ઈન્ટરવલ

KYCમાં ‘નો યૉર ચિટર’? અભિનેતાઓએ ગુમાવી રકમ

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

KYC એટલે Know your customer કે client. પરંતુ આ કેવાયસીને નામે એટલી બધી સાયબર છેતરપિંડી થાય છે કે ન પૂછો વાત. ભલે એનું સંજોગોએ ઉપસાવેલું ફૂલફોર્મ Know your cheater થોડું હળવું કે હસાવનારું લાગે પણ એ ભૂલી શકાય એવું નથી.

‘મિ. ઇન્ડિયા’થી બાળ-કલાકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ ‘મસ્તી’,‘હંગામા,’ ‘કયાં કુલ હૈ હમ,’ ‘કસુર’ અને આવારા પાગલ ‘દિવાના’જેવી સફળ ફિલ્મોમાં હીરો બનેલા આફતાબ શિવદાસાની તાજેતરમાં સાયબર ફ્રોડનો શિકાર બની ગયો હતો.

આ અભિનેતા પોતાના બાંદરામાં ઘરમાં હતો. ત્યારે એક એસ.એમ.એસ. આવ્યો. ‘પ્રિય ખાતાધારક. જો તાત્કાલિક કાર્ડની વિગતો અપડેટ નહીં કરો તો આપનું બૅન્ક ખાતું આજથી સસ્પેન્ડ થઇ જશે. નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.’આ લખાણ સાથે એક લિન્ક મોકલાઇ હતી. બૅન્ક ખાતું બંધ થઇ જાય તો કેટકેટલી ઉપાધિ માથા પર આવી પડે તે જણાવવા કે સમજાવવાની જરૂર નથી.
આફતાબ શિવદાસાનીએ લિન્ક પર ક્લિક કરીને કેવાયસીનું અપડેટ કરી લીધું. સ્વાભાવિક છે કે સમયસર કામ થયાનો હાશકારો અનુભવાય. પણ થયું એકદમ જ ઊલટું. આ કેવાયસી અપડેટને નામે છેતરપિંડી માટેનું આમંત્રણ હતું. આ કેવાયસી અપડેટ બાદ એક અજાણ્યા શખસનો ફોન આવ્યો, જેણે પોતે બૅન્ક અધિકારી હોવાનો દાવો કર્યો હતો. આ વ્યક્તિએ તેને બૅન્કની ળાશક્ષ અર્થાત્ મોબાઇલ બૅન્કિંગ પર્સનલ આઇડેન્ટિફિકેશન પીન માગી હતી, જે છ આંકડાની હોય છે. આ બધું કર્યા બાદ એકટરના બૅન્ક ખાતામાંથી રૂ. ૧.૫ લાખ છુમંતર થઇ ગયા.

બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા બાદ તરત આ દોઢ લાખ ટ્રાન્સફર થયા હતા એ ખાતું ફ્રિઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પોલીસની સાયબર ટીમે બૅન્ક પાસેથી શક્ય એટલી વધુ વિગતો પણ મેળવી.

પોલીસ તપાસ કરશે. કદાચ ગયેલા રૂ. ૧,૪૯,૯૯૯ પાછા પણ મળી જાય, પરંતુ પોલીસ અને બૅન્ક સાથે માથાકૂટની જફા, પૈસા ગયાનું ટેન્શન અને છેતરાયાની લાગણી ઉપરથી.

અલબત્ત, બોલીવૂડના અભિનેતા-અભિનેત્રી સાથે પહેલીવાર આવું થયું નથી. ૨૦૨૩ના માર્ચમાં માલવિકા ઊર્ફે શ્ર્વેતા મેનનના કેવાયસી ફ્રોડમાં જ રૂ. ૫૭,૬૦૦ ગયા હતા. અભિનેત્રી-રાજકારણી નગ્મા મોરારજીએ ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં આવી ઠગાઇમાં રૂ. ૯૯,૯૯૯ ખોયા હતા. ટીવી એકટ્રેસ અમન સંધુને રૂ. ૨.૨૪ લાખથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. પીઢ અભિનેતા અનુ કપૂરને તો ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં રૂ. ૪.૩૬ લાખનો ફટકો પડયાના આંચકાજનક સમાચાર આવ્યા હતા.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
સાયબર ફ્રોડ રોકવા માટે ૨૦૨૩ના ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે ૫૫ લાખ સિમ કાર્ડ અને ૧.૩૨ લાખ મોબાઇલ ફોન બ્લૉક કર્યાં હતા. આ આંકડો તો માત્ર સમુદ્રમાંની હિમશીલાની ટોચ છે.

યાદ રહે કે એસએમએસનો વિશ્ર્વાસ ન કરવો, એની સૂચનાનો અમલ કરતા એ પહેલા બેવાર વિચારવું જ. ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button