ઈન્ટરવલ

પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે સમષ્ટિગત પર્યાવરણની જાગૃતિ જરૂરી છે

ભાટી એન.

પાંચ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસ દર વર્ષની પાંચમી જૂને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અને લોકોને તેનો સામનો કરવા માટે નક્કર પગલાં માટે પ્રેરિત કરવા માટે નક્કર પગલાં લેવા માટે ઉજવવામાં આવે છે…! લોકોને પર્યાવરણને લગતા મુદ્દાઓ વિશે જાગૃત થવું જોઈએ જે આવનારા સમયમાં એક મોટો પડકાર, ખતરો બની શકે છે…!? આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે તો તેના વિશે વિસ્તૃત રીતે અવગત થઈએ. આવનારી પેઢીને મોટી સમસ્યાઓમાંથી બચાવા માટે સમયસર કડક પગલાં લેવા તાતી જરૂર છે…! આ માટે પહેલું પગલું એ હોવું જોઈએ કે દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણીને પોતાની ફરજ ગણવી જોઈએ.વિશ્ર્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ શું છે…!?:- યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ ૧૯૭૨માં “વિશ્ર્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરી હતી આ દિવસ માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સની શરૂઆતમાં અસ્તિત્વમાં આવ્યો. પરિષદ પર્યાવરણીય મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોની શરૂઆતનો સંકેત આપે છે…! પ્રથમ વિશ્ર્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન ૧૯૭૪ના રોજ યોજાયો હતો ત્યારથી પ્રતિ વર્ષ આ દિવસે પર્યાવરણની જાગૃતિનું અભિયાન આગળ ધપાવવામાં આવે છે.

વિશ્ર્વ પર્યાવરણ દિવસ પર્યાવરણીય જાગૃતતા વધારવા માટે ઉજવવામાં આવે છે. જે વ્યક્તિગતને સમષ્ટિગત સમુદાય અને વૈશ્ર્વિક સ્તરે પગલાંને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તે આજની પેઢી માટે આવનારી પેઢીઓ માટે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કેટલું મહત્ત્વનું છે તેની યાદ અપાવનાર પણ છે. આબોહવા, પરિવર્તન, વનનાબૂદી, પ્રદૂષણ જેવી વિવિધતાનું નુકસાન એ મુદ્દાઓ પૈકી એક છે. જે આ દિવસે સરકારો, સંસ્થાઓ અને વ્યક્તિને સંબોધન આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

પ્રતિવર્ષ પાંચ જૂન પર્યાવરણની થીમ નક્કી કરવામાં આવે છે અને આ વર્ષ તે થીમ પરકાર્ય કરશે. ગત વર્ષે ૨૦૨૩ની થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન હતી જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે લોકોને જાગૃત કરવામાં આવેલ. આપણી જિંદગીનો એક પાર્ટ પર્યાવરણ છે. તેમાં આજે વન્ય સૃષ્ટિમાં વૃક્ષો કપાવા લાગ્યાં છે. ભૂતળમાંથી ખનિજ કાઢી જમીનતળ ખૂબ જ નીચા જવા લાગ્યા છે અને આપણે પ્રકૃતિને તદ્દન ભૂલી જ ગયા છીએ જેમાં ગુજરાતમાં ઘણાં પક્ષોઓ, પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યાં છે. આજે બહુમાળી બિલ્ડિંગોનો વટવૃક્ષો બનવા લાગ્યાં છે. જેથી પર્યાવરણ તદ્દન બદલાય ગયું છે. માટે આજથી આપણે પ્રકૃતિ પ્રેમી બનીએ અને જગતનું રક્ષણ કરી એને પશુ, પક્ષીનું જતન કરીશું. જય વિશ્ર્વ પર્યાવરણ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress