ઈન્ટરવલ

પાક લશ્કરે ઈમરાનને કર્યો ક્લિન બોલ્ડ ને શરીફને નાખ્યો ફૂલટોસ…!

પાક લશ્કરે ઈમરાનને કર્યો ક્લિન બોલ્ડ ને શરીફને નાખ્યો ફૂલટોસ…!

પ્રાસંગિક -અમૂલ દવે

વાત છે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીની, જે એક રીતે જોવા જઈએ તો ‘ઈલેકશન’ નહીં ‘સિલેકશન’ છે. પાકિસ્તાનના લશ્કરના વડા વિજેતા નક્કી કરતા હોય છે. ૨૦૧૮ની ચૂંટણીમાં જે બન્યું હતું એનું વિરોધાભાસી દૃશ્ય ૨૦૨૪ની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે.

વાત એકમેકના કટ્ટર દુશ્મન બે ભૂતપૂર્વ વડા પ્રધાન- ઈમરાન ખાન અને નવાઝ શરીફની છે. આ વખતે બન્ને વિરોધાભાસી ભૂમિકામાં છે. મુસ્લિમોની બહુમતી ધરાવતા અને ૨૪.૧ કરોડની વસતિવાળા પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરી- ગુરુવારે સામાન્ય ચૂંટણીમાં મતદાન થશે. આ એવો દેશ છે જ્યાં એક પણ વડા પ્રધાન પોતાની મુદત પૂરી કરી શક્યું નથી. આથી આ વખતની ચૂંટણી પણ રાબેતા મુજબ લશ્કરની દેખીતી દરમિયાનગીરી અને હસ્તક્ષેપમાં યોજાઈ રહી છે.

ગયા વખતે નવાઝ શરીફને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આ વખતે ઈમરાન ખાન જેલવાસ ભોગવી રહ્યા છે. આ વખતે નવાઝ શરીફ એમનો દેશવટો ભોગવીને પાકિસ્તાન પરત આવ્યા છે અને એમની ફોજદારી ગુનાસિદ્ધિ બાજુ પર મૂકવામાં આવી છે. એ જ રીતે એમના પરનું ‘ભાગેડુ’ નું લેબલ પણ દૂર કરવામાં આવ્યું છે.

છેલ્લાં કેટલાંયે વર્ષોથી આપણા આ પાડોશી દેશના રાજકારણીઓ સત્તાની હુંસાતુંસી કરી રહ્યા છે. તેમણે ૨૦૨૨માં છેલ્લા ચૂંટાયેલા વડા પ્રધાન ઈમરાન ખાનને પદભ્રષ્ટ કર્યા હતા અને ત્યાં ખીચડી અને મિશ્ર સરકાર સ્થાાપી હતી. આ સરકારની બદલીમાં ગયા ઓગસ્ટમાં બિનચૂંટાયેલી કાર્યવાહક સરકાર સત્તા પર આવી હતી. આ સરકારે ચૂંટણી ગયા નવેમ્બરમાં કરવી જોઈતી હતી, પરંતુ હવે લાંબા વિલંબ બાદ ચૂંટણી આવતી કાલે યોજાવાની છે.

પાકિસ્તામાં અત્યારે સ્થિર સરકારની જરૂર છે. ચૂંટણીના મુખ્ય દાવેદારની વાત કરીએ તો નવાઝ શરીફ વડા પ્રધાન બને એવી સંભાવના છે. ત્રણ વખત વડા પ્રધાન રહી ચુકેલા નવાઝ ૨૦૧૮ની ચૂંટણીમાં ઊભા રહ્યા નહોતા. એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે એ જેલમાં હતા. ઉપરાંત કરોડો પાઉન્ડના લંડન એપાર્ટમેન્ટને સંડોવતાં ભ્રષ્ટાચાર કૌભાંડને લીધે એમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો હતો. લંડનના લકઝરી ફલેટમાં છ વર્ષ દેશવટો ભોગવ્યા બાદ હવે એ પાકિસ્તાન પાછા ફર્યા છે. એમની ‘પાકિસ્તાન મુસ્લિમ લીગ’ પાર્ટી એમના ભાઈ શાહબાઝ શરીફના હાથમાં છે. ઈમરાનની હકાલપટ્ટી પછી શાહબાઝ વડા પ્રધાન બન્યા હતા. છેલ્લા બે મહિનામાં નવાઝને બધા ગુનામાંથી નિર્દોષ છોડી મુકાયા છે, જેથી એ ચૂંટણી લડી શકે. ચૂંટણી લડવા પરના આજીવન પ્રતિબંધને અદાલતે ગેરબંધારણીય ગણાવ્યો છે. ઘણા રાજકીય પંડિતો એવી અટકળો કરે છે કે એમને લશ્કર અને ન્યાયતંત્ર તરફથી મળતા ટેકાને લીધે એ ચોથી વાર વડા પ્રધાન બનવા સજ્જ છે. અલબત્ત, શરીફ જાણે છે કે લશ્કર ક્યારેય પણ ઊંટની જેમ કરવટ બદલી શકે. એમની ત્રીજી મુદતમાં લશ્કર સાથેના એમના સંબંધ વણસી ગયા હતા. ત્રીજી મુદત ૨૦૧૩માં શરૂ થઈ હતી અને એમની અધવચ્ચે જ હકાલપટ્ટી થઈ હતી. એમની બીજી મુદત પણ લશ્કરનો બળવો થતાં ૧૯૯૯માં પૂરી થઈ હતી.

