નવદુર્ગાની વિધિવિધાનવાળી મૂર્તિઓ બનાવી મન મોહી લીધા…!
તસવીરની આરપાર -ભાટી એન.
વાંકાનેર ખાતે આકર્ષક નવદુર્ગાની પીઠ આવેલી છે. આ મંદિરની બાજુમાં રિદ્ધિશ લહેરૂજીએ જાણે સાચે જ નવદુર્ગા બનાવેલ તે કેવી રીતે બનાવેલ તે જાણીએ.
પ્રથમ બાજોટ રાખી તેમાં ચોખાની આઠ પાંખડી સફેદ કાપડ પર બનાવી તેની ઉપર ગાગર મૂકી તેમાં સવા કિલો ચોખા રાખેલ. તેમાં ૧૧ રૂપિયા રાખી મોટી ગાગર પર નાની ગાગર રાખી તેમાં કલરિંગ ચોખા નાખી તેના ઉપર શ્રીફળ રાખી ફૂલ હારનો સણગાર સાડી ઉપર રાખેલ વિવિધ પ્રકારના માતાજીના મોહરા લગાવી તેની પર વાળ રાખતા સાક્ષાત્ નવદુર્ગા આકર્ષણનું કેન્દ્ર બનેલ. આ મૂર્તિઓ બનાવામાં ૨૦ હજાર જેવો ખર્ચ થયેલ.
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાની દેવી છે. એમના નવ સ્વરૂપ માનવામાં આવે છે. એમનાં નામ (૧) શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ તેમના હાથમાં ત્રિશૂળ, કમળપુષ્પ તેમ જ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલ છે. તેમનું વાહન ગાય છે. (૨) બ્રહ્મચારિણી નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના બીજા નોરતે કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે. તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત્ તપનું આચરણ કરનારી માતા એમના હાથમાં જપ કરવાની માળા કમંડળ રહેલું છે. (૩) ચન્દ્રઘંટા તે નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલ છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભૂજાઓ છે, જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલ છે. તેમનું વાહન વાઘ છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે. (૪) કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથુ સ્વરૂપ છે. કુષ્માંડાનો અર્થકુત્સિત ઉષ્મા, કૂષ્મા-વિવિધ તાપયુક્ત એવો થાય છે. તેમને આઠ ભૂજાઓ છે, જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ માળા, ગદા અને ચક્ર ધારણ કરેલા છે. તેમનું વાહન વાઘ છે. તેમના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. (૫) સ્ક્ધદમાતા હિન્દુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્ક્ધદમાતા કે સ્કંદમાતાનું નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે. (૬) કાત્યાયની પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે. તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલ છે અને બીજા હાથમાં ચંદ્રહાસાનામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજ્ન-અર્ચન કરાય છે. (૭) કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે. તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. તેમના ત્રીજા ને ચોથા હાથમાં આમયમુદ્રા અને વરદમુદ્રા છે. તેમનું વાહન ગદર્ભ છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. (૮) મહાગૌરી તે નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે. તેમણે હાથમાં ત્રિશૂળ, ડમરું ધારણ કરેલું છે. તેમનું વાહન વૃષભ છે. એટલે ‘વૃષારુઢા’ તરીકે ઓળખાય છે. દેવીનો વર્ણ ગૌર છે. વસ્ત્ર આ ભૂષણ શ્ર્વેત છે. એટલે શ્ર્વેતાંબરધરા તરીકે પણ ઓળખાય છે. (૯) સિદ્ધિદાત્રી તેમને ચાર ભૂજાઓ હાથમાં ગદા, કમળ, વાહન સિંહ છે. તેઓ સિદ્ધિદાત્રી કેતુ (ગ્રહ)નું સંચાલન કરે છે. પ્રથમ શૈલપુત્રીચ દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચન્દ્રઘણ્ટેતિ કૃષ્માણ્ડેતિ ચતુર્થકમ્, પ્રથમ સ્કંદમાતેતિ ષષ્ઠંકાન્યાયનીતિ છે. સપ્તમં કાલરાત્રિતી મહાગૌરીતિ ચાષ્ટમમ્, નવ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ઉકતાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના આવા નવદુર્ગાની વંદના કરી પુણ્ય કમાવ.