ભારતના સ્ટેશનોમાં અલગ ભાત પાડતું મોરબી રેલવે સ્ટેશન
-ભાટી એન.
કાઠિયાવાડમાં ઘણા રાજવીઓના શાસન હતા. મુખ્યત્વે ઝાલા, જાડેજા, પરમાર, ગોહિલ જેવા ઘણા ક્ષત્રિયોના સુશાસન ચાલ તા તેમાં પ્રજાવત્સલ રાજાઓ રાજવી સમયમાં પ્રજાની ખેવના કરતા તેની સુખાકારી માટે નતનવી સુવિધા આપતા અને કલાત્મક મહેલો, મંદિરો, વાવ, કૂવા, કિલ્લા, ટાવર, ઝુલતો પુલ જેવા અનેકાનેક સ્થાપત્યો બનાવી અમર થઈ ગયા. તેમાં મયુરનગરી (મોર-બી)ના મહારાજા શ્રી વાઘજી ઠાકોર મોરબીની ગાદી પર ૧૮૭૯માં બિરાજમાન થયા ત્યારબાદ ૧૮૮૬માં મોરબીમાં રેલવેની સુવિધા શરૂ કરું. જે ખ.છ. રેલવે (મોરબી રેલવે) તરીકે નામ ધારણ કરી વઢવાણથી મોરબી એમ સૌરાષ્ટ્રનાં ઘણાં બધાં સ્ટેશનો ફરીને પ્રવાસીઓને સુખ સગવડ આપી હતી ૯૪ માઈલની રેલવે શરૂ કરી. ઉપરાંત ટ્રામવે શરૂ કરી અને ૧૮૮૯માં મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી…! જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ આ મોરબીની ટ્રામ મોરબીની મુખ્ય બજાર એટલે કે ગ્રીન ચોક, નગર દરવાજા વચ્ચેથી પસાર થતી હતી આજે બન્ને ટાવરો વચ્ચે વિશાળ જગ્યા છે.
| Also Read: સોનાના નફાના મૃગજળે મૂડી-બચત બધું ડૂબાડ્યું સાયબર સાવધાની
જેની યાદો જુનવાણી લોકો કરતા હતા. મોરબીના રાજવીએ મોરબીને પેરિસ જેવું બનાવી દીધું હતું. મોરબી જેવી અત્યાધુનિક સુવિધા જુજ રાજવી પાસે હતી. પ્રજાવત્સલ રાજવી વાઘજી ઠાકોરે મોરબીનું રેલવે સ્ટેશન રાજ મહેલ જેવું ભવ્યતાતિભવ્ય બનાવેલ તે દૂરથી નિહાળતા કોઈ પેલેસથી કમ ન લાગે આ રેલવે સ્ટેશનને ફ્રિહેન્ડ સ્ટાઈલથી બનાવેલ સ્ટેશન ઉપર ક્લોક ટાવર જેમાં ચાર ઘડિયાળ રાખેલ અને ગુંબજો મોટા અને નાના ગુંબજો સ્ટેશનમાં પ્રવેશતા કોઈ રાજવી પેલેસના પોર્ચમાં જતા ગોળાકાર કમાનો અને વિશાળ જગ્યા મોરબી લખેલાં.બેનરોથી ભારતના અત્યારનાં રેલવે સ્ટેશનોમાં મુંબઈનું વી.ટી. ટર્મિનલ સ્ટેશન જાજરમાન બહારથી લાગે છે તેમ મોરબીનું રેલવે સ્ટેશન કલાત્મક બનાવી પેસેન્જરની તમામ સુવિધા તે સમયે આપી હતી. માળીયા મિયાણા-વાંકાનેર સેક્શન શરૂઆતમાં મોરબી સ્ટેટ રેલવેના વાઘજી ઠાકોર દ્વારા ૧૮૯૦માં ૨ ફૂટ ૬ ઈંચ (૭૬૨ મી.મી.) ગેજ રોડ સાઈડ ટ્રામવે તરીકે નાખવામાં આવ્યું હતું.
| Also Read: પ્રાસંગિક: યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે પશ્ર્ચિમ એશિયા બે આખલાની લડાઈમાં વર્લ્ડ ઈકોનોમીનો ખો નીકળી જશે…
આ લોકોની સુવિધા માટે મીઠા અને કાપડને નવલખીથી કોલસાની સ્ટીમ્બરોથી કોલસા આવતા તેના પરિવહન માટે કરવામાં આવેલ. વાઘજી ઠાકોરના અવસાન બાદ ૧૯૨૨ થી ૧૯૪૮ સુધી સર લખધીરજી ઠાકોરે શાસન કર્યું તેમણે સૌરાષ્ટ્રના અન્ય સમકાલીન શાસકોની જેમ વઢવાણ અને મોરબી, નવલખી વવાણીયાનાં બે બંદરોને જોડતા, રાજ્યના મીઠા અને કાપડના ઉત્પાદનની નિકાસ માટે રસ્તાઓ અને રેલવેનું નેટવર્ક (સિતેર માઈલનું) બનાવ્યું હતું, મોરબી રેલવે સ્ટેશન ભારતીય અને યુરોપિયન આર્કિટેકચરલ તત્ત્વોને જોડી, ૧૯૨૪માં અન્ય રજવાડી રેલ લાઈનો સાથે મેળ ખાતી તમામ લાઈનોને તે સમયે મીટરગેજમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
| Also Read: અજબ ગજબની દુનિયા હેન્રી શાસ્ત્રી મૈં અઠરા બરસ કી, આપ અઠાસી બરસ કે…
વાંકાનેર-મોરબી પર રેલ બસનો કબજો લેવામાં આવે તે પહેલાં ઢૠ અથવા ઢઙ સ્ટીમ એન્જિન દ્વારા પેસેન્જર ટ્રેનો ચલાવી અને અત્યારે ભારતીય રેલવેએ બ્રોડગેજ રેલવે કરીને મોરબીના રાજવી સમયના સ્ટેશનને સફેદને ચોકલેટ રંગવાળું રંગી અફલાતૂન રાજવી પેલેસ જેવું સ્ટેશન બનાવેલ છે તો સ્ટેશન અંદર પણ કલાત્મક ડિઝાઈન બનાવેલ ને પ્લેટફોર્મને ૩૯૧ મીટરથી વધારે ૫૩૩ મીટરનું પ્લેટફોર્મ બનાવેલ છે અને મોરબીને કચ્છ સાથે જોડવામાં આવેલ છે. વાંચક મિત્રો એક વાર મોરબી રેલવે સ્ટેશન જોવા જેવું તો ખરું…