બીજી તરફ, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ૭૧ વર્ષના ઈમરાન ખાન આ વખતે ઉમેદવાર તરીકે ઊભા નહીં રહી શકે. પાકિસ્તાની રાજકીય વર્તુળોમાં જેને ’માઈનસ વન’ ફોર્મ્યુલા ગણાવાય છે તેના હેઠળ એમને ચૂંટણીથી દૂર રાખવાની યોજના અમલમાં મુકાઈ છે, જેમાં લશ્કરનું પીઠબળ છે.

આ વખતે ઈમરાન મિંયા જેલના સળિયા પાછળ છે. ગયા વર્ષે પાંચ ઓગસ્ટમાં એમની ધરપકડ થઈ હતી. ત્રણ કેસમાં એમને વિવિધ મુદતની સજા ફટકારમાં આવી છે. બિનઈસ્લામી નિકાહ કેસમાં ઈમરાન અને એમની બેગમ બુસરા બીબીને સાત વર્ષની સજા જાહેર થઈ છે. અગાઉ બીજા બે કેસમાં એમને ૧૦ અને ૧૪ વર્ષની સજા થઈ ચૂકી છે.

પાકિસ્તાનમાં ચાલતી આ બધી અફડાતફડી વચ્ચે પણ એક વાત નિશ્ર્ચિત છે કે ઈમરાન ખાન હજી પણ લોકોના હૃદયમાં રાજ કરે છે, પરંતુ એમના પક્ષ પાકિસ્તાન ‘તહેરીક-એ-ઈન્સાફ’ નું ચૂંટણી ચિન્હ ‘બેટ’ પણ ઝુંટવાઈ ગયું છે. એમના ટેકેદારો મુખ્યત્વે પઠાણો છે. એ લોકો કહે છે કે ઈમરાન વિરુદ્ધના આ બધા કેસો રાજકીય બદઈરાદા સાથે એક – કાવતરું છે.

ઈમરાનના ઉદય અને પતન બન્નેનું કારણ લશ્કર છે. ૨૦૧૮માં એમના હરીફોએ ઈમરાનને લશ્કરના પ્રોક્સી ગણાવ્યા હતા. આ વખતે એમના ટેકેદારો કહે છે કે લશ્કરના જનરલને લીધે એમણે જેલમાં ધકેલાવું પડ્યું છે. ૨૦૧૮માં એમને પાકિસ્તાનમાં પરિવર્તન લાવનાર નેતા ગણાવામાં આવ્યા હતા. વારસાગત રાજકારણ પર એ પૂર્ણવિરામ મૂકશે ને દેશમાંથી ભ્રષ્ટાચાર ઘટાડાશે-ભગાડશે ઉપરાંત દેશના અર્થતંત્રને પાટા પર લવાશે એવી આશા સાથે એમને સત્તા આપવામાં આવી હતી.

જો કે એમના શાસન હેઠળ અર્થતંત્ર ભાંગી પડયું. મોંઘવારીએ માઝા મૂકી. એમના અનેક રાજકીય હરીફોને જેલ ભેગા કરવામાં આવ્યા. પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા પર કાપ મુકાયો. માનવ અધિકાર ભંગ અને પત્રકારો પરના હુમલા વધી ગયા.

