા મહારાજા કે કોઈ શેઠ તસવીરો પડાવતા આપણા જેવા તો પાસપોર્ટ ફોટા પડાવીનો સંતોષ માનતા પણ છેલ્લા બે દશકાથી ફોટોગ્રાફીએ પ્રગતિ કરી છે. તેની શું વાત કરું અત્યારે વીડિયોગ્રાફી પણ આજ ટેક્નિકનો હિસ્સો છે.
એક દશકામાં ફોટોગ્રાફીએ હરણફાળ ભરી છે તેની થોડી માહિતી આપું. હું ફોટોજર્નાલિસ્ટ સંગાથે યુટ્યુબર છું અને વાઈલ્ડલાઈફ, ડ્રોન, કેમેરા ગોપરો, ઈન્સ્ટા 360 અને મીરરલેશ કેમેરા, ગીમ્બલ, આધુનિક મોબાઈલ આ કેમેરામાં ડ્રોન કેમેરા આકાશમાં 600 ફૂટ ઉંચે જઈ તસવીરો પાડી આપે છે. અને બે કિલોમીટર દુર ડ્રોન મોકલી શકોને ત્યાંની તસવીર લઈ શકો. ગોપરો જે નાનો મિની કેમેરો છે જેમાં સુપર વાઈડ તસવીર, વીડિયોગ્રાફી કરે તે અંડર વોટરમાં જઈને પાણીમાંથી ફોટોગ્રાફી કરી શકે છે. જે ગીચામાં રાખી શકાય. 600નો ટેલીલેન્સ જેનાથી ટેલી કરી બર્ડઝ કે વન્યસૃષ્ટિ કે સ્પોર્ટસની તસવીરો લઈ શકો. અત્યારે આધુનિક ડબલકેમેરા એક કેમેરામાંજે 90 ડિગ્રી આગળ 90 ડિગ્રી પાછળ એટલે 360 ડિગ્રી એટલે તસવીરને કે વીડિયોગ્રાફી પૃથ્વીના ગોળા જેવી બનાવી આપે છે.! તે ખાસ સોસિયલ મીડિયામાં રીલ્સ બનાવવામાં આવે છે. તો અત્યારે કેમેરામાં વીડિયોગ્રાફી કરવા કરતાં આધુનિક મોબાઈલમાં વીડિયો કે ફોટો પાડવા ગીમ્બલથી શુટિંગ શરૂ થાય છે. મિરરલેશ કેમેરા જેમાં મિરર એટલે અરીસો કાઢીને સિધી તસવીર કે વીડિયોગ્રાફી થાય છે. આમ અત્યાધુનિક યુગમાં નિતનવા કેમેરા આવ્યા છે.