પાકિસ્તાની તાલિબાન સાથે શાંતિ સંધિ કરવાની ભૂલ ઈમરાનને ભારે પડી. આ બધા કારણોસર એમનો જનાધાર ઓછો થતો ગયો. ઈમરાનને ટેકો આપનાર લશ્કરનું માનવું હતું કે ઈમરાન પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધો સુધારશે. પાકિસ્તાન ચીન તરફ વધારે ઢળી ગયું હોવાથી અમેરિકા સાથેના પાકિસ્તાનના સંબંધ વધુ ખાટા થઈ ગયા છે. ઈમરાને આ સંબધો સુધારવાને બદલે વધુ ખરાબ કર્યા હતા. ઈમરાન ખાન તો કહે છે કે મારી હકાલપટ્ટીમાં અમેરિકાનો મોટો હાથ છે. જો કે હાલમાં જેલમાં ધકેલાયા પછી લોકોની એમની તરફ તે સહાનુભૂતિ વધી છે.
તેમના પક્ષને પ્રચાર કરવાનો સમાન અવસર દેવાતો નથી. એમના અનેક નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. માટે જોઈતો ચૂંટણી્પ્રચાર પણ થયો નથી. એમના અનેક ઉમેદવારોએ અપક્ષ ઊભા રહેવું પડયું છે.

ચૂંટણીમાં એક મજબૂત દાવેદાર ‘પાકિસ્તાન પિપલ્સ પાર્ટી’ છે. ફક્ત ૩૫ વર્ષના બિલાવલ ભુત્તો ઝરદારી એના પ્રમુખ છે. એ ઝુલ્ફીકાર ભુત્તોના દોહિત્ર અને બેનઝીરના પુત્ર છે. બેનઝીરની ૨૦૦૭માં હત્યા થઈ હતી. બિલાવલના પિતા આસીફ અલી પાકિસ્તાનના પ્રમુખ રહી ચુક્યા છે. બિલાવલ ઝરદારી ઓક્સફોર્ડમાં ભણ્યા છે અને ગઠબંધનવાળી સરકારમાં વિદેશ પ્રધાન હતા. આ ચૂંટણીમાં એમનું ધ્યાન મુખ્યત્વે યુવાનો પર છે. જો એ વડા પ્રધાન બનશે તો આ એક મોટો અપસેટ ગણાશે.. ઝરદારીના પક્ષનું મુખ્ય જોર સિંધમાં છે. જો આમ થશે તો એ પોતાની અમ્મા બેનઝીરનું અનુસરણ કરશે. બેનઝીર આ જ વયે ૧૯૮૮માં દેશનાં વડાં પ્રધાન બન્યાં હતાં. આ પક્ષે ૨૦૧૪માં ૩૪ અને ૨૦૧૮માં ૪૩ બેઠક જીતી હતી.

બોક્સ-૨
લઘુમતિ હિન્દુની ઉપેક્ષા…

પાકિસ્તાનમાં રહેતા હિન્દુ માને છે કે ચૂંટણી પ્રક્રિયામાં એમની ઉપેક્ષા થઈ રહી છે. વસતિ ગણતરીપ્રમાણે પાકિસ્તાનમાં ૨.૧૪ ટકા હિંદુ છે. હિન્દુઓની મોટી વસતિ સિંધ પ્રાંતમાં છે. પાકિસ્તાનના બંધારણ પ્રમાણે નેશનલ એસેમ્બલીમાં૧૦ અને પ્રાતોમાં ૨૪ બેઠક હિન્દુ માટે અનામત છે. હિન્દુ નેતાઓઅને કોમના સભ્યોનું કહેવું છેકે તેમને પૂરતું પ્રિતિનિધિત્વ અપાતું નથી અને તેમના અનેક ભાઈઓની મતદાતા તરીકે નોંધણી કરવામાં આવી નથી. ૨૦૧૮માં ૧૦.૫૯ કરોડ લોકોએ મતદાન કયુર્ં હતું અને આમાંથી ૩૬.૨૬ લાખ હિંદુ હતા. સિંધમાં ૪૭.૭ લાખ હિન્દુઓ છે પરંતુ મતદાત રીકે ફકત ૧૭.૭૭ લાખની નોંધણી થઈ છે. પાકિસ્તાનમાં ૧૬.૩૯ લાખ ખ્રિસ્તીઓ છે. ઓઅહબમદીઓ ૧૬૫૩૬૦ સા અનેશિકો૮૮૬૩ છે. કૃષ્ણાકુમારી કોહલી ૨૦૧૮માં પ્રથમ મહિલા સેનેટર બન્યાં હતી.ંપાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલીઝીણાએ એવું વિન જોગેન્દ્ર નાથ મંડલને પહેલા કાયદા પ્રઘાન બનાવ્યા હતા. આ વખતે ૨૫ વષર્ની ડોક્ટર સવીરા પ્રકાશજ ચૂંટણીમાંલડનાર પ્રથમ હિંદુ મિહલા છે. સવીરા પ્રકાશ નરેન્દ્ર મોદીના ચુસ્ત ટેકેદાર છે.

ભારત માટે આ ચૂંટણી શા માટે મહત્ત્વની?
પાકિસ્તાન- ભારત વચ્ચે ત્રણ મોટા યુદ્ધ ખેલાયાં છે. પાકિસ્તાન ભારતને તેનું સૌથી મોટું દુશ્મન ગણે છે. ભારતે છેલ્લે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા અને પાકિસ્તાન દેશના બે ભાગલા કરી નાખ્યા હતા. ભારતે બાંગ્લાદેશ નામના નવા દેશને જન્મ આપ્યો હતો. ત્યારબાદ૧૯૯૯માં પાકિસ્તાને કારિગલમાં ઘૂસણખોરી કરી હતી . ભારતે વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ એક જંગ છેડાયો ત્યારે આતંકવાદીના વેશમાં ઘૂસેલા પાકિસ્તાની જવાનોને હરાવીને ભારતે પોતાનું ક્ષેત્ર પાછું મેળવ્યું હતું. પાકિસ્તાન ચીનનું ખાંધીયું છે અને આથી ભારતને માટે માથાનો દુખાવો બની ગયું છે. પાકિસ્તાનની ચીન સાથેની નિકટતા અને અફઘાનિસ્તાનમાં તાલિબાનને મદદને લીધે અમેરિકા પણ પાકિસ્તાન પર નારાજ છે. પાકિસ્તાન હાલમાં એવો આક્ષેપ કર્યો છે કે ઇસ્લામાબાદ પાસે એવા વિશ્ર્વસનીય પુરાવા છે કે ભારતીય એજન્ટ પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીરમાં મોહમ્મદ રિયાઝની હત્યા તેમ જ એક મહિના અગાઉ કાશ્મીર નજીકના સિયાલકોટમાં શાહિદ લતીફની હત્યામાં સંડોવાયેલ છે. પાકિસ્તાનના વિદેશખાતાના સચિવ મહમદ સાયરસ સજાદ કાઝીએ કહ્યું હતું કે ભારતના બે એજન્ટોએ હત્યા માટેની સોપારી ભાડુતી ગુંડાઓને આપી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે ભારતે આવી હત્યાઓ કેનેડા અને અમેરિકામાં કરાવી છે. ભારતે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભારત પાકિસ્તાનને
આતંકવાદનું કેન્દ્ર ગણાવે છે.સીમાપારના આતંકવાદ માટે પણપાકિસ્તાનને જવાબદાર ગણે છે.

ભારત સાથેની દુશ્મની ઓછી હોય તેમ પાકિસ્તાનના ઈરાન સાથેના સંબંધો બગડતા જાય છે. હાલમાં ઈરાન અને પાકિસ્તાનને એકમેક પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાનમાં શિયાઓનું અને પાકિસ્તાનમાં સુન્નીનું રાજ છે. ભારતે પાંચ વર્ષ પહેલા પાકિસ્તાનના બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. સત્તા પર કોઈ પણ આવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એવી કોઈ શક્યતા નથી. અલબત્ત , પાકિસ્તાન ઈરાન સાથેના સંબંધો વકરે એમ ઈચ્છતું નથી. તે ઈûાનને ભ્રાતા દેશ કહે છે. ભારત સાથે દુશ્મની હોવાથી પાકિસ્તાન નીતાકાત નથી કે તે પશ્ર્ચિમમાં ઈરાક સાથે નવો મોરચો ખોલી શકે. હાલ અમેરિકાભારત સાથે વ્યૂહાત્મક સંબંધ ધરાવે છે, જ્યારે બીજી બાજુ તેના પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધો તળિયે જતા રહ્યા છે. અમેરિકા ખુશ કરવા માસ્ટર પપેટર એટલે કે લશ્કરના વડા અસીમ મુનીએ અમેરિકાના ખર્ચાળ મુલાકાત લીધી હતી. પાકિસ્તાનને ચીન જે હથિયારો આપે છેતેનાપર ઝાઝો ભરોસો નથી. જ્યારે ભારત પાસે હથિયારો માટે રશિયા, અમેરિકા અને યુરોપ અને ઈઝરાયલના વિકલ્પો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure